અર્પિતાના ઘરેથી મળ્યાં સેક્સ ટોય:પાર્થની મજાક ઉડાવતાં એક્ટ્રેસ શ્રીલેખાએ કહ્યું, ઉંમર No Bar, કાસ્ટ No Bar, સેક્સ બાર બાર

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
અર્પિતાના ફ્લેટમાંથી સેક્સ ટોય મળવાના સમાચાર બાદ બંગાળી અભિનેત્રી શ્રીલેખા મિત્રાએ આ સમાચારનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. (આ તસવીર શ્રીલેખા મિત્રાની છે.) - Divya Bhaskar
અર્પિતાના ફ્લેટમાંથી સેક્સ ટોય મળવાના સમાચાર બાદ બંગાળી અભિનેત્રી શ્રીલેખા મિત્રાએ આ સમાચારનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. (આ તસવીર શ્રીલેખા મિત્રાની છે.)
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સર્ચ દરમિયાન EDને આ સેક્સ ટોય મળ્યાં હતાં

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) બંગાળમાં શિક્ષક ભરતીકૌભાંડમાં જુદા જુદા એંગલથી તપાસ કરી રહી છે. આ દરમિયાન પાર્થ ચેટર્જીના નજીકનાં મિત્ર અર્પિતા મુખર્જીના ફ્લેટમાંથી 50 કરોડની રોકડ અને સોનાના દાગીના ઉપરાંત કેટલાંક સેક્સ ટોય પણ મળ્યાં છે. અભિનેત્રી શ્રીલેખા મિત્રાએ આ અંગે કટાક્ષ કર્યો છે.

અહેવાલો અનુસાર, EDના દરોડા દરમિયાન અર્પિતાના ફ્લેટમાંથી સોના અને હીરાની વીંટી પણ મળી હતી, જેમાં અંગ્રેજી અક્ષર 'P' બનેલો છે.
અહેવાલો અનુસાર, EDના દરોડા દરમિયાન અર્પિતાના ફ્લેટમાંથી સોના અને હીરાની વીંટી પણ મળી હતી, જેમાં અંગ્રેજી અક્ષર 'P' બનેલો છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતીકૌભાંડમાં જુદા જુદા એંગલથી તપાસ કરી રહી છે. દરમિયાન અર્પિતા મુખર્જીના ફ્લેટમાંથી 50 કરોડ રૂપિયાની રોકડ અને સોનાના દાગીના ઉપરાંત EDને બે સેક્સ ટોય પણ મળ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સર્ચ દરમિયાન EDને આ સેક્સ ટોય મળ્યાં હતાં. જોકે આ સેક્સ ટોય્સ કોણે ખરીદ્યાં છે એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આનાથી ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે ફ્લેટ અર્પિતાનો હતો ત્યારે તે એનો ઉપયોગ કરતી હતી કે કેમ કે પછી એ ફ્લેટમાં બીજું કોઈ રહેતું હતું?

સમાચારમાં આગળ વધતાં પહેલાં આ પોલમાં સામેલ થઈએ...

અભિનેત્રીએ અર્પિતા અને પાર્થની મજાક ઉડાવી
અર્પિતાના ફ્લેટમાંથી સેક્સ ટોય મળવાના સમાચાર બાદ બંગાળી અભિનેત્રી શ્રીલેખા મિત્રાએ આ સમાચારનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. આ સાથે તેણે ટ્વીટ કરતાં લખ્યું- 'અરે! શું પાર્થબાબુ ઈચ્છા રાખી શકતા નથી? ઉંમર નો બાર, કાસ્ટ નો બાર, સેક્સ બાર બાર. શું પાર્થ નિષ્ફળ રહ્યા? દેશ જાણવા માગે છે.

અર્પિતાના ફ્લેટમાંથી મળી આવી વસ્તુઓ
અહેવાલો અનુસાર, દરોડા દરમિયાન અર્પિતાના ફ્લેટમાંથી સોના અને હીરાની વીંટી પણ મળી આવી હતી, જેમાં અંગ્રેજી અક્ષર 'P' બનેલો છે. આ ઉપરાંત ચાંદીની વાટકી પણ મળી આવી છે. એવું માનવામાં આવે છે કે બંગાળી સમાજમાં નવા પરિણીત યુગલને ચાંદીનો વાટકો આપવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વાટકામાં દીવો પ્રગટાવવો આવનારી પેઢી માટે સારું છે. જોકે પતિને છોડીને ચાલી ગયેલી અર્પિતાના ફ્લેટમાંથી આ બધી વસ્તુઓ મળી આવતાં આશ્ચર્ય સર્જાયું છે.

શું છે સમગ્ર મામલો

EDએ પાર્થ ચેટર્જી અને તેની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીનાં અલગ-અલગ ઘરો પર દરોડા પાડ્યા હતા. એમાં અર્પિતાના ઘરેથી નોટોનો ઢગલો મળી આવ્યો હતો. પહેલા ઘરમાંથી 21 કરોડ અને બીજા ઘરમાંથી 29 કરોડ રૂપિયા. આ ઉપરાંત 4 કરોડ રૂપિયાના દાગીના અને 20 મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. હાલ અર્પિતા અને પાર્થ EDની કસ્ટડીમાં છે અને બંનેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

શું છે શિક્ષક ભરતીકૌભાંડ

  • 2016માં પશ્ચિમ બંગાળના શાળા સેવા આયોગ (SSC) એ શિક્ષકોની ભરતી માટે એક પરીક્ષા હાથ ધરી હતી. 2017માં જ્યારે તેનું પરિણામ આવ્યું ત્યારે સિલિગુડીની બબીતા ​​સરકારનું નામ ટોપ-20માં હતું. આ પછી કમિશને આ યાદી રદ કરી દીધી.
  • બાદમાં કમિશને એક નવી યાદી બહાર પાડી જેમાં બબીતા ​​કરતાં 16 ઓછા માર્ક્સ મેળવનાર અંકિતા અધિકારીનું નામ ટોપ પર હતું. અંકિતા મંત્રી પરેશ અધિકારીની પુત્રી છે. તેની સામે બબીતા ​​અને કેટલાક લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા.
  • સીબીઆઈએ આ કેસમાં પાર્થ ચેટર્જીની પૂછપરછ કરી હતી, કારણ કે 2016માં તેઓ એજ્યુકેશન મિનિસ્ટર હતા. બાદમાં પૈસાની હેરાફેરીના કારણે આ કેસમાં EDની એન્ટ્રી થઈ હતી. EDએ પાર્થ ચેટર્જી અને તેના નજીકના સહયોગીઓના ઘરે દરોડા પાડ્યા હતા.