• Gujarati News
  • Business
  • Nita Ambani Did A Surprise Dance Performance With Family; Many Famous Guests Including Sachin Tendulkar, Akshay Kumar Were Present

રાધિકા અને અનંત અંબાણીની સગાઈ:ડોગ એન્ગેજમેન્ટ રિંગ લઈને પહોંચ્યો હતો; નીતા અંબાણીએ પરિવાર સાથે સરપ્રાઇઝ ડાન્સ પર્ફોર્મન્સ કર્યું

મુંબઈ10 દિવસ પહેલા
  • સચિન તેંડુલકર, અક્ષયકુમાર સહિત અનેક દિગ્ગજ મહેમાનો હાજર રહ્યા હતા

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અને બિઝનેસમેન વિરેન મર્ચેન્ટની પુત્રી રાધિકાની ગુરુવારે સગાઈ થઈ. તેમનો ડોગ એન્ગેજમેન્ટ સેરેમનીમાં રિંગ લઈને પહોંચ્યો હતો. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયામાં ગોળ-ધાણા અને ચૂંદડી પહેરામણીની વિધિ કરવામાં આવી હતી. આ વિધિ ગુજરાતી હિન્દુ પરિવારોમાં પેઢી દર પેઢી ચાલી આવે છે. આ પ્રસંગે અંબાણી પરિવારના સભ્યોએ એક સરપ્રાઈઝ ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું, જેનું નેતૃત્વ નીતા અંબાણીએ કર્યું હતું.

અનંતના લગ્નમાં તેના કાકા અનિલ અંબાણી અને કાકી ટીના અંબાણી પણ પહોંચ્યાં હતાં. બંને ટ્રેડિશનલ ડ્રેસમાં જ જોવા મળ્યાં હતાં. આ સાથે સ્પોર્ટ્સ અને બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ હાજરી આપી હતી. એમાં સચિન તેંડુલકર, અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય, શ્રેયા ઘોષાલ સહિત ઘણા દિગ્ગજો સામેલ હતાં.

નીતા અને મુકેશ અંબાણીએ સરપ્રાઈઝ ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું.
નીતા અને મુકેશ અંબાણીએ સરપ્રાઈઝ ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું.
રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે.
રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે.

એક દિવસ પહેલાં બુધવારે જ કપલે મહેંદી સેરેમની સેલિબ્રેટ કરી હતી. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી અને પત્ની ટીના અંબાણી સગાઈની ઈવેન્ટમાં સામેલ થયાં હતાં. તેમણે મીડિયાને પોઝ પણ આપ્યાં હતાં.

જુઓ અંબાણી પરિવારના આ ખાસ પ્રસંગની તસવીરો...

ડાબેથી ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલ, મુકેશ અંબાણી, રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, આકાશની પત્ની શ્લોકા મહેતા અને આકાશ અંબાણી.
ડાબેથી ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલ, મુકેશ અંબાણી, રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, આકાશની પત્ની શ્લોકા મહેતા અને આકાશ અંબાણી.
પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે માતા નીતા અંબાણી. રાધિકા બિઝનેસમેન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. વિરેનની ગણના ભારતના અમીર હસ્તીઓમાં થાય છે.
પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે માતા નીતા અંબાણી. રાધિકા બિઝનેસમેન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. વિરેનની ગણના ભારતના અમીર હસ્તીઓમાં થાય છે.
પુત્ર અને પુત્રવધૂ સાથે મુકેશ અને નીતા અંબાણી. રાધિકાએ તેનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું હતું. તેણે ન્યૂયોર્કથી ઉચ્ચ અભ્યાસ કર્યો. ત્યાં તેમણે રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે.
પુત્ર અને પુત્રવધૂ સાથે મુકેશ અને નીતા અંબાણી. રાધિકાએ તેનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું હતું. તેણે ન્યૂયોર્કથી ઉચ્ચ અભ્યાસ કર્યો. ત્યાં તેમણે રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે.
રાધિકા સ્નાતક થયા પછી 2017માં ઇસ્પ્રાવા ટીમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈ હતી. રાધિકા તેના પિતાની એન્કોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર પણ છે.
રાધિકા સ્નાતક થયા પછી 2017માં ઇસ્પ્રાવા ટીમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈ હતી. રાધિકા તેના પિતાની એન્કોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર પણ છે.
રાધિકાને ક્લાસિકલ ડાન્સ સિવાય વાંચન, ટ્રેકિંગ અને સ્વિમિંગ કરવાનું પસંદ છે. અનંત અંબાણી રિલાયન્સનો ન્યૂ એનર્જી બિઝનેસ સંભાળી રહ્યો છે. તે બે કંપનીનો ડિરેક્ટર પણ છે.
રાધિકાને ક્લાસિકલ ડાન્સ સિવાય વાંચન, ટ્રેકિંગ અને સ્વિમિંગ કરવાનું પસંદ છે. અનંત અંબાણી રિલાયન્સનો ન્યૂ એનર્જી બિઝનેસ સંભાળી રહ્યો છે. તે બે કંપનીનો ડિરેક્ટર પણ છે.
રાધિકા મર્ચન્ટના પિતા ગુજરાતના કચ્છના રહેવાસી છે. પિતા વિરેન અને માતા શૈલા ઉપરાંત રાધિકાના પરિવારમાં એક નાની બહેન પણ છે. તેનું નામ અંજલિ મર્ચન્ટ છે.
રાધિકા મર્ચન્ટના પિતા ગુજરાતના કચ્છના રહેવાસી છે. પિતા વિરેન અને માતા શૈલા ઉપરાંત રાધિકાના પરિવારમાં એક નાની બહેન પણ છે. તેનું નામ અંજલિ મર્ચન્ટ છે.
ફેમિલી ફોટો પછી અનંત અને રાધિકાએ મીડિયાની વિનંતી પર કપલ તરીકે પોઝ પણ આપ્યો. આ પછી બંનેએ સૌનું અભિવાદન કર્યું હતું.
ફેમિલી ફોટો પછી અનંત અને રાધિકાએ મીડિયાની વિનંતી પર કપલ તરીકે પોઝ પણ આપ્યો. આ પછી બંનેએ સૌનું અભિવાદન કર્યું હતું.
અનિલ અંબાણી અને ટીના અંબાણીએ પણ અનંત અને રાધિકાની સગાઈના ફંક્શનમાં હાજરી આપી હતી.
અનિલ અંબાણી અને ટીના અંબાણીએ પણ અનંત અને રાધિકાની સગાઈના ફંક્શનમાં હાજરી આપી હતી.

