તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • NIA Team With Sachin Vaze Arrives At Platforms No. 4 And 5 Of CST Station At Night, Scene Recreated

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયાકેસમાં CCTVથી ઘટસ્ફોટ:મનસુખની હત્યા પહેલા સચિન વઝે ટ્રેન મારફતે થાણે ગયો, તેણેજ મનસુખને ફોન કરીને બોલાવ્યો હતો

એક મહિનો પહેલા
  • સોમવારની રાતે સચિન વઝેની સાથે NIAની ટીમ CST સ્ટેશનનાં પ્લેટફોર્મ નં.4 અને 5 પર પહોંચી, સીન રીક્રિયેટ કરાયો
  • NIAના અનુસાર, વઝેના વસૂલીકૌભાંડમાં પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ
  • સચિન વઝેની કસ્ટડીને 7 એપ્રિલ સુધી લંબાવવામાં આવી

એન્ટિલિયા કેસમાં તપાસ પૂરી કર્યાપછી હવે NIA જિલેટિનથી ભરેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનના મર્ડર કેસની તપાસ હાથ ધરી છે. જેમાં NIAને 4 માર્ચના રાતની એક CCTV ફૂટેજ મળી હતી. આ ફુટેજમાં મુંબઈ પોલીસનો સસ્પેન્ડ API સચિન વઝે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પરથી પસાર થઈ રહ્યો હતો. NIAની તપાસમાં સામે આવ્યું હતું કે 4 માર્ચની સાંજે 7 વાગે વઝે અહીંયાથી જ લોકલ ટ્રેન પકડીને થાણે ગયો હતો.

CCTVને ફુટેજને સાબિત કરવા માટે સીન રીક્રિયેટ કરાયો
એન્ટિલિયાકેસના આરોપી એવા મુંબઈ પોલીસના સસ્પેન્ડ API સચિન વઝે અંગે તપાસ આગળ વધારવા NIAની ટીમ સોમવારે રાતે મુંબઈના CST રેલવે સ્ટેશન પર પહોંચી હતી. અહીં NIAની ટીમે સીન રીક્રિયેટ કર્યો અને CCTV ફૂટેજના આધારે પુરાવાઓની ચકાસણી અર્થે વઝેને પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર લઈ ગઈ હતી. ત્યાં રેડ ટેપિંગ કરીને સચિન વઝેને ચાલવાનું કહીને સીનને રીક્રિયેટ કરાયો હતો, જેથી CCTVના પુરાવાઓેને ક્રોસ ચેક કરી શકાય. આ દરમિયાન ફોરેન્સિક ટીમ પણ હાજર હતી. સચિન વઝેની મૂવમેન્ટને ફોરેન્સિક ટીમે રેકોર્ડ પણ કરી હતી. આનું યોગ્ય વિશ્લેષણ કરીને ટીમ એક-બે દિવસમાં પોતાની રિપોર્ટ NIAને આપશે. આ તમામ પ્રક્રિયા બાદ NIAની ટીમ સચિન વઝેને ગાડીમાં બેસાડીને પાછી લઈ ગઈ હતી.

સચિન વઝેએ મનસુખને કોલ કર્યો હતો
સૂત્રોના જણાવ્યા અનુસાર, સચિન વઝે 4 માર્ચની સાંજે 6.30 વાગ્યાની આસપાસ ક્રાઈમ ઈન્ટેલિજન્સ યૂનિટની ઓફિસમાંથી નીકળ્યો અને 7 વાગે સાંજે CSMT સ્ટેશનમાં કેન્ટીન બાજુથી પ્રવેશ કર્યો હતો. વઝે લગભગ એક કલાક પછી 8.10 વાગે થાણેના કાલવા સ્ટેશન પહોંચ્યો હતો. સૂત્રોના આધારે જાણવા મળ્યું છે કે વઝેએ જ મનસુખ હિરેનને ફોન કર્યો હતો અને તેના કહેવા પર મનસુખ રાતે 9:20ની આસપાસ મુંબઈના બાયકુલા પાસે આવ્યો હતો.

દમણ પાસેથી ઇટાલિયન બેનેલી નામની કંપનીનું આ સ્પોર્ટ્સ બાઇક કબજે કરવામાં આવ્યું છે.
દમણ પાસેથી ઇટાલિયન બેનેલી નામની કંપનીનું આ સ્પોર્ટ્સ બાઇક કબજે કરવામાં આવ્યું છે.

એન્ટિલિયા કેસમાં સ્પોર્ટ્સ બાઈકની એન્ટ્રી
એન્ટિલિયા કેસમાં NIAને એક સ્પોર્ટ્સ બાઈક મળી આવી છે. આ સચિન વઝેની રાજદાર મીના જ્યોર્જના પર રજિસ્ટર્ડ છે. NIAએ કેટલાક દિવસો પહેલા મીનાની ધરપકડ કરી હતી. મીના એજ મહિલા છે જે નોટ ગણવાની મશીનને લઈને મુંબઈની ટ્રાયડન્ટ હોટલમાં વઝેને મળવા પહોંચી હતી. CCTV ફુટેજના આધારે NIAને મીનાની વિરુદ્ધ પુરાવા મળ્યા હતા.

અત્યારસુધી 8 કાર અને 1 બાઈક કબ્જે
NIAને જે બાઈક મળી છે, તે ઈટાલિયન બેનેલી કંપનીની છે. આ સ્પોર્ટ્સ બાઈકની કીંમત લગભગ 7-8 લાખ રૂપિયાની છે. આ બાઈકને સોમવારે ટેમ્પોમાં NIAની ઓફિસ લવાયું હતું. મનસુખ કેસમાં અત્યારસુધી 8 મોંઘી ગાડીઓ અને 1 બાઈક જપ્ત કરવામાં આવ્યું છે. NIAએ સચિન વઝેની પૂછપરછના આધારે મુંબઈમાં એક ફ્લેટમાંથી કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.

વઝેના વસૂલીકૌભાંડમાં ઉચ્ચ અધિકારીઓની પણ ભાગીદારી
એન્ટિલિયા અને મનસુખ હિરેન મર્ડરકેસની તપાસ કરાઈ રહી છે, જેમાં NIAને ઘણા પુરાવા મળ્યા છે. આ તમામ પુરાવાઓ સચિન વઝેના વસૂલીકૌભાંડ સાથે જોડાયેલા છે. NIAના અનુસાર, વસૂલીકૌભાંડમાં પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ છે. વઝેએ આ તમામ ઓફિસરોને ચુકવણી કરી હોવાની તમામ વિગતો અને દસ્તાવેજો NIAના હાથ લાગ્યા છે. ગીરગાંવસ્થિત એક ક્લબમાં દરોડો પાડ્યા બાદ આ દસ્તાવેજો NIAને મળ્યા હતા.

NIAને સ્ટેશનની નજીક એક વ્યક્તિ સચિન વાઝે હોવાની શંકા છે. જેના કારણે ટીમ સ્ટેશન પર પહોંચી હતી અને ઘટનાસ્થળે સીન રીક્રિએટ કર્યો હતો. આ મામલે ફરી એકવાર મોટો ઘટસ્ફોટ થવાની સંભાવના છે.
NIAને સ્ટેશનની નજીક એક વ્યક્તિ સચિન વાઝે હોવાની શંકા છે. જેના કારણે ટીમ સ્ટેશન પર પહોંચી હતી અને ઘટનાસ્થળે સીન રીક્રિએટ કર્યો હતો. આ મામલે ફરી એકવાર મોટો ઘટસ્ફોટ થવાની સંભાવના છે.

7 એપ્રિલ સુધી સચિનની કસ્ટડી વધારાઈ
સચિન વઝેની કસ્ટડી 7 એપ્રિલ સુધી વધારવામાં આવી છે. સ્પેશિયલ કોર્ટે NIAને આદેશ આપ્યો હતો કે વઝેને તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. સ્પેશિયલ કોર્ટે વધુમાં તપાસ એજન્સીને કહ્યું હતું કે 7 એપ્રિલે બીજી સુનાવણી દરમિયાન તેઓ વઝેના આરોગ્ય અને બીમારીને લગતા તમામ વિગતવાર રિપોર્ટ્સ દર્શાવે.

આની પહેલાં સચિન વઝેના વકીલ રોનક નાયકે અદાલતને એક એપ્લિકેશન આપી હતી, જેમાં જણાવાયું હતું કે વઝેને છાતીમાં દુખાવાની સાથે હૃદયમાં 90%ના બે બ્લોકેજ છે. આવી હાલતમાં વઝેને તેમના કાર્ડિયોલૉજિસ્ટને મળવાની અનુમતિ અપાય, જેથી તેમની ટ્રીટમેન્ટ શરૂ થઈ શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો