• Gujarati News
  • National
  • New Variant Arrives In 14 States Union Territories Of The Country In 20 Days, 11 New Patients Found In Maharashtra

ભારતમાં ઓમિક્રોનના કેસ 200ને પાર:20 દિવસમાં દેશના 14 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશમાં પહોંચ્યો નવો વેરિયન્ટ, મહારાષ્ટ્રમાં 11 નવા દર્દીઓ મળ્યા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવા વેરિયન્ટથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં દિલ્હી અને મહારાષ્ટ્ર છે - Divya Bhaskar
નવા વેરિયન્ટથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં દિલ્હી અને મહારાષ્ટ્ર છે
  • દેશમાં ઓમિક્રોનનો સૌથી પહેલા બે કેસ 2 ડિસેમ્બરે કર્ણાટકમાં મળી આવ્યા હતા
  • 14 ડિસેમ્બરે કેસ વધીને 50 થઈ ગયા, 17 ડિસેમ્બરે કેસની સંખ્યા 100એ પહોંચી હતી

દેશમાં ઓમિક્રોન સંક્રમણના કેસ 200ને પાર થઈ ગયા છે. મંગળવાર સાંજ સુધીમાં આ સંખ્યા 216 થઈ ગઈ છે. સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં દિલ્હી અને મહારાષ્ટ્ર સામેલ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 11 નવા કેસ મળી આવ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ વેરિયન્ટથી સંક્રમિત કુલ 65 દર્દીઓ છે. દિલ્હીમાં તેના 54 કેસ છે. ખતરાની વાત એ છે કે દેશમાં પહેલાં 100 કેસ 15 દિવસમાં સામે આવ્યા હતા, પરંતુ 100થી 200 કેસ માત્ર 5 જ દિવસમાં થઈ ગયા.

જમ્મુમાં પણ ઓમિક્રોનના ત્રણ સંક્રમિત મળી આવ્યાં છે. જેમના સેમ્પલ 30 નવેમ્બરે લેવામાં આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ (NCDC)માં તેઓ ઓમિક્રોનથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. ત્રણેય લોકો જ્યાં રહે છે, તે સમગ્ર વિસ્તારના લોકોના RT-PCR તપાસના આદેશ આપી દેવાયા છે.

દેશમાં ઓમિક્રોનનો સૌથી પહેલા બે કેસ 2 ડિસેમ્બરે કર્ણાટકમાં મળી આવ્યા હતા. 14 ડિસેમ્બરે કેસ વધીને 50 થઈ ગયા. 17 ડિસેમ્બરે કેસની સંખ્યા 100 થઈ ગઈ. જ્યારે બીજા 100 કેસ થવામાં માત્ર 5 જ દિવસ સમય લાગ્યો. દેશના 13 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. ઓમિક્રોન અંગે દુનિયાભરના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ઝડપથી સંક્રમિત થાય છે. દેશમાં ઓમિક્રોનના આંકડા જોઈને લાગે છે કે સંક્રમણની ગતિ વધી ગઈ છે.

અમેરિકામાં ઓમિક્રોનથી પહેલું મોત થયું
અમેરિકાના ટેક્સાસમાં ઓમિક્રોન વેરિયન્ટથી પહેલું મોત થયું છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે આ વ્યક્તિએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો ન હતો. મૃતકની ઉંમર 50-60 વર્ષની વચ્ચે જણાવવામાં આવી રહી છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ 11 ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહમાં નવા કોરોના કેસમાં 73.2% મામલા ઓમિક્રોનના છે. આ પહેલાં બ્રિટનમાં ઓમિક્રોનને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

નીતિ આયોગે આપી હતી સંક્રમણ વધવાની આપી હતી ચેતવણી
ભારતમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે કહ્યું હતું કે જો અમે બ્રિટનમાં ઓમિક્રોનના સંક્રમણને જોઈએ અને તેની તુલના ભારતની વસતિ સાથે કરીએ તો કહી શકાય છે કે સંક્રમણ ફેલાવવાથી ભારતમાં દરરોજ 14 લાખ કેસ આવી શકે છે.

દરેક સેમ્પલનું જીનોમ સીક્વેન્સિંગ શક્ય નથી
ડૉ. પોલે કહ્યું હતું કે દુનિયામાં બીજા નંબરે ભારતમાં જીનોમ સીક્વેન્સિંગ કરવામાં આવે છે અને તે સતત વધારવામાં આવે છે. તેઓએ કહ્યું કે દરેક કેસમાં જીનોમ સીક્વેન્સિંગ કરાવવું શક્ય નથી. આ બીમારીને ઓળખવા માટે નહીં પરંતુ મહામારીનું આંકલન અને તેના પર ધ્યાન રાખવા માટેનું ટૂલ છે. અમે તે વાતનો વિશ્વાસ આપી શકીએ છીએ કે હાલ પર્યાપ્ત સિસ્મેટિક સેમ્પલિંગ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...