તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Government Announces New Guidelines For Companies Like Ola Uber, 80% Fare Will Now Be Reserved For Cab Drivers

નવા નિયમ:સરકારે ઓલા-ઉબર જેવી કંપનીઓ માટે જાહેર કરી નવી ગાઇડલાઇન્સ, હવે 80% ભાડું કેબ-ડ્રાઈવર માટે અનામત રહેશે

નવી દિલ્હી8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેબ એગ્રીગેટર્સને એક 24*7 કંટ્રોલ રૂમ સ્થાપિત કરવાનો રહેશે
 • ગ્રાહકોના ડેટાને યુઝર્સની સહમતી વગર શેર નહીં કરી શકાય

ભાડાની ટેક્સીની સુવિધા આપનારી ભારતીય કેબ કંપનીઓને ભારત સરકારની નવા મોટર વાહન એગ્રીગેટર ગાઈડલાઈન્સથી ઘણો જ મોટો ઝાટકો લાગ્યો છે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયે મોટર વાહન એગ્રીગેટર્સ માટે નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે...

 • દરેક ડ્રાઈવ પર ડ્રાઈવરને 80% ભાડું મળશે, જ્યારે કંપનીઓની પાસે 20% જ ભાડું જશે.
 • વધારવામાં આવેલી કિંમતનો બેઝ ભાડાના 1.5 ગણા સુધી કરી દેવામાં આવ્યો છે.
 • કેન્સેલેશન ફીને કુલ ભાડાના 10% કરવામાં આવ્યા છે, જે રાઈડર અને ડ્રાઈવર બંને માટે 100 રૂપિયાથી વધુ નહીં હોય.
 • બેઝ ફેર ન્યૂનતમ 3 કિલોમીટર સુધી જ રહેશે.
 • એગ્રીગેટર્સને ડેટા સ્થાનીયકરણ સુનિશ્ચિત કરવાનું રહેશે અને તે સુનિશ્ચિત કરવું પડશે કે ડેટા ભારતીય સર્વરમાં ન્યૂનત્મ ત્રણ મહિના અને વધુમાં વધુ ચાર મહિના તે તારીખથી સંગ્રહિત કરવામાં આવે, જે દિવસે ડેટા જનરેટ કરવામાં આવ્યું હતું.
 • ડેટાને ભારત સરકારના કાયદા મુજબ સુલભ બનાવવાનું રહેશે પરંતુ ગ્રાહકોના ડેટાને યુઝર્સની સહમતી વિના શેર નહીં કરી શકાય.
 • કેબ એગ્રીગેટર્સને એક 24*7 કંટ્રોલ રૂમ સ્થાપિત કરવું પડશે અને તમામ ડ્રાઈવરને અનિવાર્ય રીતે દરેક સમયે કંટ્રોલ રૂમ સાથે જોડાવવું જરૂરી રહેશે.
 • એક કેલેન્ડર દિવસમાં વધુમાં વધુ ચાર રાઈડ-શેરિંગ ઈન્ટ્રા-સિટી ટ્રીપ અને દરેક સપ્તાહે વધુમાં વધુ 2 રાઈડ-શેરિંગ ઈન્ટ્રા- સિટી ટ્રીપની મંજૂરી હશે, જેમાં એગ્રીગેટરની સાથે ડ્રાઈવરની પ્રત્યેક વાહનને જોડવામાં આવશે.
 • આ ઉપરાંત, રાજ્ય સરકાર સરકારી ખજાના માટે નોટિફિકેશનના માધ્યમથી કુલ ભાડાના 2% કે તેનાથી વધુ ટેક્સ વસુલી શકે છે.

કેબ એગ્રીગેટર્સ માટે માત્ર 20% અનામત
સર્જ ફી પર કેપ અને ડ્રાઈવર્સ માટે અનામત 80% ભાડું કેબ એગ્રીગેટર્સ માટે એક ઝાટકા સમાન હશે, જે કોરોના વાયરસની મહામારી પછીથી રિકવરી માટે એક ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. ઉબર અને ઓલા બંને, જે સૌથી મોટી માર્કેટની ભાગીદારી રાખે છે, એપ્રિલ અને મેમાં લોકડાઉનના મહિનાઓ દરમિયાન કોવિડ-19 મહામારીના કારણે તેમનો કારોબાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. 2019માં, ઉબરે એક સપ્તાહમાં 1 કરોડ 40 લાખ રાઈડ્સની સુવિધાનો દાવો કર્યો હતો, જ્યારે કે ઓલાએ કથિત રીતે એક સપ્તાહમાં 2.8 કરોડ રાઈડ્સ કરી હોવાનું જણાવ્યું હતું.