• Gujarati News
  • National
  • No Hearse In Rewa, Madhya Pradesh Health System, Latest News And Updates, Madhya Pradesh Hindi News

દીકરીઓ ખાટલા પર લાવી માતાનો મૃતદેહ:80 વર્ષની મહિલા દર્દીને ના એમ્બ્યુલન્સ મળી, ના મોત પછી મળી શબવાહિની, 4 દીકરી ઉપાડીને ગામ લાવી

6 મહિનો પહેલા

મધ્યપ્રદેશના રિવા જિલ્લામાં 80 વર્ષની વૃદ્ધ મહિલાની તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલ લઈ જવા પરિવારજનોએ એમ્બ્યુલન્સ બોલાવી હતી. ઘણા કલાક રાહ જોયા પછી પણ એમ્બ્યુલન્સ ના આવી તો વૃદ્ધાની ચાર દીકરી તેમને ખાટલમાં જ ઊંચકીને સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ ગઈ હતી. ત્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યાં હતાં. ત્યાર પછી પણ તેમની મુશ્કેલીઓ ઓછી ના થઈ, કારણ કે એમ્બ્યુલન્સ પછી વૃદ્ધાને શબવાહિની પણ મળી નહીં. મજબૂરીમાં ચાર દીકરી વૃદ્ધાનો મૃતદેહ ખાટલા પર જ બે કલાકમાં 5 કિમી ચાલીને ગામ લાવ્યા હતા. તેમની સાથે એક નાનકડી બાળકી પણ હતી.

આ ઘટના રિવાના મહસુઆ ગામની છે. અહીં રહેતાં 80 વર્ષનાં વૃદ્ધા મોલિયા કેવટની તબિયત બગડતાં ચાર દીકરી તેમને લઈને રાયપુર કર્ચુલિયાન સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચી હતી. ત્યાં ડોક્ટર્સે તેમને તપાસીને મૃત જાહેર કરી હતી. ઘરના સભ્યોએ CHCમાં ડોક્ટર્સ પાસેથી શબવાહિનીની માહિતી લીધી, પરંતુ દરેક લોકોએ ના પાડી દીધી હતી. ત્યાર પછી વૃદ્ધાને ખાટલા પર જ ચાર દીકરી ઘરે લઈને આવી હતી. મૃતકની 5 દીકરી છે. મહિલાના પતિનું મોત પહેલાં જ થઈ ગયું છે. દીકરીઓને જ્યારે ખબર પડી કે માતા બીમાર છે ત્યારે તેઓ તેમને લઈને હોસ્પિટલ પહોંચી હતી.

રસ્તે જતા લોકોએ Video બનાવી વાઇરલ કર્યો
મૃતદેહ લઈને પરત ફરતી વખતે દીકરીઓને રસ્તામાં રાયપુર કર્ચુલિયાન પોલીસ સ્ટેશન પણ આવ્યું, પરંતુ કોઈએ તેમની મદદ ના કરી અને સિસ્ટમ તમાશો બનીને રહી ગઈ. અમુક બાઈક પર જતા લોકોએ તેમને ખાટલા પર મૃતદેહ લઈ જતા જોઈને પૂછપરછ પણ કરી હતી. અમુક લોકોએ વીડિયો બનાવીને અસલિયતનો વીડિયો વાઇરલ કર્યો હતો. દાવો છે કે રાયપુર કર્ચુલિયાન CHCમાં કોઈ શબવાહિની જ નથી. આ સંજોગોમાં લોકો જિલ્લા મુખ્યાલયના ભરોસે છે.

રાયપુર કર્ચુલિયાન CHCમાં કોઈ શબવાહિની જ નથી.
રાયપુર કર્ચુલિયાન CHCમાં કોઈ શબવાહિની જ નથી.

જિલ્લા મુખ્યાલયમાં માત્ર રેડક્રોસ શબવાહિની આપે છે
સ્વાસ્થ્ય વિભાગના એક મોટા અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે જિલ્લા મુખ્યાલયમાં માત્ર રેડક્રોસ જ શબવાહિની આપે છે. બાકીની કોઈ પણ જગ્યાએ મૃતદેહ લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નથી. માત્ર દર્દીઓને એમ્બ્યુલન્સ આપવી સરકારની જવાબદારી છે. મૃત્યુ પછી મૃતદેહ લઈ જવાની વ્યવસ્થા જાતે જ કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...