તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા કેસમાં વધુ એક CCTV ફૂટેજ:NIAને સચિન વઝેના સાથીદાર રિયાઝુદ્દીન કાઝીનો વીડિયો મળ્યો, તેણે પૂરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મળી આવ્યાને લગતા કેસમાં NIAને મહત્વના પૂરાવા હાથ લાગ્યા છે. NIAને મળેલા એક વીડિયોમાં સચિન વઝેની સાથે કામ કરી ચુકેલા પોલીસ અધિકારી રિયાઝુદ્દીન કાઝી દેખાય છે, જેમાં તે આ કેસને લગતા પૂરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. રિયાઝુદ્દીન કાઝી સચિન વઝેનો સહાયક માનવામાં આવે છે, જોકે તેની ઉપર કોઈ કેસ દાખલ થયેલ નથી.

NIAના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ATS ગાડી ચોરી કેસની તપાસ કરી રહ્યા હતા ત્યારે તેને જાણ થઈ કે રિયાઝુદ્દીન કાઝી મુંબઈના વિક્રોલી કન્નમવાર નગર વિસ્તારમાં સ્થિત એક નંબર પ્લેટ બનાવતી શોપમાં CCTV સાથે જોડાયેલ DVR અને કોમ્પ્યુટર લઈ જતો રહ્યો હતો. ATSને પોતાની તપાસમાં આ વાતની પણ માહિતી મળી હતી કે આ દુકાનથી કેટલાક મહત્વના પૂરાવા ગાયબ થઈ ગયા હતા.

CCTV ફૂટેજમાં દૂકાનની અંદર જતો દેખાયો
NIAને મળેલા CCTV ફૂટેજમાં રિયાઝુદ્દીન કાઝી નંબર પ્લેટ બનાવનારની દુકાનમાં જતા દેખાય છે. તે દુકાનના માલીક સાથે બહાર જતો પણ દેખાયો છે. આ અંગે દુકાનના માલિકે NIAને જણાવ્યું હતું કે કાઝી નામનો એક અધિકારી દુકાનથી કોમ્પ્યુટર લઈ જતો રહ્યો હતો.

રિયાઝુદ્દીન કાઝીની 7 વખત પૂછપરછ થઈ ચુકી છે
સચિન વઝેના થાણે સ્થિત ઘરની સોસાયટીમાં તમામ CCTV ફૂટેજ API રિયાઝુદ્દીન કાઝીએ ખોટી રીતે કબ્જામાં લીધા હતા. હવે તે પૈકી કેટલાક ફૂટેજ ડિલીટ થઈ ચુક્યા છે. NIA કાઝીની 15 માર્ચ, 16 માર્ચ, 17 માર્ચ, 20 માર્ચ, 23 માર્ચ, 26 માર્ચ અને 27 માર્ચના રોજ કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી ચુકી છે.

NIAને સચિન વઝેનો વીડિયો પણ મળ્યો હતો
એન્ટિલિયા નજીક લાગેલા CCTV ફૂટેજની તપાસ સમયે એવી પણ માહિતી મળી છે કે 25 ફેબ્રુઆરીના રોજ સ્કોર્પિયો ઉભી કર્યા બાદ સચિન વઝે તેમા ધમકીભર્યા પત્ર નાંખવાનું ભૂલી ગયો હતો. પાછળ આવી રહેલી ઈનોવામાં બેસીને થોડા દૂર ગયા બાદ વઝેને એ વાત યાદ આવી. ત્યારબાદ તે ફરી વખત સ્થળ પર પહોંચ્યો અને સ્કોર્પિયોમાં પત્ર પ્લાન્ટ કર્યાં. રવિવારે મનુસુખ હિરેનના મૃત્યુ કેસમાં NIAએ મીઠી નદીમાંથી DVR, કોમ્પ્યુટર, હાર્ડડિસ્ક, લેપટોપ અને નંબર પ્લેટ્સ મેળવી હતી.

ત્રણ એજન્સીઓ કરી રહી છે એન્ટિલિયાને લગતા કેસની તપાસ
એન્ટિલિયાની બહાર જિલેટિનની સ્ટિક કેસમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે. ત્રણેય કેસની તપાસની વર્તમાન સ્થિતિ નીચે પ્રમાણે છે...

  • પહેલો કેસ મનસુખ હિરેનની સ્કોર્પિયો ચોરીને લગતો છે, જેમાં મુંબઈની ગામદેવી પોલીસ તપાસ કરી રહી છે.
  • બીજો કેસ અંબાણીના ઘરની પાસે મળેલા જિલેટિનથી ભરેલી સ્કોર્પિયોને લગતો છે. તેની તપાસ NIA પાસે છે. આ કેસમાં API સચિન વઝેની ધરપકડ કરવામાં આવી છે.
  • ત્રીજો કેસ સ્કોર્પિયોના માલીક મનસુખ હિરેનની હત્યાને લગતો છે. આ કેસમાં મહારાષ્ટ્ર ATS તપાસ કરી રહી હતી. હવે થાણે કોર્ટના આદેશ બાદ આ કેસને પણ NIAને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જોકે ATS એ હજુ સુધી આ કેસને બંધ કરવા માટે સત્તાવાર રીતે જાહેરાત કરી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો