• Gujarati News
  • National
  • NIA Teams Reach Delhi NCR, Haryana And Punjab, Hunt Down Gangsters Of Lawrence And Tajpuria Gangs

મૂસેવાલા હત્યા કેસમાં 50 સ્થળે દરોડા:NIAની ટીમો દિલ્હી-NCR, હરિયાણા અને પંજાબ પહોંચી, લોરેન્સ અને તાજપુરિયા ગેંગના ગેંગસ્ટર્સની શોધખોળ

22 દિવસ પહેલા

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ સોમવારે મૂસેવાલા હત્યા કેસમાં 50 જગ્યાએ દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી, NCR, હરિયાણા અને પંજાબમાં પાડ્યા છે. NIA પાસે એવા ઇનપુટ્સ છે કે સિદ્ધુ મૂસેવાલાની હત્યા આતંકવાદી જૂથો સાથે જોડાયેલી છે. NIAએ આ કેસમાં નીરજ બવાના, લોરેન્સ બિશ્નોઈ અને તાજપુરિયા ગેંગ સાથે જોડાયેલા લોકોની યાદી તૈયાર કરી છે. અત્યારસુધીમાં ઘણાની ધરપકડ પણ કરવામાં આવી છે.

અત્યારસુધીનાં મોટાં અપડેટ્સ...
પંજાબમાં ગેંગસ્ટરોનાં 25 સ્થળ પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. એમાંથી ફાઝિલ્કાના દુત્રાંવલી ગામમાં આવેલા ગેંગસ્ટર લોરેન્સના ઘરે, મુક્તસરમાં ગોલ્ડી બરાડના ઘરે દરોડા ચાલી રહ્યા છે.
કોટકાપુરામાં ગેંગસ્ટર વિનય દેવડાનાં ઘર, ફેક્ટરી અને ગેંગસ્ટર શુભમના અમૃતસરના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. લુધિયાણામાં ગેંગસ્ટર રવિ રાજગઢના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.

તમામ ગેંગસ્ટર આતંકવાદીઓ સાથે જોડાણની શંકા છે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયને શંકા છે કે આ તમામ ગેંગસ્ટરના આતંકવાદીઓ સાથે સંબંધ છે. પાકિસ્તાન તરફથી તેમને સરહદ પારથી હથિયારો આપવામાં આવી રહ્યાં છે. મૂસેવાલાની હત્યામાં પણ પાકિસ્તાનથી હથિયારો આવ્યાંની આશંકા છે. આ ઉપરાંત એવી પણ આશંકા છે કે આતંકવાદીઓના ઈશારે તેઓ દેશમાં વાતાવરણ બગાડી શકે છે અને ભારતમાં ટાર્ગેટ કિલિંગ કરી શકે છે. સરકારે આ સંગઠનોને આતંકવાદીઓની યાદીમાં મૂક્યાં છે.

મે મહિનામાં થઈ મૂસેવાલાની હત્યા, પોલીસે 24 હત્યારા વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી
મૂસેવાલાની 29 મેના રોજ માણસાના જવાહર ગામમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે માણસા કોર્ટમાં 24 હત્યારા સામે ચાર્જશીટ રજૂ કરી છે. એમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા શૂટર્સ મન્નુ અને રૂપાની વિગતો પણ છે. આમાં હવે વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર્સમાં ગોલ્ડી બરાડ અને લિપિન નેહરાનો સમાવેશ થાય છે. આ ચાર્જશીટમાં 166 સાક્ષી બનાવવામાં આવ્યા છે.

અત્યારસુધીમાં કેટલી ધરપકડ અને કેટલાં એન્કાઉન્ટર

મૂસેવાલાની હત્યામાં મુખ્યત્વે 6 શૂટર્સ સંડોવાયેલા હતા, જેઓ કોરોલા અને બોલેરો મોડ્યુલમાં આવ્યા હતા. તેમાંથી બોલેરો મોડ્યુલ લીડર શૂટર પ્રિયવર્ત ફૌજી, અંકિત સેરસા, કશિશ ઉર્ફે કુલદીપ બાદ પોલીસે દીપક મુંડીને પણ પકડી પાડ્યો હતો. બીજી તરફ, કોરોલા મોડ્યુલના શૂટર્સ, જગરૂપ રૂપા અને મનપ્રીત મન્નુ, અમૃતસરના અટારી નજીક ભકના ગામમાં એન્કાઉન્ટરમાં પંજાબ પોલીસે મારી નાખ્યા હતા.

ગેંગસ્ટર લોરેન્સના જીવને ખતરો: બંબિહા ગેંગની ધમકી

સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર લોરેન્સનો જીવ જોખમમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને લોરેન્સ પર બંબિહા ગેંગના હુમલા અંગે ગુપ્ત માહિતી મળી હતી. એ બાદ તેની સુરક્ષા માટે તમામ કડકાઈ લેવામાં આવી રહી છે.

10KM દૂર ખેતરમાં 1 કલાક સુધી છુપાઈ રહ્યા 4 શૂટર

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મોટો ઘટસ્ફોટ કર્યો છે. મૂસેવાલાના ચાર હત્યારા હત્યાના સ્થળથી 10 કિમી દૂર ખેતરમાં એક કલાક સુધી છુપાયા હતા. જો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હોત તો હત્યારો એ જ દિવસે ઝડપાઈ ગયા હોત.

મૂસેવાલાના હત્યારાઓ દુબઈ ભાગી જવાના હતા: મુંડી દાર્જીલિંગમાં 2 સાથી સાથે ઝડપાયો

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાને ગોળી મારનાર છઠ્ઠો શૂટર દીપક મુંડી અને તેના બે સાથીની શનિવારે દાર્જીલિંગમાં ખારી બાઓરીની BOP પાણીની ટાંકીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મુંડી તેના બે સાથી કપિલ પંડિત અને રાજેન્દ્ર જોકર સાથે નેપાળ સરહદ પાર કરવાની તૈયારી કરી રહ્યો હતો.

NIAના નિશાને 10 ગેંગ
NIAએ ગેંગસ્ટરો અને ટાર્ગેટ કિલિંગ સહિત અન્ય પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સામે કાર્યવાહી કરી છે. NIA દ્વારા દિલ્હી, NCR, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ યુપીમાં દરોડા પાડવામાં આવ્યા છે. હાલ નીરજ બવાના ગેંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સહિત 10 ગેંગસ્ટર સામે કેસ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...