તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગ્રેટા થનબર્ગ ટૂલકિટ કેસમાં મંગળવારે એક વધુ ઘટસ્ફોટ થયો છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે ગ્રેટા થનબર્ગે જ્યારે ખેડૂત આંદોલન સાથે જોડાયેલી ટૂલકિટ ટ્વીટ કર્યું એ પછી તરત જ એક્ટિવિસ્ટ દિશાએ એને વ્હોટ્સએપ પર મેસેજ કર્યો હતો. એમાં દિશાએ ગ્રેટાને કહ્યું હતું કે ટૂલકિટને ટ્વીટ ના કરતાં, કારણ કે એમાં અમારાં બધાનાં નામ છે. દિલ્હી પોલીસે દિશાએ બનાવેલા એક વ્હોટ્સએપ ગ્રુપ વિશે માહિતી માગી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈન્ટરનેશનલ ફાર્મર સ્ટ્રાઈક નામનું આ ગ્રુપ ખેડૂત આંદોલનની ગતિવિધિઓને જોડવા માટે બનાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ ગ્રુપ 6 ડિસેમ્બરે બનાવવામાં આવ્યું હતું અને એમાં 10 સભ્યો જોડાયેલા છે. ત્યાર પછી દિશાએ તેના ફોનમાંથી દરેક નંબર ડિલિટ કરી દીધા હતા.
ગ્રેટા અને દિશા વચ્ચેનાં વ્હોટ્સએપ ચેટ
ગ્રેટા (9:25 pm): સારું થાત તો એ અત્યારે તૈયાર થઈ જીત તો, મને તેને કારણે ઘણી ધમકી મળી રહી છે. તેણે તો બહુ વિવાદ ઊભો કરી દીધો છે.
દિશા (9:25 pm): શિટ...શિટ
દિશા (9:25 pm): એ હું તને મોકલું છું
દિશા (9:35 pm): ઓકે, શું એવું થઈ શકે કે તમે આ ટૂલકિટ શેર ના કરો? એવું ના થઈ શકે કે થોડો સમય આપણે કશું કઈ જ ના કહીએ? હું વકીલો સાથે વાત કરવા જવાની છું. હું માફી માગું છું, પણ આમાં અમારા બધાનાં નામ છે. અમારી બધા વિરુદ્ધ વાસ્તવમાં અનલોફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ અંતર્ગત કેસ થશે.
દિશા (9:39 pm): શું તું ઠીક છે
ગ્રેટા (9:40 pm): મારે કઈક લખવું જોઈએ.
દિશા (9:40 pm): શું તું મને 5 મિનિટ આપી શકે છે, હું વકીલો સાથે વાત કરી રહી છું
ગ્રેટા (9:41 pm): ઘણી વખત નફરતનું એવું વાવાઝોડું આવે છે અને એ ખૂબ ભયાનક હોય છે.
દિશા (9:41 pm): હું માફી માગું છું, અમે બધા ખૂબ પરેશાન છીએ, કારણ કે અહીં સ્થિતિ ખરાબ થઈ રહી છે.
દિશા (9:41 pm): અમે ચોક્કસપણે કહીએ છીએ કે આ મામલે તમારું નામ ન આવે.
દિશા (9:41 pm): આપણે અત્યારે જ બધાં સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલિટ કરવાં પડશે.
નિકિતા વર્ચ્યુઅલ મીટિંગમાં સામેલ હોવાની વાત સ્વીકારી
ગ્રેટા થનબર્ગ ટૂલકિટ કેસમાં સામેલ નિકિતા જૈકબે વર્ચ્યુઅલ મીટિંગમાં સામેલ હોવાની વાત સ્વીકારી લીધી છે. નિકિતાએ કહ્યું છે કે 26 જાન્યુઆરી પહેલાં પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનના ફાઉન્ડર એમઓ ધાલીવાલ, દિશા અને અન્ય લોકો સાથે ઝૂમ એપ પર મીટિંગમાં સામેલ થઈ હતી. દિલ્હી પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે આ મીટિંગ 11 જાન્યુઆરીએ થઈ હતી. તેમાં 70 લોકો સામેલ હતા. પોલીસે ઝૂમ એપ પાસેથી બધાની માહિતી માગી છે.
