તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Newlywed Committed Suicide In Her Maternal House In Bahadurgarh Of Haryana, Was Hurt By Misbehavw With Father And Dowry Harassment

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેજે વધુ એક દીકરીનો ભોગ લીધો:પિતાનું અપમાન સહન ન થતા નવ પરણિત પુત્રીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં દહેજ માટેના ત્રાસનો ઉલ્લેખ કર્યો

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
જ્યાંથી દીકરીનું હરખના આંસુએ કન્યાદાન કર્યું હતું, એ જ ઘરથી તેની નનામી નીકળી. - Divya Bhaskar
જ્યાંથી દીકરીનું હરખના આંસુએ કન્યાદાન કર્યું હતું, એ જ ઘરથી તેની નનામી નીકળી.
  • લગ્નબાદ પ્રથમ વખત યુવતી પીયર આવી હતી
  • બેંગ્લોરમાં સાસરીપક્ષે પિતા સાથે દુર્વ્યવહાર કર્યો હતો
  • પ્રિયંકાને લઈને તેના પિતા બહાદુરગઢ આવ્યા હતા, જ્યાં તેણીએ રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

હરિયાણામાં વધુ એક દીકરી દહેજનો શિકાર બની છે. બહાદુરગઢ જિલ્લાના સેક્ટર 7માં રહેતી નવવધૂએ પીયરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. મૃતક યુવતીએ સુસાઈડ નોટ પણ મૂકી હતી, જેમાં તેણીએ પોતાના પતિ, સાસુ-સસરા અને જેઠ પર દહેજના આરોપો લગાવ્યા હતા. તેની સાથે સાસરીયાઓએ વારંવાર પિતાનું અપમાન કર્યું હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. પોલીસે યુવતીના મૃતદેહને તપાસ અર્થે મોકલી દીધો છે.

આત્મહત્યા કરેલી યુવતી પ્રિયંકાના પિતા શ્રીનિવાસને જણાવ્યું હતું કે તે મૂળ ઝજ્જર જિલ્લાના છારા ગામના નિવાસી છે. જે છેલ્લા કેટલાક વર્ષોથી બહાદુર ગઢના સેક્ટર 7માં નિવાસ કરે છે. 15 માર્ચના રોજ તેમની દીકરીના લગ્ન રેવાડીમાં રહેતા ટિપેન્દ્ર સાથે થયા હતા. તેનો પતિ ટિપેન્દ્ર એક્સાઈઝ ઈન્સપેક્ટર છે, જે હાલ બેંગ્લોર ખાતે ફરજ બજાવી રહ્યો છે. લગ્નના એક સપ્તાહ બાદ ટિપેન્દ્ર, પ્રિયંકા અને તેના માતા-પિતા બેંગ્લોર ચાલ્યા ગયા હતા.

પોલીસને તેમની દીકરી સાથે કરાયેલા દુર્વ્યવહાર અંગે જણાવી રહેલા પ્રિંયકાના પિતાની તસવીર
પોલીસને તેમની દીકરી સાથે કરાયેલા દુર્વ્યવહાર અંગે જણાવી રહેલા પ્રિંયકાના પિતાની તસવીર

યુવતીના પિતાનું અપમાન કરાયું હતું
શ્રીનિવાસને જણાવ્યું હતું કે બે દિવસ પૂર્વે દીકરીના સાસરેથી ફોન આવ્યો હતો કે તમે આને પાછી લઈ જાઓ. તેમણે જ્યારે આ અંગે કારણ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે સાસરીયાઓએ કોઈ જ જવાબ આપ્યો નહતો. જેથી શ્રીનિવાસન તાત્કાલિક ફ્લાઈટ મારફતે બેંગ્લોર પહોંચી ગયા હતા. જ્યાં બન્ને પક્ષો વચ્ચે તકરાર વધી ગઈ અને સાસરીયાઓએ તેમને ચોકીદાર મારફતે ધક્કામારીને બહાર કાઢી મૂક્યા હતા. ત્યારપછી પ્રિયંકાને લઈને તેના પિતા બહાદુરગઢ આવ્યા હતા. જ્યાં પ્રિયંકાએ પોતાને એક રૂમમાં બંધ કરી દીધી હતી.

રૂમની તપાસ આદરતા સુસાઈડ નોટ મળી
સવારે જ્યારે પ્રિયંકા નીચે ન આવી ત્યારે તેના રૂમમાં જતા જાણ થઈ કે તેણીએ સુસાઈડ કર્યું છે. પરિવારના સભ્યોએ તાત્કાલિક પોલીસને બોલાવીને આગળ કાર્યવાહી કરી હતી. પોલીસે પ્રિયંકાના મૃતદેહને ફંદા પરથી ઉતાર્યું અને રૂમની તપાસમાં હાથ ધરી હતી. જેમાં તેઓને રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી હતી. જેના આધારે પોલીસે મૃતકના સાસરીયાઓ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો