દેશની અર્થવ્યવસ્થાને લઈને સોમવારે સંસદમાં ઉગ્ર ચર્ચા થઈ હતી. વિપક્ષે ડૉલર સામે રૂપિયાની કિંમતમાં ઘટાડાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. આ બાબતે નાણામંત્રીએ કહ્યું કે સંસદમાં કેટલાક લોકો દેશની વધતી અર્થવ્યવસ્થાથી ઈર્ષ્યા કરે છે. ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે, પરંતુ વિપક્ષને આમાં પરેશાની થઈ રહી છે.
સંસદમાં કોંગ્રેસના સાંસદ અને નિર્મલા સીતારમણના સવાલ-જવાબ વાંચો
કોંગ્રેસનો સવાલ- સાંસદ રેવનાથ રેડ્ડીએ પ્રશ્નકાળ દરમિયાન કહ્યું કે કેન્દ્રને માત્ર સરકાર બચાવવાની ચિંતા છે. રૂપિયો સતત નબળો પડી રહ્યો છે, તેની કોઈ ચિંતા નથી. કોંગ્રેસ સરકારમાં જ્યારે ડોલર સામે રૂપિયો 66 હતો ત્યારે ભાજપ કહેતો હતો કે રૂપિયો ICUમાં ચાલ્યો ગયો છે.
ICUથી આગળ બે રસ્તા છે. પહેલો રસ્તો સાજા થઈને ઘરે આવવાનો છે અને બીજો રસ્તો ICUથી સીધા શબઘરમાં જવું. હવે તો રુપિયો સીધો શબઘરમાં જતો રહ્યો છે. હું નાણામંત્રીને પુછવા માંગુ છું કે રુપિયાને સાજો કરીને પાછો ઘરે લાવવાનો કોઈ પ્લાન તે કે નહીં?
નાણામંત્રી નિર્મલાનો જવાબ- કોંગ્રેસના સમયે રુપિયા જ નહીં, પણ આખું અર્થતંત્ર ICUમાં હતુ. કોરોના મહામારી, રશિયા- યુક્રેન યુદ્ધ થવા છતા ભારતની ઈકોનોમીમાં વધારો થઈ રહ્યો છે. આનાથી સંસદમાં બેઠેલા કેટલાક લોકોને જલન અને પરેશાની થઈ રહી છે. નાણામંત્રીએ વધુમાં કહ્યું હતુ કે દેશની વધતી અર્થવ્યવસ્થા પર ગર્વ અનુભવવો જોઈએ, મજાક ન કરવી જોઈએ.
એનર્જી કન્ઝર્વેશન એમેન્ડમેન્ટ બિલ પર ચર્ચા થશે
લોકસભામાં આજે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એમેન્ડમેન્ટ બિલ પાસ થઈ શકે છે. આ તરફ એનર્જી કન્ઝર્વેશન એમેન્ડમેન્ટ બિલ પર રાજ્યસભામાં ચર્ચા થઈ શકે છે. દેશની વિદેશ નીતિ પર સંસદીય સમિતિનો રિપોર્ટ પણ રજુ કરવામાં આવશે.
આજે આ બિલો રજુ કરવામાં આવશે...
મનીષ તિવારીએ પ્રાઈવેટ સભ્ય બિલ રજૂ કર્યું
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં પ્રાઈવેટ સભ્ય બિલ રજૂ કર્યું છે. આ બિલ ચૂંટણી પંચની સ્વતંત્રતા અને સ્વાયત્તતા પર વધતી ચિંતા પર છે. બિલમાં ચૂંટણી પંચને વધુ સત્તા આપવાની વાત કહેવામાં આવી છે. જેમાં ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવાની માંગ કરવામાં આવી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં વિપક્ષના નેતા, CJI સાથે મળીને મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.