• Gujarati News
  • National
  • The NIA Released The Latest Photos Of All For The First Time, Revealing An Old Photo Of Dawood

ડી ગેંગ પર 90 લાખનું ઈનામ:NIAએ પ્રથમ વખત તમામના લેટેસ્ટ ફોટા બહાર પાડ્યા, દાઉદની જૂની જ તસવીર જાહેર

મુંબઈએક મહિનો પહેલા

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપની સાથે સંકળાયેલા લોકો વિશે માહિતી આપનારને ઈનામ આપવાની જાહેરાત કરી છે. NIAએ ગુરુવારે ઈનામની રકમનું લિસ્ટ જાહેર કર્યું છે. એમાં દાઉદ પર 25 લાખનું ઈનામ રાખવામાં આવ્યું છે. આ સિવાય છોટા શકીલની માહિતી આપવા પર 20 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરાઈ છે.

લિસ્ટમાં દાઉદ, છોટા શકીલ, અનીસ ઈબ્રાહિમ, જાવેદ ચિકના અને ટાઈગર મેમનનાં નામ છે. પ્રથમ વખત NIAએ સાર્વજનિક રીતે આટલા મોટા ઈનામની જાહેરાત કરી છે. પ્રથમ વખત દાઉદ અને તેના વિવિધ સાથીઓની જૂની અને નવી તસવીરોને એકસાથે બહાર પાડવામાં આવી છે. જોકે દાઉદનો નવો ફોટો નથી. તેનો એ જ ફોટો જાહેર કરવામાં આવ્યો છે, જે અગાઉ 1993માં મુંબઈ બ્લાસ્ટ પછી ઘણી સરકારી એજન્સીઓએ બહાર પાડ્યો હતો.

મુંબઈમાં D ગેંગ ફરી એક્ટિવ
NIAને મુંબઈમાં ડ્રગ્સ અને ગેરકાયદે પ્રોપર્ટી દ્વારા ટેરર ફન્ડિંગ કરવાના ઘણા પુરાવા મળ્યા છે. એની પાછળ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની સિન્ડિકેટ કામ કરી રહી છે. ISIની મદદથી આતંકનું નવું મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
NIAના એક રિપોર્ટ મુજબ, દાઉદ ગેંગના લોકો પાકિસ્તાનના સપોર્ટનાં આતંકી સંગઠનો સુધી ફન્ડ પહોંચાડી રહ્યા છે. એને પગલે મુંબઈ, થાણે અને આસપાસના ઘણા વિસ્તારોમાં ખંડણી, સટ્ટાબાજી, બિલ્ડરોને ધમકાવવા અને ડ્રગ્સનો કારોબાર કરવાના કેસો વધ્યા છે.

પહેલા ગૃહમંત્રાલયે ઈનામની રકમ જણાવી નહોતી
શોર્ટ ફિલ્મ બનાવનાર પ્રોડ્યુસર ઉલ્હાસ પી. રેવંકરે વર્ષ 2016માં ગૃહમંત્રાલયમાં એક આરટીઆઈ દાખલ કરીને દાઉદ અને તેના ગેંગના સભ્યો પર ઈનામની રકમ જણાવવાની માગ કરી હતી. ત્યારે ગૃહમંત્રાલયે એવો જવાબ આપ્યો હતો કે આવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જોકે રેવંકર આ જવાબથી સંતુષ્ટ થયા નહોતા અને તેમણે ચીફ પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસરને અપીલ કરી હતી. જોકે તેમનો પણ કોઈ જવાબ આવ્યો નહોતો.

RTIના કેટલાક અન્ય સવાલ આ હતા

  • ભાગેડુ આતંકવાદીઓની માહિતી આપવા બદલ ભારતના કોઈપણ મંત્રાલયે અત્યારસુધીનું વધુમાં વધુ ઈનામ કેટલું રાખ્યું છે?
  • મોસ્ટ વોન્ટેડ 10 આતંકવાદીનું લિસ્ટ આપો, જેની પર 1990થી 2015ની વચ્ચે કોઈપણ મંત્રાલયે કોઈ ઈનામ રાખ્યું હોય?
  • શું ઈનામની રકમ ટેક્સ ફ્રી હોય છે? તો પછી ઈનામની આ રકમમાંથી કેટલો ટેક્સ કપાય છે?
  • આતંકીઓની માહિતી આપવા પર સામાન્ય માણસને કેવી સુરક્ષા આપવામાં આવે છે?

ગૃહમંત્રાલયે શું કહ્યું હતું
આરટીઆઈ 6 સપ્ટેમ્બર 2015ના રોજ દાખલ કરવામાં આવી હતી. જવાબ 15 સપ્ટેમ્બરે મળ્યો હતો. એની પર ગૃહ મંત્રાલયે સંયુક્ત સચિવ એમએ ગણપતિએ કહ્યું હતું કે તેમણે 30 નવેમ્બર 2015ના રોજ ઓનલાઈન દાખલ કરવામાં આવેલી રેવંકરની અપીલ જોઈ છે અને તેમની આરટીઆઈની મૂળ અરજીને પણ જોઈ છે. જોકે જવાબમાં અધિકારીએ કહ્યું હતું કે જે ઓફિસના તેઓ CPIPO છે, તેમાં આ માહિતી ઉપલબ્ધ નથી.

UNએ દાઉદ પર 25 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું
યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલે 2003માં દાઉદ ઈબ્રાહિમ પર 25 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું હતું. દાઉદ સિવાય લશ્કર ચીફ હાફિઝ સઈડ, જૈશ ચીફ મૌલાના મસૂદ અઝહર, હિઝબુલ મુજાહિદીન ફાઉન્ડર સૈયદ સલાહુદ્દીન અને અબ્દુલ રઉફ અગસર પણ ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...