ચુકાદો:કોઈ પણ ભારતીય પત્ની પોતાના પતિને અન્ય મહિલા સાથે જોઈ શકે નહીં: હાઈકોર્ટ

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આત્મહત્યા માટે ઉશ્કેરણી કેસમાં પતિના જામીન નામંજૂર

અલાહાબાદ હાઈકોર્ટે એક મહિલાની આત્મહત્યા મામલે પતિની અરજી ફગાવી દીધી છે. પતિએ નીચલી અદાલતના ચુકાદાને પડકારતાં હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેણે પત્નીને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી મુક્તિ આપવાની માગ કરી હતી. જસ્ટિસ રાહુલ ચતુર્વેદીની બેન્ચે જણાવ્યું હતું કે કોઈ પણ વિવાહિત મહિલા માટે આ સૌથી મોટો ઝાટકો હશે કે, તેનો પતિ અન્ય કોઈ મહિલા સાથે સંબંધ ધરાવે છે. તેમજ તે મહિલા સાથે લગ્ન કરવા માગે છે.

આવી વિચિત્ર પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની સમજદારીની અપેક્ષા રાખવી અશક્ય છે. વાસ્તવમાં આ મામલે પણ આમ જ થયું છે. ઉલ્લેખનીય છે કે, મૃતક મહિલાએ આત્મહત્યા કરતાં પહેલાં પતિ આરોપી સુશીલકુમાર અને તેના પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ સપ્ટેમ્બર, 2018માં ભારતીય દંડસંહિતાની કલમ 323, 494, 504, 506, 379 હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી.

તેણે આરોપ મૂક્યો હતો કે, આરોપી પહેલાંથી જ પરિણીત હતો અને બે બાળકોનો પિતા છે. પહેલી પત્નીને તલાક આપ્યા વિના જ તેણે ત્રીજાં લગ્ન કર્યા છે. લગ્ન બાદ પરિવારના અન્ય સભ્યોને આ મામલે જાણ થઈ તો તેમણે તેને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું.

પતિ-પત્ની બંને આધારસ્તંભ, એક પાયો ડગ્યો કે ઘર ધરાશાયી
દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે પતિ અને પત્ની પરિવારના બે આધારસ્તંભ છે. તેઓ સાથે મળીને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે અને દરેક પરિસ્થિતિમાં પરિવારને સંતુલિત કરી શકે છે. એક પણ સ્તંભ નબળો પડે કે તૂટી જાય તો આખું ઘર ધરાશાયી થઈ જાય. કોર્ટે પતિના વર્તનને લઈને પત્નીને છૂટાછેડા આપવા અંગે ફેમિલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવતા આ નિવેદન આપ્યું. કોર્ટે નોંધ્યું હતું કે, પતિ કોર્ટના વિવિધ આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...