તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ રવિવારે ઓફિસ અથવા વર્કપ્લેસ વિશે નવી SOP જાહેર કરી છે. એમાં જણાવ્યા પ્રમાણે, જો કોઈ ઓફિસમાં કોરોનાના કેસ મળે છે તો એ એરિયાને ડિસઈન્ફેક્ટેડ કર્યા પછી ફરી કામ શરૂ કરી શકાય છે. એના માટે આખા બિલ્ડિંગને બંધ કે સીલ કરવાની જરૂર નહીં પડે.
મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, કોઈ ઓફિસમાં 1 કે 2 કેસ મળે છે તો ડિસઈન્ફેક્શનની પ્રોસેસ માત્ર એ જગ્યાએ હશે, જ્યાં દર્દી છેલ્લા 48 કલાકમાં હાજર રહ્યો હોય. ત્યાર પછી પ્રોટોકોલના હિસાબથી કામ ફરીથી શરૂ કરી શકાય છે. જો વર્કપ્લેસ પર મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવે છે, તો આખા બ્લોક અથવા બિલ્ડિંગને ડિસઈન્ફેક્ટેડ કરવું જોઈએ.
કન્ટેન્મેન્ટ ઝોનમાં સખતાઈ યથાવત્
ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મેડિકલ અને જરૂર સર્વિસને બાદ કરતાં તમામ ઓફિસ બંધ રહેશે. માત્ર કન્ટેન્મેન્ટ ઝોનથી બહાર ઓફિસ ખોલવાની મંજૂરી હશે. જ્યાં સુધી શક્ય હોય, તમામ મીટિંગ્સ વીડિયો-કોન્ફરન્સ દ્વારા જ કરવી જોઈએ. વધુ લોકોના એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ યથાવત્ રહેશે.
કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા અધિકારી અને સ્ટાફે તેમના મેનેજરને આ અંગેની જાણ કરવાની રહેશે. કન્ટેન્મેન્ટ ઝોન સમાપ્ત ન થાય ત્યાં સુધી તેમણે ઓફિસ ન આવવું જોઈએ. આની જગ્યાએ આવા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવી જોઈએ.
સફાઈ અને સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર
આ ઉપરાંત વર્કપ્લેસમાં એન્ટ્રી વખતે હાથ સાફ કરવા અને થર્મલ સ્ક્રીનિંગ પણ જરૂરી હશે. માત્ર એવા સ્ટાફ અને વિઝિટર્સને એન્ટ્રીની મંજૂરી મળશે, જેમાં કોરોનાનાં લક્ષણ નહીં હોય. મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે તમામ કર્મચારીઓ અને વિઝિટર્સને કોરોનાને અટકાવવાના ઉપાય કરવા જોઈએ, જેમાં 6 ફૂટનું અંતર જાળવી રાખવું, ફેસ કવર કે માસ્કનો ઉપયોગ કરવો અને સતત હાથ ધોવાની આદત સામેલ છે.
લોકોના વારંવાર અડવાની જગ્યા પર ઓછામાં ઓછી 2 વખત સાફસફાઈ થવી જોઈએ. ઓફિસ અને અન્ય વર્કપ્લેસ એકબીજા સાથે જોડાયેલાં હોય છે. એટલા માટે અહીં, લિફ્ટ, સીડી, પાર્કિંગ, કેન્ટીન, મીટિંગ રૂમ અને કોન્ફરન્સ હોલમાં કોરોના ઝડપથી ફેલાઈ શકે છે. સંક્રમણને ફેલાવાથી અટકાવવાની જરૂર છે. કોરોનાના શંકાસ્પદોની ઓળખ થાય ત્યારે જરૂરી ઉપાય કરવા જરૂરી છે, જેથી ફેલાવાને સીમિત કરી શકાય.
આનું ધ્યાન રાખવું જરૂરી
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.