તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Nitish Kumar Vs BJP Politics Update; RJD Senior Leader Uday Narayan Chaudhary Offers To Bihar CM Nitish Kumar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RJDની નવી ગેમ:નીતીશ સમર્થન આપીને તેજસ્વીને સીએમ બનાવે, બદલામાં વિપક્ષ 2024માં PM પદ માટે નીતીશનું સમર્થન કરશે

2 મહિનો પહેલા
બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ મજબૂત અને જેડીયુ નબળી દેખાઈ હતી. વિધાનસભાની 243 સીટમાંથી ભાજપ 74 અને જેડીયુએ 43 સીટ જીતી છે. - Divya Bhaskar
બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ મજબૂત અને જેડીયુ નબળી દેખાઈ હતી. વિધાનસભાની 243 સીટમાંથી ભાજપ 74 અને જેડીયુએ 43 સીટ જીતી છે.

બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચે ચાલી રહેલી પાવર વોરમાં હવે આરજેડીએ સીએમ નીતીશ કુમાર સામે પાસો ફેંક્યો છે. પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને આરજેડીના સિનિયર નેતા ઉદય નારાયણ ચૌધરીએ કહ્યું હતું, નીતીશ જો તેજસ્વીને સમર્થન આપીને મુખ્યમંત્રી બનાવી દે તો વિપક્ષ તેમને 2024માં વડાપ્રધાનપદ માટે સમર્થન આપી શકે છે. તેમણે આ વાત રાંચીમાં કહી છે.

આ પ્રસ્તાવ આપીને આરજેડીએ એક તીરથી બે નિશાન માર્યાં છે. તેઓ નીતીશની આગેવાનીમાં ભાજપને કેન્દ્રમાં રોકી શકશે અને બિહારનું શાસન પણ મેળવી શકશે. નેતા પ્રતિ પક્ષ તેજસ્વી યાદવે પહેલાં જ આ કહી દીધું છે કે બિહારમાં વચગાળાની ચૂંટણી થશે. જ્યારે કોંગ્રેસ સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું છે કે ભાજપ તરફથી કરવામાં આવતી બેઈજ્જતી પછી નીતીશ કુમારે રાજીનામું આપી દેવું જોઈએ. તેઓ પહેલાં નિર્ણય લેતા હતા, પરંતુ હવે નથી લઈ શકતા. અરુણાચલમાં જેડીયુના 6 ધારાસભ્યોને ભાજપે પોતાનામાં સામેલ કરી દીધા છે. એ પછી પણ તેઓ કશું નથી કરી શકતા, નીતીશ કુમારનો અંતરાત્મા જાગશે તો તેઓ ખુદ પાર્ટી છોડશે.

એક સમયે પીએમપદના દાવેદાર માનવામાં આવતા હતા નીતીશ
એક સમય હતો, જ્યારે નીતીશને વડાપ્રધાનપદના મોટા દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ આ રેસમાં નરેન્દ્ર મોદીએ તેમને હરાવી દીધા. ભાજપનેતા સુશીલ મોદીએ ઘણા સમય પહેલાં જ નિવેદન આપ્યું હતું કે નીતીશ પીએમ મટીરિયલ છે. તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશમાં ભાજપે જેડીયુના છ ધારાસભ્યોનો પોતાની ટીમમાં સમાવેશ કરી દીધો છે. આ વિશે જેડીયુએ બદલાની કાર્યવાહી કરીને નિર્ણય કર્યો હતો કે તેઓ અન્ય રાજ્યમાં પોતાના દમ પર ચૂંટણી લડશે.
નીતીશે એવું પણ કહ્યું છે કે તેઓ નથી ઈચ્છતા કે તેઓ મુખ્યમંત્રી બને, પરંતુ સહયોગી પક્ષના કહેવાથી તેમણે આ જવાબદારી સંભાળી છે, એટલે કે બદલાયેલી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તેમને મુખ્યમંત્રીપદ પર રહેવાની ઈચ્છા નથી. બિહારમાં કેબિનેટ વિસ્તરણ પણ હજી સુધી નથી થયું.

વાયદો પૂરો થતાં ભાજપની લાલચ વધી
બીજી બાજુ, ભાજપની માગ વધી રહી છે. તેઓ પહેલાં જ વિધાન પરિષદનું સભાપતિપદ અને વિધાનસભા અધ્યક્ષનું પદ લઈ ચૂક્યા છે. ભાજપના એક નેતાએ નીતીશને ગૃહ વિભાગ છોડવાની માગ પણ કરી દીધી હતી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ મજબૂત અને જેડીયુ નબળી દેખાઈ હતી. વિધાનસભાની 243 સીટમાંથી ભાજપ 74 અને જેડીયુએ 43 સીટ જીતી છે. તેમ છતાં ભાજપે ચૂંટણી પૂર્વ કરેલા વાયદા પ્રમાણે નીતીશને મુખ્યમંત્રીપદ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો