તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Nitish Kumar: BJP JDU NDA Alliance Meeting Update | Bihar Election Result 2020 And Bihar Government Formation Latest News Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીતીશએ રાજીનામું આપ્યું:નીતીશ કુમાર 15 નવેમ્બરે NDA ધારાસભ્ય પક્ષની બેઠક પછી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે

પટના5 મહિનો પહેલા

શુક્રવારે નીતીશ કુમારે રાજ્યપાલને રાજીનામું આપી દીધું છે. તેઓએ વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી દીધી છે. બીજી તરફ પટનામાં CM હાઉસમાં શુક્રવારે NDAના ઘટક પક્ષોની બેઠક યોજાઈ હતી. બેઠક પછી નીતીશ કુમારે કહ્યું હતું કે ધારાસભ્ય પક્ષના નેતા પસંદ કરવા માટે 15 નવેમ્બરે 12.30 વાગ્યે ફરીથી NDAની બેઠક યોજાશે. રવિવારે જ NDAના નેતા સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે રાજ્યપાલને મળવા જશે.

આજની મીટિંગમાં JDU તરફથી નીતીશ કુમાર, વિજય ચૌધરી, વિજેન્દ્ર યાદવ અને અશોક ચૌધરીએ ભાગ લીધો. ભાજપ તરફથી સુશીલ મોદી, નિત્યાનંદ રાય, સંજય જયસ્વાલ અને હમ પાર્ટીના જીતનરામ માંઝી સામેલ થયા. VIP તરફથી મુકેશ સહની પહોંચ્યા.

ગુરુવારે સાંજે મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું હતું કે જનતા માલિક છે, હજુ કંઈ ફાઈનલ નથી થયું. તમામ ઘટક પક્ષ એકબીજા સાથે વાતચીત કરશે. વિધાનમંડળ પક્ષની બેઠક એ પછી થશે. વાતચીત પછી જ નક્કી થશે કે કેવી રીતે શું કરવાનું છે. મુખ્યમંત્રી અંગે નિર્ણય NDAની બેઠકમાં થશે. અમારું અભિયાન સમગ્ર NDA માટે હતું, પણ ઉમેદવાર ન હોવા છતાં અમારી જ બેઠકો પર શોધી શોધીને ઉમેદવારો ઊભા કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું.

સરકારની રચનાના તમામ પોઈન્ટ્સ અંગે ચર્ચા થશે
NDAની બેઠકમાં સરકાર બનાવવાના તમામ પોઈન્ટ્સ પર ચર્ચા થશે. આ વખતે JDU કરતાં વધારે બેઠકો મેળવીને ભાજપ મોટા ભાઈની ભૂમિકામાં છે, એટલા માટે સરકારમાં ભાજપના કેટલા મંત્રી હશે તેના પર સહમતી બનાવવાનો પ્રયાસ થશે. બેઠકમાં એ અંગે પણ ચર્ચા થશે કે હમ અને VIP પાર્ટીના કેટલા મંત્રી હશે, સરકારમાં તેમની કેટલી ભૂમિકા હશે.

સરકાર બનાવવા અંગે એક બાજુ NDAની બેઠક યોજાઈ તો બીજી બાજુ મહાગઠબંધનમાં પણ આ અંગે મંથન ચાલી રહ્યું છે. મહાગઠબંધનના ટોપ નેતાઓની નજર પણ નાના પક્ષ તરફ છે, ખાસ કરીને HAM,VIP તથા AIMIMની તરફ. AIMIMના 5 ધારાસભ્ય જીત્યા છે.

NDA પાસે બહુમતી
બિહાર વિધાનસભાની 243 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં NDAએ 125 બેઠકો જીતીને બહુમતી હાંસિલ કરી છે. વિપક્ષના મહાગઠબંધનને 110 બેઠક મળી છે. ભાજપને 74, JDUને 43, RJDને 75, કોંગ્રેસને 19 બેઠક મળી છે. ભાકપા માલેને 12 અને અન્યના ખાતામાં 8 બેઠક ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો