તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PNB કૌભાંડ:નીરવે કહ્યું- માનસિક સ્વાસ્થ્ય સારું નહીં, ભારત ના મોકલો

લંડનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નીરવને પ્રત્યાર્પણ સામે અપીલ કરવા મંજૂરી મળી

બ્રિટનની હાઈકોર્ટે 12 હજાર કરોડના બેન્ક ગોટાળાના આરોપી નીરવ મોદીને ભારત પરત મોકલવા સામે અપીલ કરવા મંજૂરી આપી છે. માનસિક આરોગ્યના આધારે નીરવ તેને ભારત મોકલવામાં ન આવે તેવી દલીલ કરી રહ્યો છે.

ગયા મહિને મોદીના વકીલ એડવર્ડ ફિટ્સ ગેરાલ્ડે કોર્ટમાં કહ્યું હતું કે નીરવ મોદીને ભારત મોકલાશે તો તેના માનસિક આરોગ્ય પર ખરાબ અસર થશે અને તે કદાચ આત્મહત્યા પણ કરી લેશે. પહેલેથી જ તે ભારે તણાવ હેઠળ છે.

તેનું કહેવું હતું કે ભારત મોકલાયા પછી નીરવને આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે. ત્યાં તેની હાલત વધુ ખરાબ થઈ શકે છે. જો કે ભારત સરકાર તરફથી હાજર રહેલી બ્રિટિશ સરકારની કાનૂની એજન્સીએ આ અપીલ ફગાવી દેવાની માંગ કરી હતી. નીરવના મામા મેહુલ ચોક્સી સહિત અન્ય 12 હજાર કરોડના પીએનબી બેન્ક ગોટાળામાં આરોપી છે.

અન્ય સમાચારો પણ છે...