• Gujarati News
  • National
  • Nihang Asked For A Chicken From The Laborer, If Not Given, Broke His Leg; Police Made The Arrest

સિંધુ બોર્ડર પર નવો વિવાદ:નિહંગે મજૂર પાસેથી મુર્ગી માગી, ન આપી તો પગ તોડી નાખ્યા; પોલીસે ધરપકડ કરી

સોનીપતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પીડિત મજૂરનું નામ મનોજ પાસવાન છે અને તે બિહારનો રહેવાસી છે. - Divya Bhaskar
પીડિત મજૂરનું નામ મનોજ પાસવાન છે અને તે બિહારનો રહેવાસી છે.

હરિયાણાના સોનીપત જિલ્લાના સિંધુ બોર્ડર પર નવો વિવાદ સામે આવ્યો છે. કિસાન આંદોલનમાં સામેલ નિહંગ નવી સંધૂએ કુંડલી બોર્ડની પાસે મુર્ગી સપ્લાઈ કરતા મજૂર સાથે મારામારી કરી છે. નિહંગે મજૂર પાસે મુર્ગો માગ્યો હતો, જ્યારે મજૂરે મુર્ગો આપવાનો ઈનકાર કર્યો તો નિહંગે તેને લાકડીથી માર મારીને તેના પગ તોડી નાખ્યા.

નવીન લંઘૂ નિહંગ બાબા અમનસિંહના દળનો છે. ઘટના ગુરુવારે સવારે 11 વાગ્યે સિંધુ બોર્ડર પાસે ઘટી છે. સોનીપતના કુંડલી પોલીસે નિહંગ નવીન સંધૂની ધરપકડ કરી છે. પીડિત મજૂરનું નામ મનોજ પાસવાન છે અને તે બિહારનો રહેવાસી છે.

મુર્ગી ન દેવાને કારણે મજૂરના પગ તોડનાર નિહંગ નવીન સંધૂ
મુર્ગી ન દેવાને કારણે મજૂરના પગ તોડનાર નિહંગ નવીન સંધૂ

મજૂર મનોજ પાસવાનને સોનીપતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મનોજ પાસવાનના 2 વીડિયો પણ સામે આવ્યા છે. પહેલો વીડિયો 39 સેકન્ડનો છે, જે સિંધુ બોર્ડરનો છે. જેમાં જમીન પર બેઠેલો મનોજ જણાવે છે કે તે પોતાની રિક્ષામાં મુર્ગીઓ લઈને કુંડલી અને આજુબાજુના ગામમાં સપ્લાઈ કરવા જઈ રહ્યો હતો. રસ્તામાં નિહંગ નવીન સંધૂએ તેની પાસે મુર્ગો માંગ્યો. જ્યારે તેને કહ્યું કે તે ન આપી શકે કેમકે તેને ગણીને સપ્લાઈ માટે આપવામાં આવે છે અને પરત ફરતા હિસાબ આપવો પડે છે તો નિહંગ તેને મારવા લાગ્યો હતો.

44 સેકન્ડનો બીજા વીડિયોમાં સોનીપત હોસ્પિટલના સ્ટ્રેચરમાં મનોજ સુતો છે અને કહે છે કે, 'મેં મારા ખીસ્સામાંથી મુર્ગીઓની સંખ્યાવાળી ચિઠ્ઠી કાઢીને નિહંગને દેખાડી. ચિઠ્ઠી કાઢતા સમયે ખીસ્સામાં પડેલી બીડી મારા હાથમાં આવી ગઈ તો તેને જોઈને નિહંગે ગાળો આપતા કહ્યું કે તું બીડી પીવે છે. જ્યારે મેં કહ્યું બધાં પીવે છે, એમ હું પણ પીવું છું પણ અહીં તો નથી પીતો. આ વાતને લઈને તેને બીજી વખત માર માર્યો.'

સિંધુ બોર્ડર પર મુર્ગી ન આપવાને કારણે મજૂરના પગ તોડનાર નિહંગ નવીન સંધૂને પોલીસ સ્ટેશન લઈ જતા પોલીસ કર્મી.
સિંધુ બોર્ડર પર મુર્ગી ન આપવાને કારણે મજૂરના પગ તોડનાર નિહંગ નવીન સંધૂને પોલીસ સ્ટેશન લઈ જતા પોલીસ કર્મી.

મનોજ પાસવાન કુંડલી બોર્ડર પર ચિકન શોપ ચલાવનાર સત્યવાનને ત્યાં કામ કરે છે. સત્યવાને જણાવ્યું કે તેમનો કુંડલી અને આજુબાજુના ગામોમાં મુર્ગીઓની સપ્લાઈનો બિઝનેસ છે. મનોજ જ 15-16 વર્ષથી ગામડાંઓમાં મુર્ગીઓની સપ્લાઈ કરે છે. ગુરુવારે પણ તે રૂટીન કામની જેમ દુકાનમાંથી મુર્ગીઓને લઈને પોતાની રિક્ષામાં નીકળ્યો ત્યારે રસ્તામાં નિહંગે તેને રોક્યો અને માર માર્યો.

સત્યવાનના જણાવ્યા મુજબ, મનોજની સાથે રિક્ષામાં એક છોકરો પણ હોય છે. નિહંગે તેને પણ માર્યો પણ તે કોઈ રીતે ભાગવામાં સફળ થયો અને તેની પાસે પહોંચી ગયો અને સમગ્ર ઘટનાની જાણકારી આપી. જે બાદ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યાં હાજર કિસાનોની મદદ લઈ નિહંગ નવીનની ધરપકડ કરાવી. સત્યવાને દાવો કર્યો કે નવીન સંધૂએ મુર્ગી ઝુંટવાનો પ્રયાસ પણ કર્યો હતો.

સત્યવાને જણાવ્યું કે આ ઘટના પછી કુંડલી પોલીસ સ્ટેશનની પોલીસ આવી હતી. તેને ફરિયાદ કરી છે. તેઓ ઈચ્છે છે કે ગરીબ મનોજ પાસવાનની સાથે મારામારી કરનાર નિહંગ વિરૂદ્ઘ કડક કાર્યવાહી કરવામાં આવે. પગ તૂટી જવાને કારણે મનોજના પરિવાર સમક્ષ રોટીનું સંકટ ઊભું થઈ ગયું છે.

સિંધુ બોર્ડર પર 15 ઓક્ટોબરની સવારે તરનતારન જિલ્લાના ચીમા ગામમાં લખબીર સિંહની થયેલી હત્યા બાદથી બાબા અમનસિંહ અને તેમનો નિહંગ દળ ચર્ચામાં છે. લખબીરસિંહની હત્યા કેસમાં પોલીસની સામે સરેન્ડર કરનાર ચારેય નિહંગ નારાયણસિંહ, સરબજીતસિંહ, ભગવંતસિંહ અને ગોવિંદપ્રીતસિંહ બાબા અમન સિંહના જ દળના છે. આ ચારેય પોલીસ અને સોનીપત કોર્ટમાં જજની સામે લખબીરને મારવાનો ગુનાની કબૂલાત કરી છે. ચારેયનો દાવો છે કે લખબીરસિંહે શ્રીગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કર્યું તેથી તેઓએ તેની હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...