તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમ્મુના રત્નુચક-કુંજવાનીમાં ફરી ડ્રોન દેખાયું:જમ્મુના એરબેઝ પર ડ્રોન હુમલાની તપાસ NIAને

નવી દિલ્હી/શ્રીનગર/ન્યૂયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુના એર ફોર્સ બેઝ પર ડ્રોન હુમલાની તપાસ એનઆઇએને સોંપી છે. બીજી તરફ સોમવારે મોડી રાત્રે જમ્મુના રત્નુચક વિસ્તારના કુંજવાનીમાં ફરી શંકાસ્પદ ડ્રોન દેખાયું. અહીં બે દિવસમાં ત્રીજીવાર ડ્રોન દેખાયું છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે એરબેઝ પર ડ્રોન હુમલામાં લશ્કર-એ-તોઇબાનો હાથ હોઇ શકે છે જ્યારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ પણ જણાવ્યું કે હુમલા પાછળ પાક.નો હાથ હોવાનું નકારી ન શકાય.

પાક. અગાઉ પણ ડ્રોનથી ભારતીય સરહદમાં એકે-56 રાઇફલ સહિતના શસ્ત્રો, નશીલા પદાર્થો ઘૂસાડી ચૂક્યું છે. સુરક્ષાદળો હાઇ એલર્ટ પર છે. સૈન્યના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું કે રત્નૂચક-કુંજવાનીમાં બે ડ્રોન દેખાયા બાદ જવાનોએ ફાયરિંગ કરતા ડ્રોન પાક. સરહદ તરફ પરત ફર્યા હતા. જમ્મુમાં હુમલા બાદ કાશ્મીર ખીણમાં મહત્ત્વના સ્થળોની સુરક્ષા વધારી દેવાઇ છે.

ડ્રોન આતંકીઓનું નવું હથિયાર બની શકે છે : ભારત
ભારતે આતંકી પ્રવૃત્તિઓમાં ડ્રોનના ઉપયોગનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં ઉઠાવ્યો છે. બેઠકમાં ઉપસ્થિત વિશેષ સચિવ (ગૃહ) વી.એસ.કે. કૌમુદીએ કહ્યું કે આતંકી હુમલા માટે ડ્રોનના ઉપયોગ પર તમામ દેશોએ ધ્યાન આપવાની જરૂર છે. ડ્રોન સસ્તું અને સહેલાઇથી ઉપલબ્ધ હોવાના કારણે ગુપ્ત માહિતી મેળવવા, શસ્ત્રો-વિસ્ફોટકો પહોંચાડવા કે હુમલા માટે તેનો ઉપયોગ આખી દુનિયા માટે એક પડકાર છે.

અન્ય સમાચારો પણ છે...