સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે ટેલિવિઝન ચેનલો સમાજમાં વિભાજન પેદા કરી રહી છે કેમ કે તેઓ એજન્ડા-સંચાલિત છે અને તેઓ સનસનાટીભર્યા સમાચારો માટે સ્પર્ધા કરે છે. સાથે કોર્ટે કહ્યું કે જે એન્કર તેમના કાર્યક્રમો દ્વારા સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે તેમને ઑફ એયર કરી દેવા જોઈએ. કોર્ટે કહ્યું કે ભારત મુક્ત અને સંતુલિત પ્રેસ ઈચ્છે છે.
જસ્ટિસ કે.એમ. જોસેફ અને બી.વી. નાગરત્નની બેન્ચે મૌખિક રીતે જણાવ્યું ચેનલો એકબીજા સામે સ્પર્ધા કરે છે, તેઓ વસ્તુઓને સનસનાટીભર્યા બનાવે છે અને એજન્ડાને પૂર્ણ કરે છે. હેટ સ્પીચની ઘટનાઓમાં કાર્યવાહીની માંગ કરતી અરજીઓની સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી કરી હતી.
જસ્ટિસ જોસેફે ધ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરતા વકીલને મૌખિક રીતે કહ્યું કે તમે (ન્યૂઝ ચેનલો) સમાજમાં વિભાજન કરો છો, કે તમે તે અભિપ્રાય બનાવવા માંગો છો જે ખૂબ જ ઝડપથી રચાય છે. વકીલે કહ્યું કે એન્કર માટે માર્ગદર્શિકા છે. ત્યારે જસ્ટિસ જોસેફે પૂછ્યું: તમે કેટલી વખત એન્કરોને હટાવ્યા છે. જે એન્કર પોતે સમસ્યાનો ભાગ છે. જસ્ટિસ નાગરત્ને કહ્યું: અમે ભારતમાં મુક્ત અને સંતુલિત પ્રેસ ઈચ્છીએ છીએ.
કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજે દલીલ કરી હતી કે સરકાર ક્રિમિનલ પ્રોસિજર કોડમાં અલગથી સુધારા પર વિચાર કરી રહી છે અને તે આ મામલે તેનું વલણ છે. જસ્ટિસ જોસેફે ટીવી ચેનલો દ્વારા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેશાબ કરવાનો આરોપ લગાવનાર વ્યક્તિ વિરુદ્ધ શબ્દોના ઉપયોગની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે કોઈની પણ બદનામી થવી જોઈએ નહીં અને દરેકને ગૌરવનો અધિકાર છે અને મીડિયાના લોકોએ શીખવું જોઈએ કે તેઓ મહાન સત્તાના હોદ્દા પર છે અને તેઓ જે કહે છે તે સમગ્ર દેશને અસર કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.