શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલની અછત પડી રહી છે? આ સવાલ એટલા માટે પૂછવામાં આવી રહ્યો છે કે છેલ્લા કેટલાક દિવસોથી દેશના પેટ્રોલ પંપો પર પેટ્રોલની અછતના સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી છે. એક તરફ પેટ્રોલિયમ ડીલરો દાવો કરે છે કે BPCL અને HPCL જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઈંધણનાં સપ્લાયમાં ઘટાડો કરી દીધો છે અને માગના માત્ર ચોથા ભાગનું જ ઓઈલ પૂરું પાડી રહ્યા છે, જ્યારે સરકાર અને તેલ કંપનીઓ દાવો કરે છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી.
સરકારે કહ્યું હતું કે કેટલાંક રાજ્યોમાં માગમાં વધારો થયો છે
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આ અંગે એક નિવેદન જાહેર કર્યું હતું. એમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. મંત્રાલયે એ પણ માન્યું છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટક જેવાં કેટલાંક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની માગ વધી છે. પેટ્રોલ અને ડીઝલની ઉત્પાદન માગમાં ઉછાળાને પહોંચી વળવા માટેના પ્રયાસ કાર્યરત છે. જ્યારે માગમાં વધારો થવાનું કારણ કૃષિ પ્રવૃત્તિ જણાવાયું છે. ઓઈલ કંપનીઓએ ડેપો અને ટર્મિનલ પર સ્ટોક વધારીને આ સમસ્યાનો સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે.
તેલ કંપનીઓ ઉપલબ્ધતા સામાન્ય હોવાનો દાવો કરે છે
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ડિરેક્ટર (માર્કેટિંગ) વી. સતીશ કુમારે ટ્વીટ કર્યું, “પ્રિય ગ્રાહક, અમારા રિટેલ આઉટલેટ્સ પર ઉત્પાદનની ઉપલબ્ધતા એકદમ સામાન્ય છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે ગભરાશો નહીં.'
ભારત પેટ્રોલિયમે એમ પણ કહ્યું હતું કે અમે દરેકને ખાતરી આપીએ છીએ કે અમારા નેટવર્ક પરનાં તમામ ફ્યુઅલ સ્ટેશનો પર પૂરતા પ્રમાણમાં ઈંધણ ઉપલબ્ધ છે, તેથી ગભરાવાની જરૂર નથી.
હિન્દુસ્તાન પેટ્રોલિયમે પણ આ મામલે ટ્વીટ કરીને લોકોને ગભરાવું નહીં એવી અપીલ કરી છે. કંપનીએ કહ્યું, 'HPCL દેશની છે, સતત વધતી જતી ઇંધણની માગને પૂરી કરવા અને સમગ્ર પુરવઠાની ચેનમાં પ્રોડક્ટની ઉપલબ્ધતાની ખાતરી આપે છે. ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. બજારમાં જ્યાં પણ અમારી પાસે ઇંધણ સ્ટેશનો છે ત્યાં અમે ઓટો ઇંધણના અવિરત પુરવઠા માટે પ્રતિબદ્ધ છીએ.
નિષ્ણાતે શું કહ્યું?
ઊર્જા નિષ્ણાત નરેન્દ્ર તનેજાએ જણાવ્યું હતું કે આપણા દેશમાં ઓઈલની કોઈ અછત નથી, તેથી આમાં ગભરાવાની કોઈ વાત નથી. ભારત પાસે ઓઈલ ઉત્પાદક કંપનીઓને આપવા માટે પૂરતા પ્રમાણમાં ડોલર ઉપલબ્ધ છે. ઓઈલ કંપનીઓને તેલ વેચવા પર નુકસાનની વાત પણ યોગ્ય નથી.
ઘણાં રાજ્યોમાં પેટ્રોલ- ડીઝલની અછતના સમાચાર છે
રાજસ્થાનમાં 1,000થી વધુ પંપો પર પેટ્રોલ-ડીઝલની અછત
ગઈકાલે રાજસ્થાનમાંથી સમાચાર મળ્યા હતા કે અહીં ડીઝલ-પેટ્રોલ સપ્લાયમાં કાપને કારણે 1,000થી વધુ પંપ પર પેટ્રોલ-ડીઝલની અછત પડી રહી છે. રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ સુનીત બગાઈએ જણાવ્યું હતું કે રાજ્યના પેટ્રોલ પંપ માત્ર IOCLના આધારે ચાલે છે, કારણ કે HPCL અને BPCLએ પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સંપૂર્ણપણે ઘટાડી દીધો છે. જો સ્થિતિ આવી જ રહી તો પેટ્રોલ પંપ બંધ કરી દેવા પડશે.
મધ્યપ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં ઘટાડો
મધ્યપ્રદેશમાં ઘણા પેટ્રોલ પંપ પર પેટ્રોલ- ડીઝલની ઘટ પડી રહી છે. એને કારણે પેટ્રોલ પંપના માલિકો તેમજ સામાન્ય લોકો પરેશાન છે. પેટ્રોલ પંપના માલિકોએ સરકારને ઓઈલનો પુરવઠો સામાન્ય કરવાની માગ કરી છે. પેટ્રોલ પંપ એસોસિયેશનના પ્રમુખ અજય સિંહે જણાવ્યું હતું કે કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં 40% સુધીનો ઘટાડો કર્યો છે, જેને કારણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી.
પંજાબના માઝા-દોઆબામાં 50 પેટ્રોલ પંપ બંધ
પંજાબમાં ઘણા પેટ્રોલ પંપ બંધ હોવાના પણ અહેવાલ છે. તેલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ન થવાને કારણે ગયા શનિવારે પંજાબના માઝા અને દોઆબા વિસ્તારના 50 જેટલા પેટ્રોલ પંપ બંધ રહ્યા હતા. આ સિવાય અન્ય ઘણા પેટ્રોલ પંપ પર 5-6 કલાક સુધી ઓઈલ મળ્યું ન હતું. આ કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પેટ્રોલ-ડીઝલની અછતનાં કારણ
પેટ્રોલ અને ડીઝલ તમારા સુધી કેવી રીતે પહોંચે છે?
ગયા દિવસોમાં કેન્દ્ર સરકારે એક્સાઇઝમાં ઘટાડો કર્યો હતો
જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે 21 મેના રોજ પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટરની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો, જેને કારણે પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું હતું. પેટ્રોલ પર સરકાર રૂ. 27.90 અને ડીઝલ પર રૂ. 21.80 એક્સાઈઝ ડ્યૂટી તરીકે વસૂલે છે. એમાં ઘટાડા બાદ પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 19.90 રૂપિયા અને ડીઝલ પર 15.80 રૂપિયા થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.