ગોળ-ધાણા એ ગુજરાતી લગ્નની વિશેષ વિધિ છે.
ગોળ-ધાણા એટલે એનો અર્થ ગોળ અને ધાણા. એ ગુજરાતી પરિવારોમાં લગ્ન પહેલાંની વિધિ છે, જેમાં છોકરાના ઘરે ગોળ વહેંચવામાં આવે છે.
કન્યાના પરિવારના સભ્યો મીઠાઈઓ અને ભેટો સાથે વરરાજાના ઘરે આવે છે. આ પછી બંને એકબીજાને રિંગ પહેરાવે છે અને વડીલોના આશીર્વાદ લે છે.

કેવો રહ્યો કાર્યક્રમ...

  • સગાઈની વિધિ શરૂ કરવા માટે અનંત અંબાણીની બહેન ઈશા અંબાણી સૌથી પહેલા મર્ચન્ટ હાઉસમાં ગઈ અને સાંજે ઈવેન્ટ માટે તેમને અને રાધિકાને આમંત્રણ આપ્યું. અંબાણી પરિવારે આરતી અને મંત્રોચ્ચાર વચ્ચે મર્ચેન્ટ પરિવારનું સ્વાગત કર્યું હતું.
  • આ પછી બંને પરિવાર અનંત અને રાધિકાને મંદિરમાં લઈ ગયા, જ્યાં બંનેએ ભગવાન કૃષ્ણના આશીર્વાદ લીધા. આ પછી બધા સમારોહ સ્થળ પર પહોંચ્યા, જ્યાં ગણેશ વંદના સાથે ફંકશનની શરૂઆત થઈ. સૌથી પહેલા લગ્નપત્રિકા અથવા લગ્નનું આમંત્રણ કાર્ડ વાંચવામાં આવે છે.
  • અહીં ગોળ-ધાણા અને ચૂંદડી પહેરામણીની વિધિ કરવામાં આવી હતી. આ પછી બંને પરિવારોએ એકબીજાને ભેટ આપી હતી. નીતા અંબાણીના નેતૃત્વમાં ફરી અંબાણી પરિવાર જબરદસ્ત સરપ્રાઈઝ પર્ફોર્મન્સ આપ્યું, જેની સૌએ પ્રશંસા કરી હતી.
  • આ પછી ઈશા અંબાણીએ રિંગ સેરેમનીની શરૂઆતની જાહેરાત કરી. રાધિકા અને અનંત તેમના પરિવારો અને મિત્રોની સામે એકબીજાને રિંગ પહેરાવી અને દરેકના આશીર્વાદ લીધા હતા.

અનંત અને રાધિકાની સગાઈમાં બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. જુઓ તસવીરો...

