તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • No Escape Of Workers From Chakan, The Country's Largest Automobile Hub, In The Second Wave Of Corona

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:કોરોનાની બીજી લહેરમાં દેશના સૌથી મોટા ઓટોમોબાઈલ હબ ચાકણમાંથી મજૂરોનું પલાયન નહીં

પુણે7 દિવસ પહેલાલેખક: મંગેશ ફલ્લે
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં દરરોજ કોરોનાના 50 હજાર દર્દી મળી રહ્યા છે, જે 14 મહિનાના કોરોનાકાળમાં રાજ્યનો સૌથી મોટો આંકડો છે. એટલે અહીં આંશિક લૉકડાઉનની સ્થિતિ છે. તેમ છતાં દેશના સૌથી મોટા ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ ચાકણમાંથી મજૂરો ગયા વર્ષની જેમ પાછા નથી જઈ રહ્યા. કંપનીઓએ ગયા વર્ષના લૉકડાઉનમાંથી બોધપાઠ લેતાં મજૂરોને તકલીફ ન પડે તેવાં પગલાં લીધાં છે.

કંપનીઓ શ્રીમિકો માટે રસીકરણ કરાવવાની સાથે જ તેમના રહેવાની વ્યવસ્થા, કામ બંધ થવાની સ્થિતિ આવતાં જમવાની વ્યવસ્થા અને ક્વોરેન્ટાઈન સેન્ટર જેવી વ્યવસ્થા કરી રહી છે. પુણેની નજીકના ઔદ્યોગિક કેન્દ્ર ચાકણની દેશના કુલ ઓટોમોબાઈલ પ્રોડક્શનમાં 40% ભાગીદારી છે. ગયા વર્ષે લૉકડાઉનને કારણે બે લાખ મજૂર ચાકણથી યુપી, બિહાર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ વગેરે શહેરોમાં પાછા ગયા હતા.

ત્યારપછી તેમને પાછા લાવવા કંપનીઓને ઘણી મહેનત કરવી પડી હતી. આ કારણે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને સંપૂર્ણ ક્ષમતા સાથે કામ શરૂ કરવામાં મોડું થયું હતું. મરાઠા ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર (મકિયા)ના પ્રેસિડન્ટ સુધીર મહેતા કહે છે કે, ગયા વર્ષે સ્થિતિને અમે સારી રીતે સમજી શક્યા ન હતા, એટલે પલાયન થયું. જોકે આ વખતે અમે એવું થવા દઈશું નહીં. જો આગામી દિવસોમાં કામ થોડા સમય માટે બંધ પણ થઈ જશે, તો પણ અમે મજૂરોના અહીં રહેવા અને ખાવા-પીવાની વ્યવસ્થા કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો