• Gujarati News
  • National
  • No Dry Land Was Found For Burial In The Flood hit Village Of Mahisaut; The Cremation Had To Be Done In The Barn

બિહારના દરભંગામાં માંચડા પર અંતિમસંસ્કાર:પૂરથી ઘેરાયેલા મહિસૌત ગામમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે સૂકી જમીન પણ ના મળી; અનાજ રાખવાની કોઠીમાં કરવો પડ્યો અગ્નિસંસ્કાર

દરભંગા(બિહાર)એક વર્ષ પહેલા
  • ગામના લોકોની મદદથી મૃતદેહની અંતિમ પરિક્રમા હોડી દ્વારા કરવામાં આવી હતી

બિહારમાં આવતા વારંવાર પૂરના લીધે લોકોનું જન-જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. દરભંગામાં પૂર અને વરસાદ એટલી હદે વધી ગયા છે કે ત્યા હવે સૂકી જમીન જ નથી વધી. ચારેય બાજૂ પાણીએ વિનાશ સર્જ્યો છે. કુશેશ્વરસ્થાનનાં મહિસૌત ગામમાં એક વ્યક્તિનાં મોત પછી મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવા માટે સ્મશાનમાં માંચડો બનાવો પડ્યો. તેના પર ચિત્તા સજાવવામાં આવી. અંતિમ સંસ્કારની વિધીમાં પરિક્રમા માટે છોકરાઓેએ હોડીનો સહારો લેવો પડ્યો.

મળેલી માહિતી અનુસાર, ગામમાં શિવની યાદવની લાંબી બિમારી પછી મોત થઇ હતી. સ્મશાન ઘાટમાં પાણી ભરાયેલ હતું. તેવામાં પહેલા મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા માટે કોઇ બીજી જગ્યાની શોધ કરવામાં આવી, પરંતુ આખા ગામમાં પાણી ભરાઇ ગયુ હતું. તેના પછી ગામના લોકોએ સ્મશાન ઘાટમાં જ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.

અંતિમ સંસ્કાર માટે વાંસનો માંચડો, માટીની કોઠી
પાણીમાં ડૂબેલા સ્મશાનમાં વાંસનો માંચડો બનાવ્યો હતો. માંચડા પર આગ લગાવવા માટે ઘરમાં અનાજ ભરવા માટે ઉપયોગમાં આવતી માટીની કોઠીનો ઊપયોગ કરવામાં આવ્યો. માટીથી બનેલી આ કોઠી પર મૃતદેહ મૂકીને ચિત્તાને અગ્નિ આપવામાં આવી. ગામના લોકોની મદદથી મૃતદેહની અંતિમ પરિક્રમા હોડીથી કરવામાં આવી હતી. ત્યાર પછી શિવનીના પુત્ર રામપ્રતાપે પિતાને મુખાગ્ની આપી.

સરકારી અધિકારીએ કહ્યુ- અમે શુ કરી શકીએ?
ગામમાં મૃતદેહને અગ્ની સંસ્કાર આપવા માટે પણ જમીનની ઘટનાને સરકારી ઓફિસર સામાન્ય ગણે છે. કુશેશ્વરસ્થાન પૂર્વના સીઓ ત્રિવેણી પ્રસાદ આ ઘટનાની જાણકારી ન હોવાની વાતો કરે છે, પરંતુ તેમણે તે ઘટના મુદ્દે કહી દીધુ કે અમે શુ કરી શકીએ?

ગામમાં 500થી વધુ ઘરો પાણીમાં ડૂબી ગયા છે
ગામમાં 500થી વધુ ઘરો પાણીમાં ડૂબી ગયા છે

બિહારમાં પૂરથી ભારે તારાજી, સેંકડો ઘર ડુબ્યા
મુજફ્ફરપુરમાં બૂઢી ગંડક નદી ખતરાના સ્તરથી ઊપર વહી રહી છે. બડગામમાં 500 થી વધુ ઘર પાણીમાં ડૂબી ગયા છે. જોકે ગામને પૂરથી બચાવા માટે સરકારે ડેમ બનાવ્યો હતો,પરંતુ ગયા વર્ષે પાણીના દબાણથી ડેમ તૂટી ગયો હતો અને ભારે તારાહી મચી હતી. આ વર્ષે ડેમનુ રીપેરીંગ યોગ્ય રીતે ન થવાથી તૂટી ગયેલા ડેમથી પાણી આખા ગામમાં ફેલાઇ ગયુ હતુ અને ભારે નુકશાન થઇ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...