• Home
  • National
  • No Chinese company will now be able to participate in road projects in India

કેન્દ્રનો ચીન વિરુદ્ધ મોટો નિર્ણય / ભારતમાં ચીનની કંપનીઓને ધોરીમાર્ગોના પ્રોજેક્ટોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકાયો

નીતિન ગડકરીએ ભારતમાં ચીનની કંપનીઓ માર્ગ પ્રોજેક્ટોમાં ભાગ નહીં લઈ શકવાની જાહેરાત કરી છે
X

  • સરકારના આ નિર્ણયથી ભારતની સ્થાનિક કંપનીઓને લાભ થશે
  • લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (MSME)માં પણ ચીનના રોકાણને અટકાવવામાં આવશે
  • ચીનની કોઈ કંપની સંયુક્ત સાહસના માર્ગે કોઈ પ્રોજેક્ટમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે તો તે પણ અટકાવાશે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 08:30 PM IST

ભારત-ચીન વચ્ચે સીમા વિવાદની સ્થિતિમાં ભારત સરકારનું ચીન પ્રત્યેનું કડક વલણ ધરાવતા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સરકારે ચીન સામે આર્થિક મોરચે અનેક કઠોર પગલાં ભરવાની શરૂઆત કરી છે. ચીનની 59 જેટલી એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે બુધવારે કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ તેમના મંત્રાલયના એક મોટા નિર્ણયની આજે જાહેરાત કરી છે.

MSME સેક્ટરમાં ચીનના રોકાણને પણ અટકાવવામાં આવશે
ગડકરીએ કહ્યું છે કે ભારતમાં હવે ચીનની કંપનીઓ ધોરીમાર્ગોને લગતી પરિયોજનાઓમાં ભાગ લેવા માટે મંજૂરી નહીં અપાય અને જો ચીનની કોઈ કંપની સંયુક્ત સાહસ (Joint venture)ના માર્ગે પણ કોઈ પ્રોજેક્ટમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરશે તો તે પણ અટકાવવામાં આવશે. આ ઉપરાંત સરકાર એ બાબત પણ સુનિશ્ચિત કરશે કે લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (MSME)માં પણ ચીનના રોકાણને અટકાવવામાં આવશે.

ભારતીય કંપનીઓની પ્રોજેક્ટમાં ભાગ લેવાની યોગ્યતા વિસ્તારવામાં આવશે
માર્ગ પરિવહન, ધોરીમાર્ગ અને MSME પ્રધાને એમ પણ કહ્યું હતું કે ચીનની કંપનીઓ પર પ્રતિબંધ લગાવવાથી અને ભારતીય કંપનીઓની ધોરીમાર્ગ યોજનાઓમાં ભાગીદારી માટે તેમની યોગ્યતા માપદંડનું વિસ્તરણ કરવા માટે નિયમોમાં છૂટછાટ આપવાને લગતી નીતિ તૈયાર કરવામાં આવશે. વર્તમાન સમયમાં કેટલીક યોજના ઘણા સમય અગાઉ શરૂ કરવામાં આવી હતી તેમા ચીનની કેટલીક કંપનીઓ ભાગીદાર તરીકે સામેલ છે તે અંગે પૂછવામાં આવતા પ્રધાને કહ્યું કે નવો નિયમ હાલના અને ભવિષ્યના અરજદાર કે બિડને લાગુ કરવામાં આવશે.

ભારત-ચીન વચ્ચે સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે હવે કેન્દ્ર્ સરકારે આર્થિક મોરચે અનેક પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ બુધવારે કેન્દ્રીય માર્ગ પરિવાહન, ધોરીમાર્ગ તથા MSME બાબતના પ્રધાન નીતિન ગડરી તરફથી આ મોટી જાહેરાત કરવામાં આવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી