તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Center Claims That Not A Single Death Has Been Reported Due To Lack Of Oxygen In The Country; Reality Every Day During The Second Wave The News Of Death Due To This Was Coming

ઓક્સિજનની અછતથી મૃત્યુનું સત્ય:બીજી લહેર દરમિયાન ભાસ્કર ડિજિટલ પર આવ્યા હતા આ 5 સમાચાર, જે પોતે ઓક્સિજનની અછતથી મૃત્યુ થયાની સાક્ષી છે

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 12 દર્દીઓના મૃત્યુ થયા હતા
  • જયપુરની ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 20 લોકોના મૃત્યુ થયા હતા

કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું કે કોરોનાની બીજ લહેર દરમિયાન દેશમાં કોઈનું પણ મૃત્યુ ઓક્સિજનની અછતથી થયુ નથી. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રિપોર્ટ મુજબ ઓક્સિજનની અછતથી દેશમાં કોઈ પણ દર્દીનું મૃત્યુ થયુ નથી.

સરકારના નિવેદન પછી સમગ્ર દેશમાં બબાલ થઈ ગઈ. વિપક્ષે તો સરકારને કોર્ટરૂમમાં ઉભી કરવાની માંગ કરી. જોકે આ અંગે બબાલ થાય તે સ્વાભાવિક છે, કારણ કે કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતને લઈને સમગ્ર દેશમાં હાહાકાર થયો હતો. રોજ હોસ્પિટલના અછતના સમાચાર આવી રહ્યાં હતા.

એવી હોસ્પિટલમાં પણ ઓક્સિજનની અછત થઈ, જ્યાં મોટા પ્રમાણમાં કોરોનાના દર્દી દાખલ થયા હતા. દિલ્હીમાં ઓક્સિજનની અછતનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો. સુનાવણી દરમિયાન કોર્ટને એક હોસ્પટલમાં ઓક્સિજનની અછતથી મૃત્યુ થયા હોવાની માહિતી આપવામાં આવી. અમે આવી કેટલીક ઘટનાઓ વિશે જણાવી રહ્યાં છે, જેમાં શરૂઆતમાં જ ઓક્સિજનની અછતને કારણ ગણાવવામાં આવી હતી...

1. દિલ્હીઃ બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 12 દર્દીઓના મૃત્યુ થયા
કોરાનાની બીજી લહેરની વચ્ચે દિલ્હીમાં એક મેના રોજ ઓક્સિજનની અછત પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન રાજધાનીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 12 કોરોનાના દર્દીઓના મૃત્યુ થયા હતા. સુનાવણી દરમિયાન હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું કે એક કલાકથી વધુ સમય સુધી ઓક્સિજનનો સપ્લાઈ ન હતો, આ કારણે 8 કોરોનાના દર્દીઓના મૃત્યુ થયા. મૃત્યુ પામનારાઓમાં ડોક્ટર પણ સામેલ છે. હોસ્પિટલમાં 307 દર્દીઓ દાખલ છે. તેમાંથી 230 ઓક્સિજન સપોર્ટ પર છે. થોડીવાર પછી બત્રા હોસ્પિટલના MD ડો. એસસીએલ ગુપ્તાએ ટીવી ચેનલના 12 પત્રકારોને મૃત્યુની માહિતી આપી.

2. દિલ્હીઃ ગોલ્ડન હોસ્પિટલમાં 20 મૃત્યુ
24 એપ્રિલે જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 20 લોકોના મૃત્યુ થયા હતા. હોસ્પિટલના ડો. ડી કે બલુજાએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલ સરકાર તરફથી ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે પણ આગામી બેથી અઢી કલાક સુધી ચાલશે. અમારે વધુ ઓક્સિજનની જરૂરિયાત છે.
તેના એક દિવસ પહેલા ગંગારામ હોસ્પિટલમાં 25 દર્દીઓના ઓક્સિજનની અછતથી મૃત્યુ થયા હતા. જોકે પછીથી હોસ્પિટલ પ્રશાસને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ દર્દીઓની સ્થિતિ ઘણી ગંભીર હતી. ઓક્સિજનની અછતના કારણે તેમના મૃત્યુ થયા નથી.

3. મધ્યપ્રદેશઃ શહડોલમાં 12, ભોપાલમાં 10, જબલપુરમાં 5 અને ગ્વાલિયરમાં 3ના મૃત્યુ થયા
કોરોનાની ખરાબ થઈ રહેલી સ્થિતિની વચ્ચે ઓક્સિજનની અછતથી સૌથી વધુ નુકસાન મધ્યપ્રદેશને ઉઠાવવું પડ્યું. અહીં અલગ-અલગ દિવસે શહડોલમાં 12, ભોપાલમાં 10, જબલપુરમાં 5 અને ગ્વાલિયરમાં 3 લોકોના મૃત્યુ ઓક્સિજનની અછતથી થવાના સમાચાર આવ્યા હતા. જોકે પછીથી પ્રશાસને મૃત્યુ ઓક્સિજનની અછતથી થયું હોવાની વાતથી ઈન્કાર કર્યો હતો.

આગલા દિવસે એટલે કે 19 એપ્રિલે ઓક્સિજનની અછતથી ભોપાલના પીપલ્સ મેડિકલ કૉલેજમાં સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે 10 કોરોનાનાં દર્દીઓના મોત થયા હતા. તે દરેક દર્દી ડી વોર્ડના કોવિડ-વોર્ડમાં દાખલ હતા. સવારે અચાનક ઑક્સિજન સપ્લાઇનું પ્રેશર ઓછુ થયુ અને ICUમાં દાખલ દર્દીને ઘભરામણ થવા લાગી. આ જોઇને વોર્ડમાં ઉથલપાથલ મચી ગઇ. કેટલીક નર્સોએ પરિચિત દર્દીઓના પરીવારજનોને સૂચના આપી અને તેઓ ડી-બ્લોકના ગેટ પર આવી પહોચ્યા. ત્યા તાળુ લાગેલુ હતુ તેઓએ બૂમો પાડી કે ઓક્સિજન પૂરુ થઇ ગયુ છે, અમને અંદર જવા દો. જો કે હોસ્પિટલ મેનેજમેન્ટ આવી કોઇજ ઘટના બની હોવાની ના પાડે છે.

4. આંધ્ર પ્રદેશ:TDPનો દાવો- રાજ્યમાં આવી 30 મોત
આંધ્ર પ્રદેશમાં ઑક્સિજનની અછતના કારણે ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના પ્રવક્તા કે. પટ્ટબીરામે આ દાવો કર્યો હતો કે તિરૂપતિની રઇયા હોસ્પિટલમાં એક જ ઘટનામાં 30 થી વધુ લોકોનાં મોત થયાં છે. વિજયનગરમાં કુર્નૂલ અને ઘણા વિસ્તારોમાં, ઓક્સિજનના અભાવને કારણે કોરોના સંક્રમીતોની મોત થઇ હતી. આનું મોટું કારણ કેન્દ્ર સરકારની સમયસર હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય કરવામાં નિષ્ફળતા છે.

5. કર્ણાટક: ચામરાજનગરમાં ઑક્સિજનની અછતથી 24ના મોત
કર્ણાટકની ચામરાજ નગર જિલ્લા હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. તેમાં 23 કોરોના સંક્રમિતો અને અન્ય રોગથી પીડાતા દર્દીઓનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવ્યું હતું કે મોત ઓક્સિજનના અભાવ અને અન્ય કારણોસર થયું છે, પરંતુ જિલ્લા વહીવટીતંત્રે ઓક્સિજનની અછતના કારણે આ બન્યુ હોય તેને નકારી કાઢ્યું હતું.