• Home
  • National
  • New Harsud village, social distance in every home here, no corona patient

મધ્ય પ્રદેશ / નવું હરસુદ ગામ, અહીં દરેક ઘરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, એટલે કોરોનાનો કોઈ જ દર્દી નહીં

350 ફૂટની ઊંચાઈએ ડ્રોનથી ઝીલેલો નવા હરસુદનો નજારો.
350 ફૂટની ઊંચાઈએ ડ્રોનથી ઝીલેલો નવા હરસુદનો નજારો.
X
350 ફૂટની ઊંચાઈએ ડ્રોનથી ઝીલેલો નવા હરસુદનો નજારો.350 ફૂટની ઊંચાઈએ ડ્રોનથી ઝીલેલો નવા હરસુદનો નજારો.

  • મધ્ય પ્રદેશના ખંડવામાં બનેલા ઈન્દિરા સાગર બંધના કારણે 2004માં હરસુદ ડૂબી ગયું હતું, પછી નવું વસાવાયું

હરીશ ખંડેલવાલ

Jun 30, 2020, 04:00 AM IST

ખંડવા. મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં કોરોનાના 302 દર્દી મળી ચૂક્યા છે. અહીં કોરોના વાઈરસ આસપાસના કેટલાક ગામમાં પણ પહોંચી ગયો, પરંતુ 45 કિ.મી. દૂરના નવા હરસુદમાં કોરોનાનો એક પણ દર્દી નોંધાયો નથી. કારણ છે, અહીં લોકો જ નહીં, તમામ મકાનોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ છે. 

સરકારી રેકોર્ડ પ્રમાણે, ઈન્દિરા સાગર બંધના કારણે 30 જૂન, 2004ના રોજ હરસુદ ડૂબમાં આવ્યું હતું. બાદમાં ત્યાંની વસતીને હરસુદમાં વસાવાઈ. અહીં 244.63 હેક્ટરમાં લોકોનું પુન:ર્વસન કરાયું હતું. અહીંની જમીન પર એકબીજાથી પૂરતુ અંતર જાળવવામાં આવ્યું છે. હાલ અહીં બે હજાર મકાન છે અને તમામ વચ્ચે સરેરાશ ત્રણ મીટરનું અંતર છે. 

સામાજિક અંતર સાથેની વસાહતની ખાસિયતો પર નજર

  • 9 હેક્ટરમાં 5000 પ્લોટ 
  • 2360 વિસ્થાપિતોને વહેંચણી
  • બહારથી આવેલા 670થી વધુ પરિવારને નિયમ પ્રમાણે હોમ ક્વૉરન્ટીન કરાયા  
  • તમામ લોકો માસ્ક, સેનિટાઈઝના નિયમો પાળે છે. લૉકડાઉનમાં અનિવાર્ય સંજોગોમાં જ બહાર નીકળે છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી