કોરોના વચ્ચે શિક્ષણ અંગે નિર્ણય:બાળકોની જિંદગી સાથે રમત નહીં, તમિલનાડુમાં સ્કૂલો નહીં જ ખૂલે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • તમિલનાડુ સરકારે 16 નવેમ્બરથી સ્કૂલો ખોલવાનો નિર્ણય પાછો ખેંચ્યો

તમિલનાડુ સરકારે 16 નવેમ્બરથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ફરી ખોલવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. રાજ્ય સરકારે કોરોના મહામારીથી બચવા માટેના સુરક્ષાના નિયમોના અમલ સાથે ધોરણ 9થી 12 માટે સ્કૂલો ફરી ખોલવાની લગભગ બે અઠવાડિયા અગાઉ જાહેરાત કરી હતી પરંતુ કોરોનાના વધતા સંક્રમણ અને વાલીઓના આગ્રહના કારણે સરકારે રાજ્યની સ્કૂલો હાલ પૂરતી બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકારે કહ્યું કે વાલીઓ પાસેથી મળેલા ફીડબેકના ‌વિશ્લેષણ બાદ સરકારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો-હોસ્ટેલો ફરી ખોલવાનો નિર્ણય પાછો ખેંચવાનું નક્કી કર્યું છે. સ્કૂલો ફરી ખુલવાની નવી તારીખ કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ જાહેર કરાશે.

સરકારે કહ્યું કે કેટલીક સ્કૂલોના વાલીઓ સ્કૂલો ફરી ખુલે તે માટે રાજી હતા પણ કેટલાક કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને તેની વિરુદ્ધ હતા. છેવટે સૌના અભિપ્રાય ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સ્કૂલ-કોલેજો 16 નવેમ્બરથી નહીં ખોલવાનું નક્કી કર્યું છે.

મ.પ્ર.માં ધો.8 સુધીના વર્ગ 30મી સુધી બંધ
મધ્યપ્રદેશમાં ધો.1થી 8 સુધીના વર્ગ 30 નવેમ્બર સુધી બંધ રહેશે. શિક્ષણ વિભાગે ગુરુવારે સાંજે આ અંગેના આદેશ કર્યા હતા. કેન્દ્ર સરકારે અનલૉક-5ની ગાઈડલાઈનમાં 15 ઓક્ટોબરથી શાળા શરૂ કરવાનું કહ્યું હતું પરંતુ તેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર પર છોડ્યો હતો. જોકે ધો.9થી 12 સુધીના વર્ગ પહેલાના આદેશની જેમ ચાલશે.

અન્ય સમાચારો પણ છે...