• Gujarati News
  • National
  • Nitish Kumar Will Take Oath As Chief Minister For The Second Time In 21 Months, Tejashwi Will Become Deputy CM

બિહારમાં 8મી વખત નીતીશ સરકાર:નીતીશ મુખ્યમંત્રી અને તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા, તેજસ્વીએ નીતીશના ચરણસ્પર્શ કર્યા

પટનાએક મહિનો પહેલા
  • શપથ પહેલા નીતીશે લાલુ સાથે ફોન પર વાત કરી હતી.

નીતીશ કુમારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ ફાગુ ચૌહાણે તેમને શપથગ્રહણ કરાવ્યા હતા. તેના પછી તરત જ તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. શપથ લેતાની સાથે જ તેજસ્વીએ નીતીશ કુમારના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.

નીતીશે ભાજપ પર સાધ્યું નિશાન
સીએમ પદના શપથ લીધા બાદ નીતીશ કુમારે મીડિયા સાથે વાત કરતા નામ લીધા વીના ભાજપ પર પ્રહાર કર્યા હતા. નીતીશ કુમારે કહ્યું કે 2014માં આવનારા 2024માં રહેશે, તો ને? તેમણે વધુમાં કહ્યું હતુ કે અમે રહીએ કે ન રહીએ, તેઓ 2024માં નહીં રહે.હું વિપક્ષને 2024 માટે એકજુથ થવા માટે અપીલ કરું છું. પીએમ પદના સવાલ પર તેમણે કહ્યું કે હું આ પદ માટે ઉમેદવાર નથી. તેમણે કહ્યું કે ભાજપને લાગતું હતું કે વિપક્ષ ખતમ થઈ જશે. પણ હવે અમે વિપક્ષમાં પણ છીએ.

તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા

આ દરમિયાન આરજેડીએ વિધાનસભાના અધ્યક્ષ વિજય કુમાર સિન્હા સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લોર ટેસ્ટના સમયે નવા સ્પીકર માટે પણ ચૂંટણી યોજાશે. મહાગઠબંધન તરફથી સ્પીકરની ખુરશી આરજેડીને મળી શકે છે. જો કે કોંગ્રેસે પણ સ્પીકરની ખુરશી પર દાવો કર્યો છે.

રાબડી આવ્યા, લાલુ ન આવી શક્યા
પુત્ર તેજસ્વીના શપથ સમારોહમાં સામેલ થવા માટે રાબડી દેવી પણ રાજભવન પહોંચ્યા હતા. જો કે, તેજસ્વીના પિતા અને આરજેડી સુપ્રીમો લાલુ યાદવની તબિયત ખરાબ હોવાને કારણે કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. શપથ પહેલા નીતિશે લાલુ સાથે ફોન પર વાત કરી અને તેમને રાજકીય સ્થિતિ વિશે જાણકારી આપી હતી.

રાજકીય ઉથલપાથલના મોટા અપડેટ્સ...

  • નીતીશ કુમારના સત્તાવાર નિવાસસ્થાને આ બેઠક ચાલી હતી. જેમાં તેજસ્વી યાદવની સાથે મંત્રીઓના પોર્ટફોલિયો બાબતે ચર્ચા થઈ. આ સાથે જ વિધાનસભા અધ્યક્ષને લઈને પણ મંથન ચાલી રહ્યું છે. બેઠકમાં જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ, વિજય ચૌધરી અને શ્રવણ કુમાર પણ હાજર રહ્યા હતા.
  • ભાજપના નેતાઓ પાર્ટી હેડક્વાર્ટરની બહાર ધરણા પર બેઠા છે. તેમણે નીતિશ કુમાર પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. ધરણા પર બેઠેલા ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે નીતીશ કુમારે આપણા લોકોના પ્રેમનો સારો બદલો આપ્યો છે.
  • પૂર્વ સીએમ જીતનરામ માંઝીએ પોતાની પાર્ટી માટે 2 મંત્રી પદની માંગ કરી છે. તેમણે કહ્યું કે મેં નીતશ કુમારને કોઈ શરત વીના જ સમર્થન આપ્યું છે. પાર્ટીને ઓછામાં ઓછા 2 મંત્રી પદ મળવા જોઈએ.
  • નીતીશ કુમારના રાજીનામા બાદ જૂની કેબિનેટનું વિસર્જન કરવામાં આવ્યું છે. રાજ્યપાલના આદેશથી મુખ્ય સચિવ અમીર સુભાનીએ સૂચના જારી કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરજેડીને નિશ્ચિત ફોર્મ્યુલામાં 16 મંત્રી પદ મળ્યા છે, જ્યારે જેડીયુ પાસે 13 અને કોંગ્રેસના 4 ધારાસભ્યો મંત્રી બની શકે છે. 12 ધારાસભ્યો સાથેની CPI(ML)એ હજુ સરકારમાં જોડાવાનો કોઈ નિર્ણય લીધો નથી.

બિહારમાં આ વખતે મહાગઠબંધનમાં 7 પાર્ટીઓ સામેલ છે. ગત વખતે માત્ર 3 પક્ષ કોંગ્રેસ, આરજેડી અને જેડીયુ સામેલ હતા.
બિહારમાં આ વખતે મહાગઠબંધનમાં 7 પાર્ટીઓ સામેલ છે. ગત વખતે માત્ર 3 પક્ષ કોંગ્રેસ, આરજેડી અને જેડીયુ સામેલ હતા.

નવી કેબિનેટમાં સંભવિત મંત્રીઓની યાદી

1. આરજેડી ક્વોટામાંથી- તેજ પ્રતાપ યાદવ, આલોક કુમાર મહેતા, અનિતા દેવી, જિતેન્દ્ર કુમાર રાય, ચંદ્રશેખર, કુમાર સર્વજીત, બચ્ચા પાંડે, ભારત ભૂષણ મંડલ, અનિલ સાહની, શાહનવાઝ, અખ્તરુલ ઈસ્લામ શાહીન, સમીર મહાસેઠ, ભાઈ વીરેન્દ્ર, લાલિત યાદવ , કાર્તિક સિંહ, વીણા સિંહ, રણવિજય સાહુ, સુરેન્દ્ર રામ.

2. JDU ક્વોટામાંથી- વિજય કુમાર ચૌધરી, વિજેન્દ્ર પ્રસાદ યાદવ, અશોક ચૌધરી, ઉપેન્દ્ર કુશવાહા, શીલા કુમારી, શ્રવણ કુમાર, મદન સાહની, સંજય કુમાર ઝા, લેશી સિંહ, સુનિલ કુમાર, જયંત રાજ, જમાં ખાન.

3. કોંગ્રેસના ક્વોટામાંથી- મદન મોહન ઝા, અજીત શર્મા, શકીલ અહેમદ ખાન, રાજેશ કુમાર.

4. હમ ક્વોટાથી- સંતોષ કુમાર સુમન.

માટા નિવેદન...
જયરામ રમેશ, કોંગ્રેસ મહાસચિવ- બિહારમાં જે કંઈપણ થયું તે ઓપરેશન લોટસથી કેટલું અલગ છે. ન તો કોઈ રોકડ મળી કે ન તો ઈડીના દરોડા પડ્યા. ન તો આસામના સીએમની જરૂર પડી, ન રિસોર્ટની. મહારાષ્ટ્રમાં ભાજપ પક્ષપલટો કર્યો, બિહારમાં તેને હાંકી કાઢવામાં આવ્યું છે.

ગિરિરાજ સિંહ, કેન્દ્રીય મંત્રી- બિહારના સીએમ નીતિશ કુમાર PM બનવાની ઈચ્છા રાખતા હતા. એનડીએ ગઠબંધનમાં તે પદ તેમને મળશે નહીં. આ જોતા નીતીશ કુમાર સંસદીય ચૂંટણી પહેલા જ આરજેડીમાં જોડાયા હતા. PM બનવાની ઈચ્છામાં મુખ્યમંત્રીએ મહાગઠબંધન સાથે દગો કર્યો છે.

મંગળવારે સાંજે નીતીશ કુમારે રાજ્યપાલ ફાગુ ચૌહાણને 7 પક્ષોના 164 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો હતો. નીતીશની સાથે તેજસ્વી યાદવ પણ રાજભવનમાં હાજર રહ્યા હતા. સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા બાદ નીતીશ અને તેજસ્વીએ રાજભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેજસ્વીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેજસ્વીએ કહ્યું હતું કે- BJP પાસે કોઈ ગઠબંધન સાથી નથી, ઈતિહાસ બતાવે છે કે BJP જે પાર્ટીઓ સાથે ગઠબંધન કરે છે તેને ખતમ કરી દે છે. પંજાબ અને મહારાષ્ટ્રમાં શું થયું તે અમે જોયું.

પ્રથમ વખત 160 ધારાસભ્યોના સમર્થનનો પત્ર આપવામાં આવ્યો હતો
સીએમ નીતિશ કુમારે મંગળવારે સાંજે 4 વાગ્યે રાજ્યપાલ ફાગુ ચૌહાણને પોતાનું રાજીનામું સોંપ્યું. તે સમયે નીતિશે 160 ધારાસભ્યોના સમર્થનની વાત કહીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ પછી તેઓ રાબડી દેવીના ઘરે પહોંચ્યા, જ્યાં તેમને મહાગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. અહીં જીતન રામ માંઝીની પાર્ટી HAM પણ નીતીશ સાથે જોડાઈ ગઈ. તેમની પાસે 4 ધારાસભ્યો છે. આ પછી નીતીશ અને તેજસ્વી ફરી એકવાર રાજ્યપાલને મળ્યા હતા.

ભાજપ-જેડીયુનું 21 મહિના જૂનું ગઠબંધન તૂટ્યું
નીતીશના આ પગલા બાદ ભાજપ અને જેડીયુનું 2020માં બનેલું ગઠબંધન તૂટી ગયું છે. રાજીનામું આપ્યા બાદ નીતીશે રાજભવનમાં કહ્યું હતું કે પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોએ એનડીએ સાથે ગઠબંધન તોડવા માટે એક સ્વરમાં વાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...