• Gujarati News
  • National
  • NIA Raids In Several Areas Of Jammu And Kashmir, Including Anantnag, Srinagar; 5 People Arrested So Far

ટેરર ફંડિંગ મામલે કાર્યવાહી:અનંતનાગ, શ્રીનગર સહિત જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં NIAની રેડ; અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ

શ્રીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જમ્મુ કાશ્મીરના અનંતનાગ સહિત અનેક જગ્યાએ હાલ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની રેડ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ દરોડા આતંકીને થતા ફંડિંગના મામલાને લઈને થઈ રહી છે. તપાસ એજન્સીએ તે વાતની ભાળ મેળવવામાં લાગી ગઈ છે કે ક્યાંક વેલીમાંથી આતંકીઓને ISISમાંથી ફંડિંગ તો નથી કરવામાં આવી રહ્યું ને.

ન્યૂઝ એજન્સી મુજબ અનંતનાગના 4 અને શ્રીનગરમાં એક જગ્યાએ NIAની રેડ ચાલી રહી છે. અત્યાર સુધીમાં આ મામલે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક 36 વર્ષની મહિલા પણ સામેલ છે. NIAના દરોડામાં જમ્મુ કાશ્મીર પોલીસ અને CRPFના સુરક્ષા કર્મચારીઓ સામેલ છે. આ દરોડમાં કેટલાંક લોકોની ધરપકડ પણ થઈ શકે છે.

મહિલાની પાસેથી ચાઈનીઝ ગ્રેનેડ જપ્ત કરાયો
જાણકારી મુજબ NIAના અનંતનાગ ઉપરાંત બારામુલા અને શ્રીનગરમાં પણ અનેક સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. 36 વર્ષની જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી ચાઈનીઝ ગ્રેનેડ અને 48 હજાર રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવયા છે.

હાકા બજારમાંથી એકની ધરપકડ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ NIAએ રવિવારે સવાર દારુલ ઉલુમ, દલાલ મોહલ્લા, નવાબજારમાં પોલીસ, SOG, SDPOના અનેક અધિકારીઓની સાથે રેડ મારી હતી. આ દરમિયાન કેટલાંક ઓફિસ રેકોર્ડ, એક લેપટોપ પણ જપ્ત કરાયા છે. સાથે જ અદનાન અહમદ નદવીની ધરપકડ કરાઈ છે જે હાકા બજારનો રહેવાસી છે.

11 સરકારી કર્મચારી સસ્પેન્ડ
આ પહેલાં જમ્મુ કાશ્મીર પ્રશાસને શનિવારે આતંકવાદી સંગઠનોની મદદ કરવાના આરોપમાં હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ સલાહુદ્દીનના બે દીકરા અને બે પોલીસ કર્મચારી સહિત 11 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારી શિક્ષણ, પોલીસ, કૃષિ, કૌશલ વિકાસ, વીજળી, સ્વાસ્થ્ય વિભાગ તથા SKIMS (શેર-એ-કાશ્મીર ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)માં કાર્યરત હતા.

આતંકી સંગઠનોને માહિતી આપતા હતા
હિઝબુલના આતંકીના પુત્ર સૈયદ અહમદ શકીલ અને શાહિદ યુસુફને પણ ટેરર ફંડિંગમાં કથિત રીતે સામેલ હોવાને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. NIA મુજબ બંને ભાઈઓ સિક્યોરિટી ફોર્સની અવરજવરને લઈને આતંકી જૂથો માહિતી આપતા હતા અને આતંકીઓને ગુપ્ત રીતે પ્રવૃતિઓમાં મદદ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...