તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ એની ચરમસીમાએ પહોંચી ગયું છે. એવામાં સરકાર કોરોના મહામારી પર પ્રતિબંધ લગાવવા કડક પગલાં ઉઠાવી રહી છે, જેથી સ્થાનિક પ્રવાસી મજૂરોમાં ગત વર્ષની જેમ ઓચિંતા લોકડાઉનનો ભય ઘર કરી ગયો છે. રાજ્યના વિવિધ વિસ્તારો સહિત મુંબઈથી પ્રવાસી મજૂરો પાછા પોતાના વતન તરફ જવા નીકળી પડ્યા છે. મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર અત્યારે પગ મૂકવાની પણ જગ્યા નથી. લોકો જનરલ કોચમાં એકબીજા ઉપર બેસીને યાત્રા કરી રહ્યા છે. પુણે અને નાગપુરમાં પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આ પ્રમાણેની બેદરકારીભરી મુસાફરી સુપરસ્પ્રેડર બની શકે છે. ભાસ્કરે આવી પરિસ્થિતિ સર્જાતાં LTT સ્ટેશન પહોંચીને જાણ્યું હતું કે શું લોકોમાં કોરોનાથી વધુ ભય લોકડાઉનનો છે?
Given the huge number of passengers, we are not in position to ask for COVID-negative certificate: Rly Board chairman
— Press Trust of India (@PTI_News) April 9, 2021
LTT સ્ટેશન પર જનરલ કોચમાં ક્ષમતાથી બમણા યાત્રીઓ સવાર હતા. તેઓ ટ્રેનમાં સરખી રીતે ઊભા રહે એટલી પણ જગ્યા નહોતી જણાઈ. મોટા ભાગે લોકોએ તેમના ચહેરા માસ્ક અને કાપડથી ઢાંક્યા હતા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહોતું કરાયું. સીટ અને ફ્લોર પર જગ્યા ના મળી તો લોકો છાપરા પર ચાદર પાથરીને પણ બેસી ગયા હતા. ગોરખપુર જઈ રહેલી ટ્રેનમાં લોકો બહાર ટીંગાઈને પણ સફર કરવા માટે રાજી થઈ ગયા હતા. તેવામાં જ્યારે રેલવે વિભાગને આ અંગે જાણ થઈ ત્યારે તેણે હાથ ઊંચા કરી દીધા હતા. રેલવે બોર્ડના ચેરમેને આ અંગે કહ્યું હતું કે મુસાફરોની સંખ્યાને જોતાં, અમે કોવિડ- નેગેટિવ પ્રમાણપત્ર માંગવાની સ્થિતિમાં નથી. લોકોની ભીડને જોતા સંક્રમણ વધવાના સવાલો પર આ પ્રમાણેની ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા.
યાત્રીઓએ આ ખતરનાક સફરની સચ્ચાઈ જણાવી
લખનઉ જઈ રહેલા પરવેઝ આલમે કહ્યું હતું કે લોકડાઉનની આશંકાઓને પગલે રોજગારી છીનવાઈ ગઈ છે, અહીં શું કરીશું હવે. સંક્રમણની પ્રથમ લહેરમાં UPના યાત્રી રામેશ્વર ફરીથી મુંબઈ આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેટલાક દિવસો પહેલાં જ મને એક પ્રાઈવેટ કપડાં બનાવતી ફેક્ટરીમાં કામ મળ્યું હતું, પરંતુ લોકડાઉનને પગલે 4 દિવસ પહેલાં માલિકે મને કામથી નિકાળી દીધો હતો, જેથી હવે હું મારા વતન પરત ફરી રહ્યો છું. UP જઈ રહેલા સર્વેશે કહ્યું હતું કે ગત વર્ષની જેમ પગપાળા જવા કરતાં સારું છે કે 30-35 કલાક આ ટ્રેનમાં સફર કરી લઉં.
ભીડ પાછળ UPની પંચાયતની ચૂંટણી પણ એક કારણ
લાંબી સફર ખેડવાની ટ્રેનમાં વધતા જતા પ્રવાસીઓની સંખ્યાનું બીજું મોટું કારણ યુપીમાં પંચાયતી ચૂંટણીનું પણ હોઈ શકે છે. લોકો તેમની પસંદના સત્તાધીશને મત આપવા માટે પોતાના ગામ પરત ફરી રહ્યા હોય તેવું પણ બની શકે છે. હાલ યુપીમાં 14થી 28 એપ્રિલ સુધી મતદાન યોજાવા જઈ રહ્યું છે. આ જ કારણ છે કે યુપી-બિહારની ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ પણ લાંબું છે.
કોંગ્રેસના નેતાએ કહ્યું- આ મજૂરો બીજાં રાજ્યોમાં પણ કોરોના ફેલાવશે
કોંગ્રેસના નેતા સંજય નિરુપમ LTT સ્ટેશને પહોંચ્યા હતા. તેમણે લોકોને સમજાવ્યા પણ હતા. સંજયે કહ્યું હતું કે લોકોમાં લોકડાઉનનો ભય છે. આ ટ્રેનમાં જે ભીડ જઈ રહી છે એનાથી બીજાં રાજ્યોમાં પણ કોરોનાનું સક્રમણ ફેલાઈ શકે છે. શું આ લોકો પાછા આવશે ત્યારે કોરોના ભાગી ગયો હશે? મજૂરો પર લોકડાઉન એેક આફત બનીને આવ્યું છે, તે બેરોજગાર થઈ ગયા છે. સરકાર જેમ બને એમ જલદી લોકડાઉનના નિર્ણયને પાછો ખેંચે.
રેલવેની અપીલ- અફવાઓથી ડરવાની જરૂર નથી
આટલી બધી ભીડ જોઈને રેલવેએ યાત્રીઓને અપીલ કરી હતી કે ટ્રેનામાં બુકિંગને લઈને ચાલતી અફવાઓ પર ભરોસો ના કરો. રેલવે ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓ માટે સ્પેશિયલ ટ્રેન ચલાવતી જ હોય છે. મહામારીને ધ્યાનમાં રાખીને આ પ્રમાણે ભીડ ના કરો. ટ્રેન છૂટે એની 90 મિનિટ પહેલાં જ સ્ટેશન પર આવો અને કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરો.
લોકડાઉન પછી ટ્રેનને કોવિડ ગાઈડલાઈન પ્રમાણે ચલાવાઈ રહી છે, જેથી જનરલ કમ્પાર્ટમેન્ટમાં પણ રિઝર્વેશન ટિકિટ વગર યાત્ર કરવાની પરવાનગી આપવામાં આવતી નથી.
પુણેમાં પણ યાત્રીઓનું ઘોડાપૂર
પુણેમાં પણ છેલ્લા 2 દિવસથી રેલવે સ્ટેશનમાં પગ મૂકવાની પણ જગ્યા નથી રહેતી. UP-બિહાર અને ઉત્તર ભારત તરફ પ્રયાણ કરતી તમામ ટ્રેનો ખીચોખીચ ભરેલી જણાય છે. પુણેના PRO મનોજ ઝવરે જણાવ્યું હતું કે અમે માત્ર કન્ફર્મ ટિકિટવાળાઓને જ સ્ટેશનમાં પ્રવેશવા દઈએ છીએ, એટલે જ સ્ટેશનોની બહાર ભીડ જણાઈ રહી છે. પુણેમાં પણ કેટલીક સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઈ છે, પરંતુ એ પણ ફુલ જઈ રહી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.