તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બિહારની NDA સરકારમાં ભાજપની પાસે વધુ સીટો હોવાના કારણે મંત્રીમંડળનું વિસ્તરણ અટકી ગયું છે. વિધાનસભાની 12 સીટો પર પણ પેંચ ફસાયેલો છે. તેની વહેંચણી ઝડપથી થઈ જાય તો આઠ દિવસમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે. જો ભાજપ અને જદયૂની વચ્ચે સહમતિ ન બની તો મામલો અધિકમાસ પછી ચાલ્યો જશે. એટલે કે 38 દિવસ પછી જ મંત્રીમંડળના વિસ્તરણનું મુહુર્ત નીકળવાની શકયતા સર્જાશે. ત્યાં સુધી નીતિશ કેબિનેટના મંત્રીઓ પર વધારાના કામનો બોજો રહેશે.
22 વધારાના વિભાગની જવાબદારીઓ
કેબિનેટમાં હાલ નીતિશ કુમાર સિવાય 13 મંત્રીઓ છે, જેમની પાસે 22 વધારાના વિભાગની જવાબદારીઓ છે. એક માત્ર ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદ પાસે જ છ વિભાગ છે. તેમના ઘણા વિભાગોની ઓફિસો પણ દૂર-દૂર છે. જદયૂમાંથી આવનાર વિજય કુમાર ચૌધરી અને અશોક ચોધરી પર 5-5 વિભાગોની જવાબદારી છે. મેવાલાલ ચૌધરીના રાજીનામાના કારણે અશોક ચૌધરીની પાસે ચારની જગ્યાએ પાંચ વિભાગ થઈ ગયા છે. એક-એક મંત્રી પર આટલા વિભાગોની જવાબદારી હોવાના કારણે મુશ્કેલી પડી રહી છે.
નીતિશની ઈચ્છાઃ બજેટ સત્ર પછી કરવામાં આવે વિસ્તરણ
મુખ્યમંત્રી નીતિશ કુમારની ઈચ્છા છે કે કેબિનેટનું વિસ્તરણ બજેટ સત્ર પછી કરવામાં આવે. તેની પાછળનું કારણ છે નવી સરકારની રચના પછી થયેલા સત્રમાં જ જોવા મળેલું વિપક્ષનું વલણ. મજબૂત વિપક્ષના કારણે સરકારને ખતરો દેખાઈ રહ્યો છે. એવામાં વિપક્ષને જદયૂના નારાજ ધારાસભ્યોનું મૌન સમર્થન મળી ગયું તો નવી બનેલી સરકાર માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.
ભાજપની ઈચ્છાઃ ઝડપથી કરવામાં આવે કેબિનેટનું વિસ્તરણ
નીતિશની ઈચ્છા વિરુદ્ધ ભાજપ કેબિનેટનું વિસ્તરણ ઝડપથી કરવા માંગે છે. ભાજપ અત્યારથી જ 2025ની તૈયારીઓ કરી રહી છે. રાજ્યની સૌૈથી મોટી પાર્ટી બનતા રહી ગયેલી ભાજપ બિહારમાં એકલી સત્તામાં આવવા હાલ પણ એક્શન મોડમાં છે. જૂના નેતાઓની નારાજગીને સમજીને પાર્ટી ઝડપથી કેબિનેટનું વિસ્તરણ કરવાની સાથે પોતાના મંત્રીઓને કામે લગાડવા માંગે છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.