તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:50થી વધુની ઉંમરના 27 કરોડ લોકોને માર્ચથી રસી અપાશે, ભારતમાં માત્ર 21 દિવસમાં 50 લાખ લોકોને વેક્સિન અપાઇ, અમેરિકાને 24 દિવસ થયા હતા

નવી દિલ્હીએક મહિનો પહેલા
આ તસવીર શ્રીનગરની છે. અહીં જમ્મુ કાશ્મીર પોલીસને વેક્સિન આપવાની તૈયારી કરી રહેલા સ્વાસ્થ્યકર્મી. જમ્મુ કાશ્મીર એવા રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં સામેલ છે જ્યાં સૌથી ઓછું વેક્સિનેશન થયું છે. - Divya Bhaskar
આ તસવીર શ્રીનગરની છે. અહીં જમ્મુ કાશ્મીર પોલીસને વેક્સિન આપવાની તૈયારી કરી રહેલા સ્વાસ્થ્યકર્મી. જમ્મુ કાશ્મીર એવા રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં સામેલ છે જ્યાં સૌથી ઓછું વેક્સિનેશન થયું છે.
  • 50થી ઓછી ઉંમરના ગંભીર બીમારીગ્રસ્ત લોકોને પણ રસી અપાશે

દેશમાં કોરોનાના રસીકરણનો ત્રીજો તબક્કો માર્ચ મહિનાથી શરૂ થશે. તેમાં બે પ્રકારના લોકોને રસી અપાશે. પહેલાં જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે તેમને અને બીજું જેમની ઉંમર 50 વર્ષથી ઓછી પરંતુ ગંભીરબીમારી હોય તો તેમને રસી અપાશે. સરકારનું અનુમાન છે કે દેશમાં 27 કરોડ લોકો 50 વર્ષથી વધુની ઉંમરના છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને શુક્રવારે લોકસભામાં કહ્યું કે બીજા તબક્કામાં 2 કરોડથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાઈ રહી છે. આથી ત્રીજા તબક્કાની ચોક્કસ તારીખની જાહેરાત કરવાનું યોગ્ય નથી.

દેશમાં વેક્સિનેશનની શરૂઆત થયાને 21 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન 50 લાખથી વધુ લોકોને વેક્સિન લગાડવામાં આવી છે. ભારતે સૌથી ઓછા સમયમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. 50 લાખ લોકોને વેક્સિનેશનમાં અમેરિકાને 24 દિવસ, બ્રિટનને 43 અને ઇઝરાયલને 45 દિવસ થયા હતા. ભારતમાં શુક્રવારે 3,31,029 લોકોને વેક્સિન લગાડવામાં આવી.

યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે 5 ફેબ્રુઆરીની સાંજે 6 વાગ્યે 52,90,474 લોકોને વેક્સિન લાગી ગઈ છે. જેમાં સાઈડ ઈફેક્ટના ઘણાં ઓછા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 27 લોકોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં કોઈને હોસ્પિટલમાં એડમિટ કરવાનો કોઈ જ કેસ સામે નથી આવ્યો.

રસીમાં યુપી ટોચ પર

રાજ્યકુલ રસીમાંરસીમાં હિસ્સેદારી
યુપી6,43,06012.20%
મહારાષ્ટ્ર4,24,7498.00%
રાજસ્થાન4,05,4987.70%
ગુજરાત3,76,0457.10%
કર્ણાટક3,54,1046.70%
બિહાર3,41,5686.50%
મધ્યપ્રદેશ3,40,4906.40%
પ.બંગાળ3,37,9976.40%
કેરળ2,83,9845.40%
આંધ્ર2,65,7045.00%

કોરોનાથી 174 ડોક્ટર, 116 નર્સ, 199 હેલ્થ વર્કર્સના મૃત્યુ
કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ લોકસભામાં કહ્યું કે કોરોનાથી કોરોનાથી 174 ડોક્ટર, 116 નર્સ, 199 હેલ્થ વર્કર્સના મૃત્યુ થયા છે.

મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર અનિલ દેશમુખ કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓએ શુક્રવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે. જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ પોતાની તપાસ કરાવી લે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્ય છે. અહીં અત્યાર સુધીમાં 20,36,002 કેસ આવ્યા છે. જેમાંથી 51,215 લોકોના મોત નિપજ્યા છે.

યુપીમાં 10 ફેબ્રુઆરીથી સ્કૂલ ખુલશે
ઉત્તર પ્રદેશ સરકારે 10 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8 સુધીની શાળા ખોલવા માટે નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે ધોરણ-1થી ધોરણ-5 સુધીની શાળા માર્ચ મહિનાથી ખુલશે.

ફાઈઝરે ભારતમાં ઈમરજન્સી એપ્રુવલની એપ્લિકેશન પરત ખેંચી
અમેરિકાની કંપની ફાઈઝરે શુક્રવારે કોરોના વેક્સિનના ઈમર્જન્સી યુઝની માંગને લઈ ભારત સરકાર સમક્ષ રજૂ કરેલી અરજી પાછીં ખેંચી લીધી છે. 3 ફેબ્રુઆરીના રોજ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ તેનું રિવ્યૂ કર્યો હતો. સમિતિએ કંપની પાસેથી ટ્રાયલને લગતી વધુ માહિતી માંગી હતી. ત્યારબાદ કંપનીએ એપ્લિકેશન પાછીં ખેંચવાનો નિર્ણય લીધો હતો.

