જયપુર સહિત અન્ય રાજ્યોમાં એક નવી બીમારીનું જોખમ ઊભુ થયું છે. હકીકતમાં છેલ્લા કેટલાક દિવસથી જયપુર સહિત ઘણાં શહેરોમાં બાળકોમાં ઊલટી, પેટમાં દુખાવો અને તાવના કેસ વધી રહ્યા છે. શરૂઆતમાં ડોક્ટર્સ આ બીમારીને ગેસ્ટ્રો એન્ટેરાઈટિસ માનતા હતા, પરંતુ મોટા ભાગનાં બાળકોની તપાસમાં અલગ અલગ પરિણામો મળતાં ડોક્ટર્સ પણ કન્ફ્યુઝ થઈ ગયા છે કે આ કઈ બીમારી છે કે કયો વાઇરસ છે. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે આ કોઈ નવી બીમારી છે કે જૂની, બીમારીનો જ કોઈ વાઈરસ છે, પરંતુ આ સ્થિતિના કારણે રાજસ્થાનના દરેક ડોક્ટર ચિંતામાં ચોક્કસ મુકાઈ ગયા છે.
ચિંતા કેમ જરૂરી?
આવાં બાળકોની સંખ્યા કેટલી છે?
રાજસ્થાનમાં બાળકોની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જેકે લોનમાં રોજ ઓપીડીમાં 700-800 નવા કેસ આવી રહ્યા છે, જેમાંથી 12 ટકા બાળકોને એડમિટ કરવામાં આવી રહ્યાં છે, એટલે કે દર 8માંથી એક બાળકને દાખલ કરવામાં આવે છે. જેકે લોન હોસ્પિટલના ડોક્ટર્સ અને એસોસિયેટ પ્રો. ડો. પ્રિયાંશુ માથુરના જણાવ્યા પ્રમાણે, આ બાળકોને 7 દિવસ સુધી એડમિટ રાખવાં પડે છે. જોકે સારી વાત એ છે કે આ બીમારીમાં હજી સુધી કોઈ બાળકનું મોત નથી થયું.
ડોક્ટર્સ શું કહે છે?
એસએમએસ હોસ્પિટલના પીડિયાટ્રિક મેડિસિન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ. કૈલાસ મીણાએ કહ્યું- જયપુર જ નહીં, પરંતુ જોધપુર, કોટા, અજમેર, બિકાનેર સહિત રાજ્યનાં ઘણાં મોટાં શહેરોમાં મોટી સંખ્યામાં બાળકોમાં આ બીમારી જોવા મળી રહી છે. આમાંથી ઘણાં બાળકોમાં ગેસ્ટ્રો એન્ટેરાઈટિસ વાઇરસ સિવાય કોવિડ પોઝિટિવ અને અન્ય ફ્લૂથી સંક્રમિત હોવાનો રિપોર્ટ પણ મળી રહ્યો છે. ડોક્ટર્સ આ વિશે રિસર્ચ કરી રહ્યા છે કે આ કોઈ નવી બીમારી તો નથીને.
આ બીમારીથી કેવી રીતે બચી શકાય?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.