પુત્રી આરાધ્યા સાથે અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
પુત્રી આરાધ્યા સાથે અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
અક્ષય કુમારે અનંત અંબાણી અને રાધિકાની સગાઈ સમારોહમાં પણ હાજરી આપી હતી.
અક્ષય કુમારે અનંત અંબાણી અને રાધિકાની સગાઈ સમારોહમાં પણ હાજરી આપી હતી.
બોલિવૂડ ડિરેક્ટર કરણ જોહર આ અંદાજમાં હાજર રહ્યા હતા.
બોલિવૂડ ડિરેક્ટર કરણ જોહર આ અંદાજમાં હાજર રહ્યા હતા.
ક્રિકેટર સચિન તેંડુલકર પત્ની અંજલિ તેંડુલકર સાથે અનંત-રાધિકાની સગાઈ સમારોહમાં પહોંચ્યા.
ક્રિકેટર સચિન તેંડુલકર પત્ની અંજલિ તેંડુલકર સાથે અનંત-રાધિકાની સગાઈ સમારોહમાં પહોંચ્યા.
સિંગર શ્રેયા ઘોષાલે અનંત-રાધિકાની સગાઈ સમારોહમાં હાજરી આપી હતી. લાલ સૂટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
સિંગર શ્રેયા ઘોષાલે અનંત-રાધિકાની સગાઈ સમારોહમાં હાજરી આપી હતી. લાલ સૂટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
સગાઈ સમારોહમાં બોલિવૂડ નિર્માતા અને નિર્દેશક કિરણ રાવે પણ હાજરી આપી હતી.
સગાઈ સમારોહમાં બોલિવૂડ નિર્માતા અને નિર્દેશક કિરણ રાવે પણ હાજરી આપી હતી.
શાહરુખ ખાનની પત્ની ગૌરી તેમના પુત્ર આર્યન સાથે પાર્ટીમાં પહોંચી હતી.
શાહરુખ ખાનની પત્ની ગૌરી તેમના પુત્ર આર્યન સાથે પાર્ટીમાં પહોંચી હતી.
આ પાર્ટીમાં બોલિવૂડ એક્ટ્રેસ નીતુ કપૂર પણ પહોંચી હતી. આ દરમિયાન તે બ્લૂ ડ્રેસમાં જોવા મળી હતી.
આ પાર્ટીમાં બોલિવૂડ એક્ટ્રેસ નીતુ કપૂર પણ પહોંચી હતી. આ દરમિયાન તે બ્લૂ ડ્રેસમાં જોવા મળી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.
બોલિવૂડ એક્ટર વરુણ ધવન પત્ની નતાશા દલાલ સાથે પહોંચ્યો હતો.
બોલિવૂડ એક્ટર વરુણ ધવન પત્ની નતાશા દલાલ સાથે પહોંચ્યો હતો.
શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પાર્ટીમાં હાજરી આપી હતી.
શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પાર્ટીમાં હાજરી આપી હતી.

અંબાણી પરિવારની નવી વહુ રાધિકા વિશે...

રાધિકાનો ગુજરાત સાથે સંબંધ છે
રાધિકાના પિતા વિરેન ગુજરાતના કચ્છના વતની છે. તેઓ ADF Foods Ltd.ના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તેમજ એનકોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ અને વાઇસ-ચેરમેન છે. રાધિકાએ શાળાનું શિક્ષણ કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલ અને મુંબઈની ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલમાંથી પૂરું કર્યું હતું. ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકસ અને ઇકોનોમિક્સમાં સ્નાતક કર્યું છે.

રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકસ અને ઇકોનોમિક્સમાં સ્નાતક કર્યું છે.
રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકસ અને ઇકોનોમિક્સમાં સ્નાતક કર્યું છે.

કંપની ડિરેક્ટર અને ક્લાસિકલ ડાન્સર પણ છે
રાધિકા ગ્રેજ્યુએશન પછી ભારત પરત આવી. તે હાલમાં બોર્ડ ઓફ એન્કોર હેલ્થકેરમાં ડિરેક્ટર છે. તેને ટ્રેકિંગ અને સ્વિમિંગનો શોખ છે. તે એક ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર પણ છે. રાધિકાએ મુંબઈની શ્રી નિભા આર્ટ ડાન્સ એકેડમીના ગુરુ ભવન ઠાકરના માર્ગદર્શન હેઠળ ક્લાસિકલ ડાન્સિંગની તાલીમ લીધી છે.

રાધિકા ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર પણ છે.
રાધિકા ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર પણ છે.

અનંત રાધિકાને બાળપણથી ઓળખે છે
રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે. અનંતે USAની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારથી તેણ જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય તરીકે કામ કર્યું. તેઓ હાલમાં RILના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે.

જુઓ રાધિકાની મહેંદી સેરેમનીની તસવીરો...

અન્ય સમાચારો પણ છે...