તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીતીશ 7મી વખત CM:શપથ લેનારા 15 પૈકી 7 મંત્રી પછાત વર્ગમાંથી, ભાજપના ક્વોટામાંથી બે નાયબ મુખ્યમંત્રી સહિત 7 મંત્રી

પટના5 મહિનો પહેલા
 • કૉપી લિંક
શપથ લીધા પછી રાજ્યપાલ ફાગુ ચૌહાણનું અભિવાદન કરતા મુખ્યમંત્રી નીતીશ કુમાર. - Divya Bhaskar
શપથ લીધા પછી રાજ્યપાલ ફાગુ ચૌહાણનું અભિવાદન કરતા મુખ્યમંત્રી નીતીશ કુમાર.

નીતીશ કુમાર 7મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. તેમની સાથે 14 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. તેમાં JDUના 5, ભાજપના 7 તથા હમ-VIPમાંથી એક-એક નેતાને મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રીમંડળમાં સમાજના તમામ વર્ગને સાંકળી સંકલન સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નીતીશ સહિત 15 ધારાસભ્યોમાં સવર્ણ વર્ગમાંથી 5, પછાત વર્ગમાંથી 7 અને દલિત વર્ગમાંથી 3 નેતાને મંત્રી બનાવવામાં આવ્યા છે.

નીતીશની પહેલી કેબિનેટની બેઠક મંગળવારે યોજાશે અને વિધાનસભાના નવા સત્રની શરૂઆત 23મી નવેમ્બરના રોજ થશે.

મંચ પર ત્રણ ખુરશી, તેનાથી સ્પષ્ટ થયુ કે નાયબ મુખ્યમંત્રી કોણ
નીતીશ કુમારે શપથ લીધા બાદ બીજા નંબર પર તારકિશોર પ્રસાદ અને ત્રીજા નંબર પર રેણુ દેવીએ શપથ લીધા હતા. શપથ બાદ આ બન્ને નેતા પણ મંચ પર નીતીશ પાસેની ખુરશીમાં બેઠા હતા. પોર્ટફોલિયોની વહેચણીમાં ભલે થોડો વિલંબ થયો, પણ તેનાથી સ્પષ્ટ થઈ ગયુ છે કે નવી સરકારમાં તારકિશોર અને રેણુ નાયબ મુખ્યમંત્રી હશે.

બ્રિજેન્દ્ર યાદવ સૌથી વયોવૃદ્ધ, સહની સૌથી યુવાન

 • જાતિગત સમીકરણઃ ભાજપમાંથી 2 પછાત, 4 અગડે અને એક દલીતને તક મળી છે. JDUમાંથી એક અગડે, 4 પછાત અને એક દલીતને મંત્રી બનાવવામાં આવ્યા છે.
 • સૌથી વયોવૃદ્ધઃ સુપૌલથી 8 વખતથી ધારાસભ્ય 74 વર્ષિય બ્રિજેદ્ર યાદવ સૌથી વૃદ્ધ મંત્રી છે. JDU નેતા બ્રિજેન્દ્ર અગાઉની સરકારમાં ઉર્જા પ્રધાન હતા.
 • સૌથી ઓછા અનુભવીઃ ફુલપરાસથી ધારાસભ્ય શીલા કુમારી મંડલ પહેલી વખત JDUની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા છે. તેમને સીધા મંત્રીમંડળમાં તક મળી છે.
 • સૌથી યુવાઃ 41 વર્ષના VIP ચીફ મુકેશ સહની આ મંત્રીમંડળમાં સૌથી યુવાન છે. તેઓ એકમાત્ર એવા મંત્રી છે કે જે કોઈ પણ ગૃહના સભ્ય નથી. તેમને સિમરી બખ્તિયારપુર સીટથી ચૂંટણી લડ્યા હતા. પણ હારી ગયા.
 • સૌથી શ્રીમંતઃ ભાજપના રામસૂરત રાય સૌથી શ્રીમંત મંત્રી છે. તેમની સંપત્તિ રૂપિયા 26.88 કરોડ છે.
 • સૌથી ઓછી સંપત્તિઃ રામપ્રીત પાસવાન પાસે સૌથી ઓછી 1.05 કરોડ રૂપિયા સંપત્તિ છે.
 • જેઓ વિધાન પરિષદથી છેઃ હમના સંતોષ માંઝી અને ભાજપના મંગલ પાંડે ચૂંટણી લડ્યા ન હતા. તેઓ બન્ને વિધાન પરિષદના સભ્ય છે.
 • સૌથી વધારે ક્રિમિનલ કેસઃ મુકેશ સહની (VIP), અશોક ચૌધરી (JDU) અને જીવેશ મિશ્રા (ભાજપ) પર 5-5 કેસ નોંધાયેલ છે.
 • શપથઃ રામપ્રીત પાસવાન અને જીવેશ મિશ્રએ મૈથિલીમાં થપથ લીધા

