• Gujarati News
  • National
  • No Ambulance Found In Morena; The Father Was Wandering, The Eldest Son Was Flying Flies Over The Corpse

2 વર્ષના ભાઈનો મૃતદેહ ખોળામાં લઈને બેઠેલો માસૂમ:મુરેનામાં એમ્બ્યુલન્સ મળી નહીં; પિતા ભટકતા રહ્યા, મોટો દીકરો મૃતદેહ પરથી માખીઓ ઉડાડી રહ્યો હતો

મુરેના3 મહિનો પહેલા
  • હાથમાં રૂપિયા નહતા ત્યારે તંત્રએ પણ પિતાને ખાલી હાથ બતાવ્યા હતા.
  • જેમણે પણ આ દ્રશ્ય જોયું તેમનું કાળજું કાંપી ગયું હતું.

મધ્યપ્રદેશનાં મુરેનામાં એક 8 વર્ષનો માસૂમ પોતાના 2 વર્ષના ભાઈના મૃતદેહને ખોળામાં લઈને બેઠો હતો. સફેદ કપડાથી ઢંકાયેલો મૃતદેહ પર માખીઓ ગણગણી રહી હતી. મોટો ભાઈ માખીઓ ઉડાડતો અને પછી મદદની આશાએ આમ-તેન જોતો હતો. આ બધું દોઢ કલાક ચાલ્યું. તેમના નાના ભાઈના મૃત્યુથી તે દુખી છે. નાનકડાં એવા ખોળામાં ભાઈનાં મૃતદેહનાં વજનનો સૌથી મોટો ભાર છે. જેમણે પણ આ દ્રશ્ય જોયું તેમનું કાળજું કાંપી ગયું હતું.

આ દર્શ્ય પાછળ પણ એક દર્દનાક કહાની છે. બાળકોના પિતા પોતાના ગામની ધરતીમાં પુત્રના મૃતદેહને દફન કરવા અંબાહ લઈ જવા માટે એમ્બ્યુલન્સ મેળવવા માટે ભટકતા રહ્યા હતા. જ્યારે તેમની પાસે હાથમાં રૂપિયા નહતા ત્યારે તંત્રએ પણ તેમને ખાલી હાથ બતાવ્યા હતા. તેમને એમ્બ્યુલન્સ ન મળી. ઘણા સમય પછી કોઈએ પોલીસને જાણ કરી. પોલીસ મૃતદેહ અને તેના ભાઈને પોતાની કારમાં હોસ્પિટલ લઈ ગઈ. ત્યાં સુધીમાં પિતા પરત ફર્યા ન હતા.

હવે આખી વાત સમજો. બે દિવસ પહેલા અંબાહના બડફરામાં રહેતા પૂજારામ જાટવના પુત્ર રાજાની તબિયત લથડી હતી. તેણે રાજાને અંબાહની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તબિયત બગડવાને કારણે ડોક્ટરોએ બાળકને જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પૂજારામ તેના 8 વર્ષના પુત્ર ગુલશન સાથે રાજાને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા.

અંબાહથી આવેલી એમ્બ્યુલન્સ તરત જ પાછી ફરી. અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ડોક્ટરોનું કહેવું છે કે રાજાને એનિમિયા અને પેટમાં પાણી ભરાઈ જવાની સમસ્યા હતી.

એમ્બ્યુલન્સ માટે દોઢ હજાર રૂપિયાની જરૂર હતી
પૂજારામને પુત્ર રાજાના મૃતદેહને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સ ન મળી. તેને એમ્બ્યુલન્સ માટે દોઢ હજાર રૂપિયાની જરૂર હતી, પરંતુ તેની પાસે એટલા રૂપિયા નહોતા. પૂજારામે ખાનગી અને સરકારી એમ્બ્યુલન્સની મદદ માંગી. આજીજી કરી, પણ મદદ ન મળી. પુત્ર રાજાના મૃતદેહને ગુલશનના ખોળામાં મૂક્યા બાદ પૂજારામ નીચા દરની એમ્બ્યુલન્સ શોધવા ગયા હતા.

પુત્ર ગુલશન નહેરુ પાર્કની સામે રોડ કિનારે નાળા પાસે ભાઈના શબને ખોળામાં લઈને બેઠો હતો. જ્યારે પૂજારામે હોસ્પિટલના તબીબો અને સ્ટાફને મૃતદેહને ગામમાં લઈ જવા માટે વાહનની માગણી કરી ત્યારે તેઓએ મૃતદેહ લઈ જવા માટે હોસ્પિટલમાં કોઈ વાહન નથી તેમ કહીને ના પાડી દીધી હતી. બહારથી ગાડી ભાડે કરી લો તેવો જવાબ આપ્યો હતો.

પોલીસ મૃતદેહને લઈને હોસ્પિટલ લઈ ગયા
માહિતી મળતાં જ કોતવાલી ટીઆઈ યોગેન્દ્ર સિંહ જાદૌન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ ગુલશનના ખોળામાંથી રાજાના મૃતદેહને ઉઠાવ્યો હતો. બંનેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ગુલશનના પિતા પૂજારામ પણ આવી ગયા હતા, ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને બડફરા લઈ જવામાં આવ્યો હતો.

પૂજારામે અફસોસ વ્યક્ત કર્યો કે તેને ચાર બાળકો છે. ત્રણ પુત્રો અને એક પુત્રી છે, જેમાંથી રાજા સૌથી નાનો હતો. તેની પત્ની તુલસા ત્રણ મહિના પહેલા ઘર છોડીને તેના મામાના ઘરે (ડબરા) જતી રહી હતી. તે પોતે બાળકોની સંભાળ રાખે છે. મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...