તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • No One Was Ready To Help Nusrat Jahan, 3 Flower Selling Company On Its Own, With A Turnover Of 2 Crores

હિંમતની આગળ મંઝિલ છે:બિઝનેસ શરુ કરવામાં કોઈએ કાશ્મીરની મહિલાની મદદ ન કરી, હાલ વર્ષે 2 કરોડનું ટર્નઓવર કરતી ફ્લાવર સેલિંગ કંપનીની માલિક છે

એક વર્ષ પહેલા

કાશ્મીરના પુલવામા વિસ્તારમાં 38 વર્ષીય નુસરત જહાં રહે છે. વર્ષ 2010માં નુસરતે પોતાની સરકારી નોકરી છોડી દીધી. કમ્પ્યુટર ગ્રેજ્યુએટ નુસરતે જોબ કરવાને બદલે પોતાનો બિઝનેસ શરુ કરવા માગતી હતી. શરૂઆતમાં તેણે પોતાના ઘરની પાછળ બગીચામાં ફૂલોની ખેતી કરી. ફૂલોને ઉગાડીને તે વેચવા લાગી. હાલ તે માત્ર ફ્લાવર સેલિંગ કંપનીની માલિક જ નહિ, અન્ય લોકોને પણ આ સેક્ટરમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. ‘પેટલ્સ એન્ડ ફર્ન્સ’ કંપનીનું વર્ષનું ટર્નઓવર 2 કરોડ રૂપિયા છે.

જો કે, આ કામની શરૂઆત નુસરત માટે ઘણી મુશ્કેલી ભરેલી હતી. તેની પાસે કોઈ સ્પોર્ટર કે ઇન્વેસ્ટર નહોતો. તેણે પોતાની બચત આ બિઝનેસમાં ખર્ચી દીધી.

નુસરતે પોતાના આ બિઝનેસ વિશે કહ્યું કે, કાશ્મીર જેવી જગ્યાએ લોકો બ્યુટિક કે બ્યુટી પાર્લર ખોલવા માટે ઇન્વેસ્ટ કરે છે પરંતુ ફ્લોરીકલ્ચરમાં રૂપિયા ઇન્વેસ્ટ કરવા જોઈએ. મેં લોકો પાસે આ બિઝનેસ માટે આર્થિક મદદ માગી ત્યારે કોઈ આગળ ન આવ્યું મને સરકાર તરફથી પણ કોઈ મદદ ન મળી.

નુસરતે ફૂલોની ડિમાન્ડ વધતા જોઈ તો તેણે નક્કી કરી લીધું કે તે કોઈ પણ સ્થિતિએ બિઝનેસ કરશે. તેણે બેંક પાસેથી લોન લીધી. આજે તેના ત્રણ ફ્લાવર ફોર્મ્સ અને રીટેલ આઉટલેટ છે. તેની કંપની ‘પેટલ્સ એન્ડ ફર્ન્સ’ ઘણા લોકોને રોજગાર પણ આપે છે.

નુસરત ફૂલો ઉપરાંત કાશ્મીર એસેન્સ પણ ચલાવે છે. તે હિમાલયન એગ્રો ફાર્મ નામની કંપની હેઠળની પર્સનલ કેર અને હોમ કેર પ્રોડ્ક્ટની બ્રાન્ડ છે. આ બ્રાન્ડ કેસર, બદામ, ચેરી, અખરોટ અને સફરજન જેવી કાશ્મીરી પ્રોડક્ટ તૈયાર કરીને સ્થાનિક મહિલાઓને નોકરીની તક આપે છે. આ દરેક પ્રોડક્ટ પ્રાકૃતિક રીતે જ તૈયાર કરી છે, તેમાં આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...