વર્ચ્યુઅલ મીટિંગ અને ટૂલકિટ પર નિકિતાનો ઘટસ્ફોટ
ટૂકલિટનો હેતુ આંદોલનની તસવીર રજૂ કરવી: નિકિતાના વકીલે મુંબઈ પોલીસ સામે આ મુદ્દે અમુક દસ્તાવેજ રજૂ કર્યા છે. તેમાં નિકિતાએ કહ્યું છે કે, ટૂલકિટ એક્સટિંક્શન રિબેલિયન NGO(XR)ના ભારતીય વોલિયન્ટર્સે બનાવી હતી. તેનો હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ખેડૂત આંદોલનની તસવીર રજૂ કરવાનો હતો.
અમારો હેતુ હિંસા ભડકાવવાનો નહતો: તેણે કહ્યું, સ્વીડનની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ સાથે મેં કોઈ માહિતી શેર કરી નથી. આ ટૂલકિટ ડોક્યુમેન્ટ ઈન્ફોર્મેશનલ પેક હતી અને તેનો હેતુ હિંસા ભડકાવવાનો નહોતો. તેની પાછળ મારો કોઈ રાજકીય, ધાર્મિક અથવા આર્થિક એજન્ડા પણ નહોતો.
70 લોકો વર્ચ્યુઅલ મીટિંગમાં સામેલ થયા હતા, ઝૂમ પાસેથી બધાની ડિટેલ્સ માંગી- દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસે કહ્યું હતું કે વર્ચ્યુઅલ મીટિંગમાં નિકિતા અને પુણેના એન્જિનિયર શાંતનુ સિવા 70 લોકો સામેલ હતા. પોલીસે મીટિંગમાં સામેલ દરેક લોકોની ડિટેલ ઝૂમ એપ પાસે માગી છે. પોલીસે કહ્યું હતું કે આ મીટિંગ પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન (PJF)એ બોલાવી હતી, જેનો ફાઉન્ડર એમઓ ધાલીવાલ છે. તેમાં જ ગ્લોબલ ફાર્મર સ્ટ્રાઈક અને ગ્લોબલ ડે ઓફ એક્શન 26 જાન્યુઆરી નામથી ટૂલકિટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગ્રેટા થનબર્ગે ટૂલકિટ શેર કર્યા પછી વિવાદ વધ્યો
આ મુદ્દો દેશના ખેડૂતો સાથે જોડાયેલો છે, તેઓ દિલ્હીના દરવાજા પર 83 દિવસથી આંદોલન કરી રહ્યા છે. 3 ફેબ્રુઆરીએ 18 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે બે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી. પહેલી પોસ્ટમાં તેમણે ખેડૂતોને સમર્થન આપ્યું હતું, જ્યારે બીજી પોસ્ટમાં એક ટૂલકિટ શેર કરવામાં આવી હતી. આ ટૂલકિટ હકીકતમાં એક ગૂગલ ડોક્યુમેન્ટ હતી. તેમાં અર્જન્ટ, પ્રાયર ઓર ઓન ગ્રાઉન્ડ એક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
કાયદો 20 વર્ષ અને 50 વર્ષમાં ફરક નથી કરતો- દિશાની ધરપકડ મામલે આ મુદ્દે દિલ્હી પોલીસે 14 ફેબ્રુઆરીએ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી છે. 22 વર્ષની દિશા બીબીએની વિદ્યાર્થિની છે. તેણે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રુપ ફ્રાઈડે ફોર ફ્યુચર ઈન્ડિયા વિંગ 2019ની શરૂઆત કરી છે. આ ઈન્ટરનેશનલ ગ્રુપની ફાઉન્ડર ગ્રેટા થનબર્ગ છે. આ ધરપકડ મામલે વિપક્ષ અને એક્ટિવિસ્ટ કોમ્યુનિટીએ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. તે સાથે જ ખેડૂત નેતાઓએ દિશાને વગર શરતે છોડવાની વાત કરી હતી.
દિલ્હી પોલીસે મંગળવારે દિશાની ધરપકડ વિશે તેમનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. દિલ્હીના પોલીસ કમિશનરે કહ્યું, આ ધરપકડ પ્રક્રિયા પ્રમાણે કરવામાં આવી છે. કાયદો 22 વર્ષ કે 50 વર્ષની ઉંમરમાં ફેર નથી કરતો. દિશાને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે, જ્યાંથી 5 દિવસ માટે તેને પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવી છે. ધરપકડમાં ખામીઓ છે એ કહેવું ખોટું છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.