• Gujarati News
  • National
  • Nihang Narayan Singh Will Surrender Outside The Akal Takht, The Police Stir In Jaddi Village Is Also Big

સિંધુ બોર્ડર હત્યામાં 4 આરોપીની ધરપકડ:કુંડલી બોર્ડર પર 4 નિહંગોએ સરેન્ડર કર્યું, નિહંગ નારાયણ અને સરબજીત અગાઉ સરેન્ડર કરી ચુક્યા છે

એક મહિનો પહેલા

સિંઘુ બોર્ડર પર તરનતારનના ચીમા ગામના રહેવાસી લખબીર સિંહની હત્યા કેસમાં 4 આરોપીએ આત્મસમર્પણ કર્યું છે. શનિવારે સાંજે પોલીસે ભગવંત સિંહ અને ગોવિંદ સિંહ નામના 2 નિહંગોએ કુંડલી બોર્ડર પર સરેન્ડર કર્યું હતું. સરેન્ડર કરતા પહેલા બન્નેએ ડેરામાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સમક્ષ અરદાસ કરી. શનિવારે સાંજે લગભગ સાડા 8ઃ30 વાગે સિંધુ બોર્ડર પર નિહંગોના ડેરેમાં પહોંચ્યા હતા અને આશરે 45 મિનિટ બાદ બન્નેને લઈને નિકળ્યા હતા.

આ અગાઉ શુક્રવારે સાંજે ઘટનાના 15 કલાક પછી નિહંગ સરબજીત સિંહે આત્મસમર્પણ કર્યું હતું. દિલ્હીના નિહંગ નારાયણ સિંહને આત્મસમર્પણ બાદ અમૃતસરના દેવીદાસ પુરા ગુરુદ્વારાની બહારથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે નારાયણ સિંહના અમૃતસર પહોંચવાના સમાચાર મળતાં જ આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. ગુરુદ્વારા છોડતાની સાથે જ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.

અમૃતસરમાં કસ્ટડીમાં લીધા બાદ પોલીસની ગાડીમાં બેસતા પહેલા નારા લગાવતો નારાયણ સિંહ
અમૃતસરમાં કસ્ટડીમાં લીધા બાદ પોલીસની ગાડીમાં બેસતા પહેલા નારા લગાવતો નારાયણ સિંહ

અમૃતસરમાં કસ્ટડીમાં લેવામાં આવેલા નિહંગ નારાયણ સિંહે કહ્યું હતું કે, લખબીર સિંહે ગુરુનું અપમાન કર્યું હતું, તેથી તેમણે જે કર્યું તે સારુ કર્યું. સરબજીતસિંહ ગુનેગાર હોય તો હું પણ ગુનેગાર છું. મેં સરબજીત સિંહને પણ એટલું જ સમર્થન આપ્યું છે. 2014થી ગુરુઓનું અપમાન કરવામાં આવે છે. ગુરુ ગ્રંથ સાહિબના અપમાનની કેટલી ઘટનાઓ નોંધાઈ હતી પરંતુ પોલીસે સહકાર આપ્યો ન હતો. એક પણ આરોપી પર કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ ઘટનામાં આરોપી જાહેરમાં પકડાયો હતો અને નિહંગ જથેબંદીઓએ તે સમયે જે યોગ્ય લાગતું હતું તે કર્યું હતું. એ કિસ્સામાં હું સરબજીત જેટલો જ ગુનેગાર છું.

નિહંગ નારાયણ સિંહને પંજાબ પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે
નિહંગ નારાયણ સિંહને પંજાબ પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે

અમૃતસરમાં સરેન્ડર કરવાનો પ્લાનિંગ હતો
દિલ્હીના નિહંગ નારાયણ સિંહ સમર્પણ કરવા માટે સવારે જ સિંધુ બોર્ડરથી નીકળી ગયો હતો. નારાયણ સિંહનું કહેવું હતું કે સંગતે તેમને અમૃતસરમાં સરેન્ડર કરવાનું કહ્યું હતું. ત્યાર બાદ તે અમૃતસર પહોંચ્યા. જાણકારી અનુસાર તે પોલીસથી બચીને દેવીદાસ પહોંચી ગયો હતો.

નારાયણે અરદાસ બાદ સમર્પણ કર્યું
નારાયણ સિંહેના પહોંચવાની ખબર મળ્યા બાદ જ પોલીસે ગામને ઘેરી લીધું હતું. ત્યાર બાદ નારાયણે કહ્યું કે અરદાસ બાદ જાતે જ સમર્પણ કરી દેશે. અરદાસ બાદ તે ગુરુદ્વારા સાહિબથી બહાર આવ્યો અને સરેન્ડર કરી દીધું. અમૃતસર રુરલના SSP રાકેશ કૌશલનું કહેવું છે કે નિહંગ નારાયણ સિંહ તેમની કસ્ટડીમાં છે. હરિયાણા પોલીસના અમૃતસર પહોંચતા જ તેને હેન્ડઓવર કરવામાં આવશે. પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને પૂરા ઘટનાક્રમની જાણકારી આપવાની વાત કરી છે.

શુક્રવારે સરબજીતે સરેન્ડર કર્યું હતું

શુક્રવારે વહેલી સવારે સિંઘુ સરહદ પર યુવકની હત્યા થયાના 15 કલાક પછી એક નિહંગે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. કુંડલી પોલીસ સ્ટેશનની એક પોલીસ ટીમ શુક્રવારે સાંજે 6 વાગ્યે સિંઘુ બોર્ડર પર નિહંગોના ડેરામાં પહોંચી હતી. આ જ ટીમે સરબજીત સિંહ નામના નિહંગને કસ્ટડીમાં લાવ્યા હતા. શનિવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...