પહેલી હરોળમાં સુશીલ મોદી બેસી શક્યા નહીં
શપથ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા. શાહ અને નડ્ડા પહેલી હરોળમાં બેઠા હતા. પણ આ હરોળમાં બેસનારા મહેમાનોની યાદીમાં નાયબ મુખ્યમંત્રી રહી ચુકેલા સુશીલ મોદીનું નામ ન હતું.

આમણે લીધા શપથકયા કોટામાંથી મંત્રી બન્યાક્યાંથી ધારાસભ્ય
1.તારકિશોર

ભાજપ

વૈશ્ય સમુદાયમાંથી આવે છે. ભાજપ વિધાનમંડળના નેતા. 4 વાર કટિહારથી ધારાસભ્ય, સુશીલ મોદીના ખાસ
2.રેણુદેવીભાજપભાજપ વિધાનમંડળના ઉપનેતા. અતી પછાત નોનિયા સમુદાયમાંથી આવે છે.બેતિયાથી ધારાસભ્ય, ગઈ વખતે નીતીશ સરકારમાં પણ મંત્રી હતા. અતિ પછાત વર્ગમાંથી આવે છે.
3.વિજય ચૌધરીજેડીયુગઈ વખતે વિધાનસભાના સ્પીકર હતા. નીતીશના ખાસ. આ વખતે સરાયરંજનથી જીત્યા. અહીંથી 6 વાર ધારાસભ્ય છે.
4.વિજેન્દ્ર યાદવજેડીયુ74 વર્ષના યાદવ સૌથી ઉંમરલાયક મંત્રી. જેપી આંદોલન સમયથી રાજકારણમાં છે. સુપૌલમાં 1990થી સતત ધારાસભ્ય છે. ગઈ સરકારમાં ઉર્જામંત્રી હતા.
5.અશોક ચૌધરીજેડીયુમહાદલિત વર્ગથી છે. JDUના કાર્યકારી અધ્યક્ષ છે અને નીતીશના નજીકના છે. એક સમયે કોંગ્રેસમાં હતા.
6.મેવાલાલ ચૌધરીજેડીયુકુશવાહા વર્ગથી છે. તારાપુરથી ધારાસભ્ય છે. બીજીવાર ધારાસભ્ય બન્યા અને રાજનીતિમાં આવતા પહેલાં રાજેન્દ્ર કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ હતા.
7.શીલા કુમારીજેડીયુઅતિ પછાતવર્ગમાંથી છે. મધુબનીના ફૂલપરાસથી પહેલીવાર ધારાસભ્ય બન્યા. નીતીશના ખાસ માનવામાં આવે છે.
8.સંતોષ માંઝીહમમહાદલિત વર્ગમાંથી છે અને વિધાન પરિષદના સભ્ય છે. જીતનરામ માંઝીના દીકરા છે. તેમને વિધાન પરિષદથી મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.
9.મુકેશ સહનીVIPનિષાદ વર્ગમાંથી આવે છે. મહાગઠબંધન છોડી NDAમાં આવ્યા છે. સિમરી બખ્તિયારપુરથી હાર્યા પછી પણ મંત્રી બનાવવામાં આવ્યા. VIPના અધ્યક્ષ છે. પાર્ટીએ 4 સીટો જીતી.
10.મંગલ પાંડેભાજપબ્રાહ્મણ સમુદાયમાંથી છે. વિધાન પરિષદના સભ્ય છે. ગઈ સરકારમાં સ્વાસ્થય મંત્રી હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ રહ્યા છે.
11.અમરેન્દ્ર પ્રતાપ સિંહભાજપઆરાથી ધારાસભ્ય. રાજપૂત વર્ગથી છે. તેમના પિતા હરિહર સિંહ બિહારના સીએમ રહી ચૂક્યા છે. વિધાનસભા અધ્યક્ષની રેસમાં છે.
12.રામપ્રીત પાસવાનભાજપપાસવાન સમૂદાયમાંથી છે. મધુબનીના રાજનગરથી સતત ત્રણ વાર જીત્યા છે.
13.જીવેશ મિશ્રાભાજપદરભંગાથી સતત બીજી વાર ધારાસભ્ય બન્યા છે. ભૂમિહાર સમૂદાયમાંથી આવે છે. મૈથિલીમાં શપથ લીધા.
14.રામ સૂર તરાયભાજપયાદવ સમૂદાયમાંથી આવે છે. મુઝફ્ફરપુપના ઔરાઈથી બીજી વાર ધારાસભ્ય બન્યા.

સુશીલ કુમાર મોદીએ નીતીશ કુમારને શુભેચ્છા પાઠવી

 • श्री नीतीश कुमार के 7वीं बार बिहार के मुख्यमंत्री पद की शपथ लेने पर हार्दिक बधाई। आपके नेतृत्व में बिहार और आगे बढ़ेगा। श्री नरेन्द्र मोदी का सहयोग बिहार को हमेशा मिलता रहेगा। — Sushil Kumar Modi (@SushilModi) November 16, 2020
 • કટાક્ષ સાથે તેજસ્વીએ નીતીશ કુમારને શુભેચ્છા પાઠવી आदरणीय श्री नीतीश कुमार जी को मुख्यमंत्री ‘मनोनीत’ होने पर शुभकामनाएँ। आशा करता हूँ कि कुर्सी की महत्वाकांक्षा की बजाय वो बिहार की जनाकांक्षा एवं NDA के 19 लाख नौकरी-रोजगार और पढ़ाई, दवाई, कमाई, सिंचाई, सुनवाई जैसे सकारात्मक मुद्दों को सरकार की प्राथमिकता बनायेंगे। — Tejashwi Yadav (@yadavtejashwi) November 16, 2020
જેડીયુના વિજય કુમાર ચૌધરી, વીજેન્દ્ર પ્રસાદ, અશોક ચૌધરી અને મેવાલાલ ચૌધરીએ કેબિનેટ મિનિસ્ટર તરીકેના શપથ લીધા.
જેડીયુના વિજય કુમાર ચૌધરી, વીજેન્દ્ર પ્રસાદ, અશોક ચૌધરી અને મેવાલાલ ચૌધરીએ કેબિનેટ મિનિસ્ટર તરીકેના શપથ લીધા.

તાજપોશીમાં તેજસ્વી હાજર ન રહ્યા
RJD નેતા તેજસ્વી યાદવ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા નહતા. ભાસ્કરના રિપોર્ટ પ્રમાણે, તેજસ્વી બે દિવસથી ઘરની બહાર નથી નીકળ્યા. તેજસ્વીએ હાર નથી માની. તેઓ ચૂંટણીપરિણામ વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડવા માટે દિલ્હીમાં નિષ્ણાતો પાસેથી સલાહ સૂચન લઈ રહ્યા છે. આ જ કારણે મહાગઠબંધન(RJD,કોંગ્રેસ, ડાબેરી)પણ શપથ ગ્રહણ સમારોહનો બોયકોટ કરશે.

નીતીશના શપથ ગ્રહણ કાર્યક્રમમાં પટના પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડાનું એરપોર્ટ પર ભાજપના નેતાઓએ સ્વાગત કર્યું. ડેપ્યુટી સીએમના રસ્તાથી દૂર સુશીલ કુમાર મોદી અલગ જોવા મળ્યા.
નીતીશના શપથ ગ્રહણ કાર્યક્રમમાં પટના પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડાનું એરપોર્ટ પર ભાજપના નેતાઓએ સ્વાગત કર્યું. ડેપ્યુટી સીએમના રસ્તાથી દૂર સુશીલ કુમાર મોદી અલગ જોવા મળ્યા.

સ્પીકર ભાજપના હશે
આ વખતે સ્પીકર ભાજપના હશે.સોમવારે બપોર સુધી અમરેન્દ્ર પ્રતાપ સિંહ અને નંદકિશોર યાદવનાં નામની ચર્ચા હતી. હવે નંદકિશોરનું નામ આગળ છે. અમરેન્દ્રને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. તે આરાથી ધારાસભ્ય છે. આ પહેલાં તેઓ ડેપ્યુટી સ્પીકર રહી ચૂક્યા છે, સાથે જ યાદવ પટના સાહિબથી ધારાસભ્ય છે. તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. ગત વખતે સ્પીકર રહી ચૂકેલા વિજય કુમારને પણ મંત્રી બનાવવામાં આવી રહ્યા છે.

સુશીલે રવિવારે ટ્વીટ કર્યું હતું, કાર્યકર્તાનું પદ તો કોઈ ન છીનવી શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો