તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન ડિપ્લોમેસી સામે સવાલ:દેશમાં વેક્સિનની અછતના સમાચાર, પરંતુ વિદેશમાં મદદરૂપે વેક્સિનના ડોઝ આપવાનો સિલસિલો યથાવત

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં અનેક રાજ્યો પાસે સરેરાશ ફક્ત 5 દિવસ ચાલે તેટલો વેક્સિનનો સ્ટોક બચ્યો
  • વેક્સિનની અછતના કારણે મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ વેક્સિનેશન અટકાવવું પડ્યું

'ભારતે સૌ પ્રથમ પોતાના પડોશી દેશોને વેક્સિન આપવા સાથે વેક્સિન મૈત્રી પહેલની શરૂઆત કરી હતી. અત્યાર સુધી ભારતે 72 દેશોમાં મેડ ઇન ઇન્ડિયાની વેક્સિન સપ્લાય કરી છે. કોવિડ-19 મહામારી જેવા વૈશ્વિક પડકારના સમયગાળા દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાઢ મિત્રતા અંગે પગલા લેવામાં આવ્યા છે, જેથી વિશ્વમાં ભારતનું કદ ઉંચુ થયું છે.'

17 માર્ચ, 2021 ના રોજ વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે રાજ્યસભામાં આ વાત જણાવી હતી. તે ગૃહમાં 'વેક્સિન મૈત્રી' શરૂ કરવા પાછળનો વિચાર સમજાવી રહ્યા હતા. આ પહેલ અંતર્ગત ભારત અત્યાર સુધીમાં 45 દેશોમાં 1 કરોડથી વધુ ડોઝ મદદ તરીકે આપવામાં આવ્યા છે. આ માટે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ ટેડ્રોસ ગ્રેબ્રેયેસસથી લઈને ઘણા દેશોના વડાપ્રધાને PM મોદીના વખાણ કર્યા છે.

દેશમાં ફક્ત 5 દિવસનો સ્ટોક બચ્યો છે
બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યારે દેશમાં એક સમસ્યા ઉભી થઈ. આપણાં દેશના ઘણા રાજ્યોમાંથી અચાનક વેક્સિનના અભાવના સમાચાર સામે આવવા લાગ્યા. મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ તો વેક્સિનેશન અટકાવવું પડ્યું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, ઘણા રાજ્યોમાં સરેરાશ 5.5 દિવસનો સ્ટોક બાકી રહ્યો છે. આંધ્રપ્રદેશમાં 1.2 દિવસનો સ્ટોક છે અને બિહારમાં 1.6 દિવસનો સ્ટોક છે. જો કે, સરકાર કહી રહી છે કે દેશમાં વેક્સિનની અછત નહીં થાય.

આવી સ્થિતિમાં વિપક્ષે અન્ય દેશોને વેક્સિન સપ્લાય કરવા પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વધતા કોરોના સંકટમાં વેક્સિનની અછત એક મોટી સમસ્યા છે. પોતાના દેશવાસીઓને જોખમમાં મૂકીને શું વેક્સિન એક્સપોર્ટ કરવી કેટલું યોગ્ય છે?

વિશ્વનું ફાર્મસી બન્યું ભારત
કોરોનાની શરૂઆતથી જ ભારત વિશ્વની જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યું છે. ભારતે હાઇડ્રોક્સિક્લોરોક્વિન, પેરાસીટામોલ અને અન્ય આવશ્યક દવાઓનો પુરવઠો વધાર્યો. આ દવાઓ 150 દેશોને આપવામાં આવી હતી. આમાંથી 80દેશોમાં આ દવાઓ મદદરૂપે મોકલવામાં આવી હતી. માસ્ક, પીપીઇ અને ડાયગ્નોસ્ટિક કીટ પણ સપ્લાય કરવામાં આવી હતી. 16 જાન્યુઆરીએ દેશમાં વેક્સિનેશન શરૂ થયાના થોડા દિવસ પછી આપણે આપણાં પડોશી દેશોને વેક્સિન સપ્લાય કરવાનું શરૂ કરી દીધું હતુ.

