તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Nitish Kumar MLA Update; Bihar Politics Latest News | Tejashwi Yadav Party Shyam Rajak Says Nitish Kumar MLA Are In Contact With RJD

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહારનું બદલાતું રાજકારણ:RJD નેતા શ્યામ રજકનો દાવો- ગમે ત્યારે તૂટી શકે છે JDU, નીતીશના 17 ધારાસભ્ય અમારા સંપર્કમાં

પટના2 મહિનો પહેલાલેખક: બૃજમ પાંડેય
  • કૉપી લિંક
JDUનું કહેવું છે કે RJD પહેલાં તેમના ધારાસભ્યોને સંભાળે, કારણ કે મોટા ભાગના ધારાસભ્યોને તેજસ્વી યાદવ પર વિશ્વાસ નથી (ફાઈલ તસવીર). - Divya Bhaskar
JDUનું કહેવું છે કે RJD પહેલાં તેમના ધારાસભ્યોને સંભાળે, કારણ કે મોટા ભાગના ધારાસભ્યોને તેજસ્વી યાદવ પર વિશ્વાસ નથી (ફાઈલ તસવીર).

અરુણાચલ પ્રદેશની ઘટના પછી બિહારનું રાજકારણ સતત બદલાઈ રહ્યું છે. વિપક્ષની નજર સત્તાધારી JDUના ધારાસભ્યો પર છે. આ બધાની વચ્ચે RJDના વરિષ્ઠ નેતા શ્યામ રજકે દાવો કર્યો છે કે સત્તા પક્ષના 17 ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. તેઓ આવું જ ઈચ્છે છે કે RJD અપનાવી લે.

રજક એવું પણ કહે છે કે પક્ષપલટા કાયદા હેઠળ 17 ધારાસભ્યોને RJDમાં લઈ ન શકાય. JDUને તોડવા માટે 25-26 ધારાસભ્ય હોવા જોઈએ. ત્યારે પક્ષપલટાનો કાયદો તેમની પર લાગુ ન થાય. હાલ RJD રાહ જોઈ રહી છે કે બીજા ધારાસભ્ય સંપર્કમાં આવે અને JDUને RJD તોડે. અમે એવા જ ધારાસભ્યોને લઈશું, જે સમાજવાદના સમર્થક અને લાલુ યાદવની વિચારધારા પર ચાલનારા હોય.

‘RJDના નેતા માત્ર નિવેદબાજી કરી રહ્યા છે’
રજકના નિવેદન પછી બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. JDU તરફથી પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદે મોરચો સંભાળ્યો. તે કહે છે, શ્યામ રજક તેમનાં નિવેદનોથી લોકોને ભરમાવી રહ્યા છે. તથ્ય વગરનાં નિવેદનો આપી રહ્યા છે. પાર્ટી એકજૂથ છે. JDUના ધારાસભ્ય નીતીશ કુમારમાં આસ્થા રાખે છે. RJD પહેલાં તેમના ધારાસભ્યોને સંભાળે, કારણ કે RJDના મોટા ભાગના ધારાસભ્યોને તેજસ્વી યાદવ પર વિશ્વાસ નથી. તેજસ્વીના ગુમ થવાથી ધારાસભ્ય પરેશાન રહે છે.

પક્ષપલટાના કાયદા હેઠળ સ્થિતિ શું છે
પક્ષપલટાના કાયદા હેઠળ એક પાર્ટીને તોડવા માટે ઓછામાં ઓછા બે તૃતીયાંશ ધારાસભ્ય હોવા જોઈએ, એટલે કે 100 ધારાસભ્ય હોય તો 75 ધારાસભ્યને તોડવા પડે. ત્યારે માનવામાં આવે કે વિધાનસભામાંથી એ પાર્ટીનો પક્ષ તૂટીને બીજી બાજુ ચાલ્યો ગયો. RJD જો JDU તોડશે તો એને પણ બે તૃતીયાંશને તોડવા પડશે. JDUના 43 ધારાસભ્ય છે, જેના પ્રમાણે RJDએ ઓછામાં ઓછા 28-29 ધારાસભ્યોને પોતાના પક્ષમાં લાવવા પડશે. હાલ શ્યામ રજકના આ નિવેદનથી બિહારનું રાજકારણ ગરમાયું છે.

બિહાર વિધાનસભાની સ્થિતિ

પાર્ટીધારાસભ્ય
ભાજપ74
JDU43
RJD75
કોંગ્રેસ19
ભાકપા-માલે12
અપક્ષ1
અન્ય19
કુલ243

(બહુમતી માટે જરૂરી- 122)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો