દાઉદના ઓળખીતાઓને ત્યાં NIAના દરોડા:માહિમ અને હાજી અલી દરગાહના ટ્રસ્ટી સહિત ત્રણની અટકાયત, 12 જગ્યાએ રેડ

14 દિવસ પહેલા

ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની નજીકની વ્યક્તિઓના મુંબઈ સ્થિત 12 સ્થળ પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની રેડ પડી છે. પહેલા મીડિયા રિપોર્ટ્સમાં 20 સ્થળોની વાત કહેવાઈ હતી. આ કાર્યવાહીમાં છોટા શકીલ, જાવેદ ચિકના, ટાઈગર મેનન, ઈકબાલ મિર્ચી, દાઉદની બહેન હસીના પારકર સાથે જોડાયેલા લોકો અને સંબંધીઓ સામેલ છે.

NIAએ બોરીવલી, સાંતાક્રુઝ, બાંદ્રા, નાગપાડા, ભિંડીબજાર, ગોરેગાંવ, પરેલ, મુંબ્રા અને કોલ્હાપુર વગેરે 20 સ્થળ પર રેડ પાડી છે. આ દરમિયાન મુંબઈના કેટલાક ચોર, હવાલા ઓપરેટર્સ, રિયલ એસ્ટેટ વેપારીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એમાં તમામનું કનેક્શન 1993 મુંબઈ બ્લાસ્ટના આરોપી અને ભાગેડુ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ સાથે હોવાનું કહેવાઈ રહ્યું છે.

રેડ દરમિયાન NIAએ એક મોટી કાર્યવાહી કરીને માહિમ અને હાજી અલી દરગાહના ટ્રસ્ટી સુહેલ ખંડવાનીની અટકાયત કરી છે. તેઓ ટચવુડ રિયલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડ સાથે જોડાયેલા છે. 2006-2016 સુધી આ ફર્મમાં નવાબ મલિકનો પુત્ર ફરાજ મલિક જોડાયેલો હતો. NIA તમામની પુછપરછ કરી શકે છે. NIAએ છોટા સકીલના સાળા સલીમ ફ્રુટ અને અબ્દુલ કયુમ નામની વ્યક્તિની અટકાયત કરી છે.

NIAની ટીમે કમાઠીપુરાની સિંહ સોસાયટીમાં રેડ પાડી છે. તેમની સાથે CRPF પણ છે.
NIAની ટીમે કમાઠીપુરાની સિંહ સોસાયટીમાં રેડ પાડી છે. તેમની સાથે CRPF પણ છે.

ફેબ્રુઆરીમાં ડી કંપની સામે કેસ નોંધાયો હતો
ફેબ્રુઆરીમાં ગૃહ મંત્રાલયના આદેશ પર NIAએ દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપની સામે ગેરકાયદે વસૂલાતનો કેસ કર્યો હતો. આ મામલે આ રેડ ચાલી રહી છે. આરોપ એવો છે કે આ લોકો ખંડણીના પૈસાનો દેશવિરોધી કામોમાં ઉપયોગ કરે છે. NIAએ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ એટલે કે UAPA અંતર્ગત કેસ કર્યો છે.

મહારાષ્ટ્રમાં અમુક મંત્રીઓ પર એક્શનની અટકળો
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિક દાઉદની બહેન હસીના પારકર પાસેથી જમીન ખરીદવાના મામલામાં જેલમાં છે. તેમની ઈડીએ ધરપકડ કરી હતી. તપાસ એજન્સીઓ દ્વારા તેમના પર ટેરર ફંડિંગનો આરોપ પણ લગાવાયો છે. બીજેપી નેતા કિરીટ સોમૈયા મહાવિકાસ અઘાડીના ઘણા મંત્રીઓ પર ગંભીર આરોપ મૂકી ચૂક્યા છે.

આ રેડમાં મુંબઈ પોલીસની પણ મદદ લેવાઈ છે.
આ રેડમાં મુંબઈ પોલીસની પણ મદદ લેવાઈ છે.

દાઉદ પર 25 મિલિયનનું ઈનામ
1993 બ્લાસ્ટના આરોપી દાઉદ સામે 25 મિલિયન ડોલરનું ઈનામ છે. તેની ડી કંપનીને સંયુક્ત રાષ્ટ્ર સંઘે આતંકી સંગઠન જાહેર કર્યું છે. દાઉદને 2003માં યુએનએ ગ્લોબલ આતંકી ગણ્યો હતો. દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું છે કે દાઉદ તેના સાથીઓ સાથે પાકિસ્તાનમાં છુપાયો છે. એના પુરાવા પણ મળ્યા છે. દાઉદ 1993માં બોમ્બવિસ્ફોટ પછી મુંબઈ છોડી ભાગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...