બાંગ્લાદેશને 1 લાખ ડોઝ ભેટમાં અપાયા
ભારતના આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે 5 દિવસના બાંગ્લાદેશ પ્રવાસ પર છે. તેમણે ભારત તરફથી કોરોના વેક્સિનના એક લાખ ડોઝ બાંગ્લાદેશી આર્મીને ભેટમાં આપ્યા હતા. આ દરમિયાન જનરલ નરવણેએ બાંગ્લાદેશના ત્રણેય સેનાધ્યક્ષ સાથે મુલાકાત કરીને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ અને વ્યૂહાત્મક સંબંધોને મજબુત બનાવવા મુદ્દે ચર્ચા કરી હતી.

ભારત અત્યાર સુધીમાં બાંગ્લાદેશને 33 લાખ ડોઝ મદદ તરીકે આપી ચૂક્યું છે.
ભારત અત્યાર સુધીમાં બાંગ્લાદેશને 33 લાખ ડોઝ મદદ તરીકે આપી ચૂક્યું છે.

આર્મી ચીફે તેમની મુલાકાતના પહેલા જ દિવસે બાંગ્લાદેશના નૌકા સ્ટાફના એડ્મિરલ એમ શાહીન ઇકબાલ અને બીજા દિવસે બાંગ્લાદેશી એરફોર્સના એર વાઇસ માર્શલ એમ અબુલ બશર સાથે પણ બેઠક યોજી હતી. નરવણે અને બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ અઝીઝ અહેમદ વચ્ચે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધો મજબૂત બનાવવાની ચર્ચા થઈ હતી. જનરલ અઝીઝને આશા હતી કે રોહિંગ્યા સંકટના સમાધાનમાં ભારત બાંગ્લાદેશનું સમર્થન કરશે..

ભારત પાસેથી વેક્સિન લઈને ભુટાને 62% વસ્તીને વેક્સિન આપી
એક અઠવાડિયામાં ભૂટાને તેની કુલ વસ્તીના 62% લોકોને કોવિડ-19 વેક્સિન આપી દીધી છે. આટલા ઝડપથી વેક્સિનેશન દ્વારા, ભુટાને બ્રિટન અને અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે. વિશ્વની સૌથી ઓછા વિકસિત દેશોમાંના એક ભુટાનની આ સફળતા ચોંકાવનારી છે. મંગળવાર સુધીમાં અહીં 7.35 લાખની કુલ વસ્તીમાંથી 4.70 લાખ લોકોને કોવિડ-19 વેક્સિન આપવામાં આવી હતી. ભારતે ભૂટાનને 5.5 લાખ ડોઝ મદદરૂપે આપ્યા છે.

અત્યાર સુધીમાં આ દેશોમાં વેક્સિન મોકલાઇ છે
ભારતે પહેલા તેના પડોશી દેશોને વેક્સિન આપવાનું શરૂ કર્યું. માલદીવ, ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને મ્યાનમાર સાથે મોરેશિયસ અને સેશેલ્સને વેક્સિન આપવામાં આવી હતી. આ પછી કેટલાક આફ્રિકન અને ગલ્ફ દેશોને પણ વેક્સિન આપવામાં આવી હતી.

તેમાં ભુટાનને 5 લાખ, માલદીવને બે લાખ, નેપાળને 11 લાખ, મ્યાનમારને 17 લાખ, મોરિશિયસને એક લાખ, નાઇજીરીયાને એક લાખ, શ્રીલંકાને 5 લાખ, બહેરીનને એક લાખ, ઓમાનને એક લાખ, અફઘાનિસ્તાનને 5 લાખ, બાર્બાડોસને એક લાખ, મંગોલિયા દોઢ લાખ, ઘાનાને 50 હજાર, આઇવેરી કોસ્ટને 50 હજાર, કેન્યાને 10 હજાર, રવાંડાને 50 હજાર, યુગાન્ડાને એક લાખ, પેરાગ્વેને 10 હજાર, ફીજીને 10 હજાર, ઝિમ્બાબ્વેને 35 હજાર ડોઝ આપવામાં આવ્યા છે.