કંપનીએ કહ્યું કે તે ઈન્ડિયન ઓથોરિટીના સંપર્કમાં રહેશે અને આગામી સમયમાં ફરી વખત મંજૂરી માટે અરજી કરશે. ફાઈઝર વિશ્વની એકમાત્ર એવી કોરોના વેક્સિન છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ડેથ રેટમાં 0.7%નો ઘટાડો
રાહતના સમાચાર છે કે દેશમાં કોરોનાથી થતા મોતમાં ઘટાડો થઈ રહ્યો છે. ડેથ રેટ 1.44%થી ઘટીને 1.37% થઈ ગયો છે. દરરોજ 200થી ઓછા લોકોના મોત થઈ રહ્યાં છે. 15-16 રાજ્ય એવા છે જ્યાં હવે સંક્રમણથી કોઈ મોત નથી થઈ રહ્યાં.

કોરોનાના એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓનો આંકડો 1.48 લાખ થઈ ગયો છે. જે છેલ્લા 8 મહિનામાં સૌથી ઓછો છે. આ પહેલા 12 જૂને 1.46 લાખ એક્ટિવ કેસ હતા. દેશમાં 29 રાજ્ય અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 20માં 1-1 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. આ રાજ્યોમાં માત્ર 6,450 દર્દીઓની સારવાર ચાલી રહ્યો છે.

દેશમાં ગુરુવાર 12,401 સંક્રમિતોની ઓળખ થઈ, 15,888 સાજા થયા અને 120 લોકોના મોત થયાછે. અત્યાર સુધી 1.08 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યાં છે. જેમાંથી 1.04 કરોડ સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 1.54 લાખ લોકોના મોત થઈ ચૂક્યાં છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

  • એડવોકેટ અમિત સાહનીએ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને કોરોનાના કારણે 65 વર્ષથી વધુની વયના કેદીઓની પેરોલ વધારવાની માંગ કરી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે સૌથી વધુ ઉમર વાળા લોકોને જોખમ વધુ છે, એટલા માટે આવા કેદીઓની પેરોલ આગળ પણ ચાલું રાખવી જોઈએ.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)ના લેટેસ્ટ સીરો સર્વે પ્રમાણે દેશમાં 21.5% લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યાં છે. આ સર્વે 17 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી વચ્ચે કરવામાં આવ્યો. જેમાં 10 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
  • સીરો સર્વેમાં 18 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના 28,589 લોકોને સામેલ કરવામાં આવ્યા. જેમાંથી 21.4% લોકોમાં કોરોનાના એન્ટીબોડી મળી આવ્યા છે. 10થી 17 વર્ષની ઉંમરના 25.3% બાળકોમાં સંક્રમણની પુષ્ટી કરવામાં આવી છે. ગામમાં 19.1%, જ્યારે શહેર ઝૂપડ પટ્ટીમાં 31.7% વસતિ સંક્રમિત થઈ ચૂકી છે. શરીરમાં એન્ટીબોડી મળવાનો અર્થ, વ્યક્તિ સંક્રમિત છે અથવા સંક્રમિત થઈને સાજો થઈ ચૂક્યો છે.
  • કોરોના વેક્સિનેશન અભિયાન હેઠળ તમામ હેલ્થકેર વર્કર્સને 13 ફેબ્રુઆરીથી વેક્સિનનો બીજો ડોઝ અપાશે.

પાંચ રાજ્યોની સ્થિતિ
1. દિલ્હી

રાજ્યમાં ગુરુવારે 158 નવા દર્દી નોંધાયા છે. 165 લોકો રિકવર થયા અને 7 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 6 લાખ 35 હજાર 639 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાં 6 લાખ 23 હજાર 574 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 10 હજાર 871 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે.1194 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ
અહીં ગુરુવારે 166 લોકો કોરોના સંક્રમિત થયા. 263 દર્દી સાજા પણ થયા અને બે લોકોના મોત પણ થયા. અત્યાર સુધી 2.55 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં 2.49 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 3,818 દર્દીઓના મોત થયાછે. હાલ 2,331 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
અહીં ગુરુવારે 275 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 430 દર્દી સાજા પણ થયા અને એકનું મોત પણ થયું. અત્યાર સુધી 2.62 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં 2.55 લાખ સંક્રમિત થઈ ચૂક્યાં છે, જ્યારે 4,392 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. હાલ 2,700 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન
અહીં ગુરુવારે 139 લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. 192 દર્દી સાજા પણ થઈ ચૂક્યાં છે. અત્યાર સુધી 3.17 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં 3.13 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 2,770 દર્દીઓના મોત થયા છે. હાલ 1,639 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર
રાજ્યમાં ગુરુવારે 2,736 લોકો કોરોના સંક્રમિત થયા છે. 5,339 લોકો રિકવર થયા અને 46ની મોત થયા છે. અત્યાર સુધી 20 લાખ 63 હજાર 2 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાં 19 લાખ 48 હજાર 674 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 51 હજાર 215 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 34 હજાર 862 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો