ફટાકડા કંપનીઓનો તર્ક:તારામંડળથી પણ ખુશીઓ મનાવી શકાય ઘોંઘાટ કરતા ફટાકડા જરૂરી નથી: સુપ્રીમ

નવી દિલ્હી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોર્ટે કહ્યું- ગ્રીન ફટાકડાની આડમાં પ્રતિબંધિત રસાયણોનો ઉપયોગ ના કરી શકાય
 • લોકો ઉજવણી કરે છે, ફટાકડા પર પ્રતિબંધથી અનેક બેકાર થશે

xતહેવારોની ઉજવણી કરવા ફક્ત જોરદાર અવાજ કરતા ફટાકડા જ ફોડવા જરૂરી નથી. તારામંડળ કે ફૂલઝડી જેવા ઘોંઘાટ ન કરતા નાના ફટાકડાથી પણ ખુશીઓ મનાવી શકાય છે. દેશમાં મુખ્ય મુશ્કેલી આ પ્રકારના પ્રતિબંધો લાગુ કરવાની છે. આ પ્રકારની અરજીનો હેતુ કોઈ એક વ્યક્તિ બીજા વર્ગને નાખુશ કરવા ઈચ્છે છે એવો નથી. સુપ્રીમકોર્ટે ફટાકડા પર પ્રતિબંધ સંબંધિત અરજીની સુનાવણી વખતે આ વાત કરી હતી.

જસ્ટિસ એમ.આર. શાહ અને એસ. એસ. બોપન્નાની બેન્ચે બુધવારે કહ્યું કે ગ્રીન ફટાકડાની આડમાં ફટાકડા ઉત્પાદકો પ્રતિબંધિત રસાયણોનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રતિબંધિત ફટાકડા સંબંધિત અમારા આદેશનું તમામ રાજ્યોએ પાલન કરવું જોઈએ, પરંતુ કોઈ પણ રાજ્ય, શહેરમાં જઈએ ત્યારે ખુલ્લેઆમ પ્રતિબંધિત ફટાકડા વેચાતા જોઈ શકાય છે. અમે જાણીએ છીએ કે, તે બજારમાં કેવી રીતે પહોંચે છે?

આ દરમિયાન બેન્ચે સુરક્ષાનો મુદ્દો છેડતા કહ્યું કે, ફટાકડા ઉત્પાદકો કહે છે કે તેઓ ફટાકડા ગોદામોમાં રાખે છે. આખરે આવા ગોદામ કેમ હોય છે? શું ફટાકડા ખરીદવા-વેચવા માટે નથી? અમે આવા ફટાકડા તમને ગોદામોમાં રાખવાની મંજૂરી નથી આપતા. આ મુદ્દે આગામી સુનાવણી 26 ઓક્ટોબરે થશે.

આ છે મામલો: કોર્ટે સીબીઆઈ તપાસ કરાવી હતી
સુપ્રીમકોર્ટે 2018માં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગયા વર્ષે આ આદેશની અવગણનાની વાત સામે આવી, તો કોર્ટે સીબીઆઈ તપાસ કરાવી. તેમાં છ કંપની દ્વારા બેરિયમ સૉલ્ટનો ઉપયોગ કરવાની વાત સામે આવી. આ મુદ્દે કોર્ટે કંપનીઓ પાસે જવાબ માંગ્યો હતો.

કોર્ટ રૂમ લાઈવ: ઉજવણી અમે પણ કરવા માંગીએ છીએ, પરંતુ જીવનની કિંમતે નહીં

 • અરજદાર તરફથી વકીલ ગોપાલ શંકરનારાયણ: અમે સીબીઆઈ રિપોર્ટના આધારે વધુ એક એફિડેવિટ આપી. મિ. લોર્ડ, તમે સાચા હતા. દેશમાં જે થઈ રહ્યું છે, તે વ્યથિત કરનારું છે.
 • જસ્ટિસ એમ.આર. શાહ: અમે ખાસ કરીને નાનકડા ફટાકડાની આખેઆખી સેરો રાખવા પર રોક લગાવી હતી. પરંતુ દરેક ઉત્સવો, સમારંભો અને ચૂંટણીઓમાં જીત વખતે સૌથી વધુ આવા ટેટાની સેરો જ ફોડાય છે. આખરે તે આવે છે ક્યાંથી?
 • ફટાકડા કંપની તરફથી વકીલ દુષ્યંત દવે: પહેલા કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે, તેઓ ગ્રીન ફટાકડાના મામલામાં નહીં પડે. છતાં, કેન્દ્રએ પ્રોટોકોલ જારી કર્યો છે.
 • જસ્ટિસ શાહ: કંપનીઓ ફટાકડામાં બેરિયમ સોલ્ટનો ઉપયોગ કરે છે. તેઓ પકડાય છે, ત્યારે એવું કહીને બચવાનો પ્રયાસ કરે છે કે, આ ફટાકડા તો ગોદામમાં રખાયા હતા. તેઓ આવા પ્રતિબંધિત રસાયણો ધરાવતા ફટાકડા ગોદામોમાં રાખે છે કેમ?
 • ગોપાલ શંકરનારાયણ: સીબીઆઈ રિપોર્ટમાં અડધો ડઝન કંપનીઓને સૉલ્ટનો ઉપયોગ કરવા બદલ આરોપી બનાવાઈ છે, જેમાંથી એક પણ પાસે પીસીએસઓ એટલે કે પેસોનું પ્રમાણપત્ર નથી.
 • દુષ્યંત દવે: લોકો તહેવારો અને ખુશીના પ્રસંગે ફટાકડા ફોડે છે. તેથી તેના પર પ્રતિબંધ મુકાશે, તો અનેક લોકો બેરોજગાર થઈ જશે.
 • જસ્ટિસ શાહ: અમે કોઈ ઉજવણીના વિરોધમાં નથી. અમે પણ તહેવારો કે સારા પ્રસંગે ઉજવણી કરવા ઈચ્છીએ છીએ. પરંતુ આપણે એ જોવું જોઈએ કે, બીજાના જીવના જોખમે આવી ઉજવણી ના થઈ શકે. ઘોંઘાટ અને પ્રદૂષણ નહીં કરતા ફૂલઝડી જેવા ફટાકડાથી પણ ઉજવણી થઈ શકે છે. અમે ઘોંઘાટ કરતા ફટાકડાના વેચાણની મંજૂરી ના આપી શકીએ.
 • કોર્ટે ફટાકડા કંપનીઓની એફિડેવિટ મુદ્દે અરજદારને જવાબ રજૂ કરવા કહ્યું અને સુનાવણી 26 ઓક્ટોબર સુધી ટાળી દીધી.
અન્ય સમાચારો પણ છે...