કેદારનાથ મંદિર પાછળ હિમસ્ખલન:કોઈ નુકસાન થયું નથી; વીડિયો જોઈને લોકોને 2013ની દુર્ઘટના યાદ આવી ગઈ

રૂદ્રપ્રયાગ2 મહિનો પહેલા
  • 2013માં પૂર દરમિયાન લગભગ 3 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથમાં ફસાયા હતા

કેદારનાથ મંદિરની પાછળ લગભગ 5 કિમી દૂર આવેલા ચૌરાબાડી ગ્લેશિયરમાં ગુરુવારે સાંજે 6:30 વાગ્યે હિમસ્ખલન થયું હતુ. જેનો વિડિયો સામે આવ્યો છે. જો કે, રુદ્રપ્રયાગના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર એનએસ રાજવારે કહ્યું કે તે સાધારણ હિમસ્ખલન હતુ. જો કે, કોઈપણ પ્રકારના નુકસાન થયાની જાણકારી સામે આવી નથી.

આ વીડિયો તીર્થયાત્રીઓએ જ રેકોર્ડ કર્યો હતો, જે હવે વાયરલ થયો છે. આ જોઈને લોકોને 10 વર્ષ પહેલાની કેદારનાથની વિનાશની ઘટના યાદ આવી ગઈ હતી.

2013માં કેદારનાથમાં વિનાશ સર્જાયો હતો

કેદારનાથથી માત્ર 2 કિમી દુર ચોરાબાડી તળાવ જે 400 મીટર લાંબુ, 200 મીટર પહોળુ અને 20 મીટર ઉંડુ હતુ, જે 10 મીનિ'માં ખાલી થઈ ગયું હતુ.
કેદારનાથથી માત્ર 2 કિમી દુર ચોરાબાડી તળાવ જે 400 મીટર લાંબુ, 200 મીટર પહોળુ અને 20 મીટર ઉંડુ હતુ, જે 10 મીનિ'માં ખાલી થઈ ગયું હતુ.

2013માં કેદારનાથમાં વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું હતું. આ પૂરને કારણે સમગ્ર ઉત્તરાખંડમાં 4190 લોકોના મોત થયા હતા. પૂર દરમિયાન લગભગ 3 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં ફસાયા હતા, જેમને બાદમાં આર્મી, એરફોર્સ અને નેવીના જવાનોએ બચાવી લીધા હતા.જો કે, તે પછી પણ 4 હજારથી વધુ લોકો ગુમ થયા હતા.

ચારધામ યાત્રાના રૂટ પર કચરો ઠાલવવાથી ફરી દુર્ઘટનાની શક્યતા વધી ગઈ છે

આ તસવીર કેદારનાથ તરફ જતા રસ્તાની છે. અહીં ઠેર-ઠેર કચરાના ઢગલા પડ્યા છે.
આ તસવીર કેદારનાથ તરફ જતા રસ્તાની છે. અહીં ઠેર-ઠેર કચરાના ઢગલા પડ્યા છે.

આ વર્ષે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઉત્તરાખંડના ચાર ધામની મુલાકાત લીધી છે. પરંતુ આ સંખ્યાની કેટલીક આડઅસર પણ જોવા મળી રહી છે, ખાસ કરીને પ્લાસ્ટિકની થેલીઓ અને રેપર, જે પર્યાવરણ માટે જોખમી છે. વૈજ્ઞાનિકો અને પર્યાવરણ નિષ્ણાતોની ચિંતા વધી છે. તેમનું કહેવું છે કે આનાથી પ્રદૂષણ અને કુદરતી આફતોનું જોખમ પણ વધી શકે છે.

પીએમ મોદીએ બાંધકામના કામોની સમીક્ષા કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બદ્રીનાથ અને કેદારનાથમાં ચાલી રહેલા પુનર્નિર્માણ કાર્યોની વર્ચ્યુઅલ સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી હાજર રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આવનારા સમયમાં કેદારનાથ અને બદ્રીનાથમાં ભક્તોની સંખ્યા ઝડપથી વધશે. તેથી કેદારનાથની આસપાસના સ્થળો પણ પ્રવાસીઓ માટે વિકસાવવા પડશે.

અન્ય સમાચારો પણ છે...