ફેક્ટ ચેક:દેશમાં લોકડાઉન 5.0 લાગવાના સમાચાર ફેક, ગૃહ મંત્રાલયે કહ્યું- 11 શહેરો પર ફોકસ અને ધાર્મિક સ્થળો પર છૂટ જેવું કંઈ નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શું વાયરલઃ સોશિયલ મીડિયા અને કેટલાક સાઈટ્સ પર લખવામાં આવ્યું-11 શહેર પર ફોકસ, ધાર્મિક સ્થળો-જીમમાં છૂટ...આવું હોઈ શકે છે લોકડાઉન-5 હકીકતઃ આ પ્રકારની કોઈ જ જાહેરાત સરકાર તરફથી થઈ નથી, ગૃહ મંત્રાલયે પણ ટ્વિટ કરી આ સમાચારને ફેક ગણાવ્યા છે

દેશમાં લોકડાઉન 4.0 પૂરું થવાને હજુ 4 દિવસ બાકી છે. ઝોન પ્રમાણે લોકડાઉનની શરતો લાગુ થયા છતાં નિષ્ફળ ગણાવવામાં આવી રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં સોશિયલ મીડિયા અને અન્ય કેટલીક સાઈટ્સ પર લખવામાં આવ્યું છે કે 1લી જૂનથી લોકડાઉન-5માં દેશમાં 11 શહેર પર ધ્યાન કેન્દ્રીત રહેશે અને ધાર્મિક સ્થળો અને જીમમાં છૂટ મળશે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી 31 મેના રોજ મન કી બાતમાં આ અંગે જાહેરાત કરનાર છે અને આ માટે નવી ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

ગૃહ મંત્રાલય તરફતી બુધવારે બપોરે ટ્વિટ કરી આ તમામ દાવા અને સમાચારને ખોટા ગણાવ્યા છે
સોશિયલ મીડિયા પર આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે 11 શહેર પર ફોકસ, ધાર્મિક સ્થળો-જીમમાં છૂટ...આ પ્રકારે હોઈ હોઈ શકે છે લોકડાઉન-5

સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોકડાઉના પાંચ તબક્કા 11 શહેરો પર કેન્દ્રીત હશે, જેમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, પુણે, થાણે, ઈન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકાતાનો સમાવેશ થાય છે.  કોરોનાના સંકટના પગલે લોકડાઉનના પાંચમાં તબક્કા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ લોકડાઉન 5.0 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝડપથી ‘મન કી બાત’ કરે તેવી શકયતા છે. લોકડાઉનના પાંચમાં તબક્કામાં કોરોનાથી પ્રભાવિત દેશના 11 શહેરોને બાદ કરતા સમગ્ર દેશમાં વધુ છુટ અપાય તેવી શકયતા છે. સૂત્રોનું કહેવું છે કે લોકડાઉનના પાંચમાં તબક્કામાં 11 શહેરો મુખ્ય હશે. જેમાં દિલ્હી, મુંબઈ, પુના, થાણે, ઈન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકતા સામેલ છે. આ શહેરોમાં દેશના કુલ કોરોના કેસના 70 ટકાથી વધુ કેસ છે. અમદાવાદ, દિલ્હી, પુના, કોલકતા, મુંબઈમાં તો કુલ કેસના 60 ટકા દર્દીઓની પુષ્ટિ થઈ ચુકી છે. લોકડાઉનના પાંચમાં તબક્કામાં કેન્દ્ર તરફથી ધાર્મિક સ્થળોને ખોલવાની છુટ અપાય તેવી શકયતા છે. જોકે તેના માટે ચોક્કસ નિયમો અને શરતો હશે. ધાર્મિક સ્થળો પર કોઈ પણ મેળો કે મહોત્સવ મનાવવાની છુટ હશે નહિ. સાથે જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ શકશે નહિ. લોકડાઉન 5.0 દરમિયાન તમામ ઝોનમાં સલુન અને જિમને ખોલવાની પરવાનગી મળે તેવી શકયતા છે. જોકે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સ્થિત સલુન અને જિમને ખોલવાની પરવાનગી અપાશે નહિ. આ તબક્કામાં કોઈ સ્કુલ, કોલેજ-યુનિવર્સિટીને ખોલવાની પરવાનગી આપી શકાશે નહિ. આ ઉપરાંત મોલ અને મલ્ટીપ્લેક્સને પણ બંધ રાખાય તેવી શકયતા છે. લોકડાઉનના આ તબક્કામાં લગ્ન અને અંતિમસંસ્કારમાં વધુ લોકોને સામેલ થવાની છુટ અપાય તેવી શકયતા છે. સૂત્રોનું કહેવું છે કે લોકડાઉનનું પાંચમું ચરણ બે સપ્તાહ માટે લાગુ કરાય તેવી શકયતા છે.

નિષ્કર્ષઃ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા લોકડાઉન 5.0ની ગાઈડલાઈન ફેક છે. આ અંગે ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે આ ફક્ત અફવા છે. તેને ફોરવર્ડ ન કરો.

અન્ય સમાચારો પણ છે...