તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 3 Children Lost Their Lives At Night In The District Hospital, Accused Of Referral Without Oxygen; The Patient's Relative Said I Saw Seven Corpses One After Another

રાયપુરમાં 7 નવજાત બાળકનાં મૃત્યુ!:જિલ્લા હોસ્પિટલમાં રાતે 3 બાળકે જીવ ગુમાવ્યો, ઓક્સિજન વગર રિફર કરવાનો આરોપ; દર્દીના સંબંધીએ કહ્યું- મેં જોયા એક પછી એક સાત મૃતદેહ

2 મહિનો પહેલા
  • બાળકોના પરિવારના સભ્યોએ ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવ્યો
  • 15 જુલાઈથી બાળકોની અહીં સારવાર ચાલતી હતી

છત્તીસગઢના રાયપુરની જિલ્લા હોસ્પિટલમાં રાતે 8 વાગ્યાની આસપાસ 3 બાળકનાં મૃત્યુ થયાં છે. એ પછી બાળકોના પરિવારના સભ્યોએ ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવતાં બબાલ કરી હતી. પરિવારના સભ્યોનો આરોપ હતો કે તબિયત બગડવાને કારણે બાળકોને ઓક્સિજન લગાવ્યા વગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહ્યાં હતાં, જ્યારે હોસ્પિટલમાં હાજર એક દર્દીના સંબંધીએ દાવો કર્યો છે કે 3 નહિ, પરંતુ 7 બાળકનાં મૃત્યુ થયાં છે. તેણે કહ્યું હતું કે મેં મારી આંખે એક પછી એક સાત બાળકોના મૃતદેહને લઈ જતા જોયા છે.

રાતે 3 બાળકનાં મૃત્યુ થયાં પછી તેમના પરિવારના લોકોએ બેદરકારીનો આરોપ લગાવ્યો.
રાતે 3 બાળકનાં મૃત્યુ થયાં પછી તેમના પરિવારના લોકોએ બેદરકારીનો આરોપ લગાવ્યો.

એક બાળકના પિતા ઘનશ્યામ સિંહાએ આરોપ લગાવ્યો કે તેના બાળકની સ્થિતિ બગડ્યા પછી ડોક્ટરોએ તેને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનુ કહ્યું. બાળકની સ્થિતિ ગંભીર હતી. તેને લઈ જવા માટે ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડી, જોકે આપવામાં ન આવ્યો. તેઓ સતત હોસ્પિટલના મેનેજમેન્ટના લોકોને સિલિન્ડરની માગ કરતા રહ્યા. આ દરમિયાન દાખલ થયેલાં અન્ય બે બાળકોનાં મૃત્યુ થયાં. બબાલની માહિતી મળતાં પંડરી પોલીસ સ્ટેશનથી પોલીસ પણ પહોંચી ગઈ.

પંડરીમાં રાયપુર જિલ્લા હોસ્પિટલનું કેમ્પસ, જ્યાં રાતે બાળકોનાં મૃત્યુ થયાં પછી હંગામો થયો.
પંડરીમાં રાયપુર જિલ્લા હોસ્પિટલનું કેમ્પસ, જ્યાં રાતે બાળકોનાં મૃત્યુ થયાં પછી હંગામો થયો.

પોલીસની દખલગીરીથી અઢી કલાક પછી શાંત થયા લોકો
બાળકોના ઈન્ટેસિવ કેર યુનિટમાં મોડી રાત સુધી બબાલ થતી રહી. પરિવારના સભ્યોને કોઈ યોગ્ય જવાબ આપી રહ્યું નથી. લગભગ 2થી અઢી કલાક સુધી બબાલ પછી પોલીસની દરમિયાનગીરીથી પરિવારના સભ્યો શાંત થયા. રાતે 11 વાગ્યા સુધી ત્રણ બાળકોના મૃતદેહની સાથે ઘરના સભ્યો પરત ફર્યા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટના લોકો બીજા પરિવારના સભ્યોને સમજાવવા લાગ્યા અને માહોલ શાંત થયો. જ્યારે હોસ્પિટલના મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું કે બાળકોનાં મૃત્યુ સામાન્ય હતાં.

બેમેતરાથી આવેલા બાળકના સંબંધી, તેમણે બાળકોના મૃતદેહને લઈ જતા જોયા.
બેમેતરાથી આવેલા બાળકના સંબંધી, તેમણે બાળકોના મૃતદેહને લઈ જતા જોયા.

મેં 7 મૃતદેહને નીકળતા જોયા
બેમેતરામાંથી આવેલા એક સંબંધીએ કહ્યું હતું કે સાંજના સમયે ત્રણ બાળકનાં મૃત્યુ થયાં. એ પછી બબાલ થઈ, જોકે મંગળવારે દર બે કલાકે એક બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યો હતો. તેમણે કુલ 7 બાળકના મૃતદેહને અહીંથી લઈ જતા જોયા. તેમનાં બે બાળકોને અહીં છેલ્લા 3 દિવસથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. જોકે તેમની સ્થિતિની કોઈ માહિતી તેમને આપવામાં આવી નથી. જે બાળકોના મૃતદેહ નીકળ્યા એ તમામ ઘણા દિવસોથી અહીં સારવાર કરાવી રહ્યા હતા. ખૂબ જ નબળાં હતાં અને ICUમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

રોજ નવી બીમારી જણાવે છે ડોક્ટર
15 જુલાઈથી અહીં પોતાનાં બાળકોની સારવાર કરાવી રહેલા પિતાએ જણાવ્યું હતું કે આટલા દિવસમાં ડોક્ટરે તેમને વિવિધ બીમારીઓ હોવાનું કહ્યું છે. પહેલા દિવસે કહ્યું કે કિડની ખરાબ છે. એ પછી કહ્યું કે હાર્ટમાં છીદ્ર છે. પછીથી કહેવા લાગ્યા તમારાં બાળકોની જિંદગી માત્ર 10 મિનિટ માટે જ છે. અત્યારસુધીમાં બાળકોની સ્થિતિની સાચી માહિતી આપવામાં આવી નથી. રાયપુરથી આવેલા એક સંબંધીએ કહ્યું હતું કે ICUમાં બાળકો હોવાનું કહીને તેમની તબિયત અંગે જાણ પણ કરાતી નથી કે તેમને રૂબરૂ જોવા દેવાતા નથી.

રાયપુર જિલ્લા હોસ્પિટલમાં બાળકોનો ICU, જ્યાં રાતે 3 બાળકે એક-એક કરીને જીવ ગુમાવ્યો.
રાયપુર જિલ્લા હોસ્પિટલમાં બાળકોનો ICU, જ્યાં રાતે 3 બાળકે એક-એક કરીને જીવ ગુમાવ્યો.

ઘટનાની તપાસ ચાલુ
મંગળવારે સાંજે પંડરી જિલ્લા હોસ્પિટલ કેમ્પસમાં થયેલી બબાલની વધુ તપાસ કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ ડોક્ટર પાસે સંપૂર્ણ માહિતી માગી છે. બુધવાર સાંજ સુધી હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી આ મામલા અંગે ખુલાસો કરવામાં આવે એવી શક્યતા છે. જોકે અત્યારસુધી આ ઘટનાને ડોક્ટરની બેદરકારી માનવા હોસ્પિટલ તૈયાર નથી.

બાળકનો જન્મ જિલ્લા હોસ્પિટલમાં સોમવારે 9 વાગ્યે થયો. જન્મથી શ્વાસ લેવામાં મુશ્કેલી હતી અને રડી રહ્યો ન હતો. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. આ બાળકનું રાતે 8 વાગ્યે મૃત્યુ થયું. ત્રણ મૃત્યુની વાત સાચી નથી.
ડો.વિનીત જૈન, અધીક્ષક-આંબેડકર હોસ્પિટલ