કોરોનાથી વધુ એક ફંગસ:કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં નવી ફંગસ મળી, તેઓમાં ફેફસા અને કરોડરજ્જુમાં થનારા TB જેવા લક્ષણો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસ સંક્રમણની બીજી લહેરમાં સૌથી વધુ ડરાવનાર મ્યૂકોરમાઈકોસિસ (બ્લેક ફંગસ)ના પ્રકોપ બાદ હવે આ મહામારી સાથે સંકળાયેલી નવી ફંગસ સામે આવી છે. તબીબી દ્રષ્ટિએ, એસ્પર્ગિલસ ઓસ્ટિયોમેલિટિસ નામની આ ખૂબ જ દુર્લભ પ્રકારની ફૂગ કોરોના પીડિતોના મોઢા અથવા ફેફસામાં કરોડરજ્જુની ટીબી જેવા લક્ષણો પેદા કરી રહી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ છેલ્લા ત્રણ મહિનામાં પુણેમાં કોવિડ-19 (કોરોના સંક્રમણ)માંથી સાજા થયેલા ચાર દર્દીઓને નવી ફૂગના લક્ષણો જોવા મળ્યા છે, જેના કારણે તબીબી જગત ચિંતિત થઈ ગયું છે.

કોરોનાથી સાજા થયાના એક મહીના પછી લક્ષણો જોવા મળ્યાં
રિપોર્ટ પ્રમાણે 66 વર્ષના એક દર્દીને કોરોના સંક્રમણથી સાજા થયાના એક મહિના બાદ તાવ અને ખૂબ જ ગંભીર કમરમાં દુખાવાની ફરિયાદ શરુ થઈ. ડોક્ટરોએ શરુઆતમાં દર્દીની સારવાર માંસ-પેશિઓને આરામ આપનારી અને સ્ટીરોઈડ વગરની દવાથી કરવામાં આવી, જેનાથી રાહત ન મળી.

ત્યારબાદ MRI સ્કેનમાં દર્દીની કરોડરજ્જુમાં ખૂબ જ ગંભીર સંક્રમણ હોવાનું બહાર આવ્યું હતું, જેનાથી તેના સ્પાન્ડિલોડિસાઈટિસ (સ્પાઈનલ ડિસ્ક વચ્ચે ખાલી જગ્યા)ને નુકસાન થયું હતું. હાડકાની બાયોપ્સી અને અન્ય તપાસ બાદ તેને એસ્પર્ગિલસ ઓસ્ટિયોમેલિટિસ ફૂગનો શિકાર હોવાનું જાણવા મળ્યું હતું.

કોરોના દૂર કરવા માટે આપવામાં આવેલા સ્ટીરોઈડ્સ સાથે સંબંધ છે
પુણેની દિનાનાથ મંગેશકર હોસ્પિટલના ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડો.પરિક્ષિત પ્રયાગના જણાવ્યા અનુસાર, અમે છેલ્લા ત્રણ મહિનામાં એસ્પર્ગિલસ શ્રેણીની ફૂગને કારણે વર્ટાબ્રેલ ઓસ્ટિયોમેલિટિસના ચાર દર્દીઓની સારવાર કરી છે. અગાઉ ભારતમાં કોરોનામાંથી સાજા થતા દર્દીઓમાં આ ફૂગના લક્ષણોનો કોઈ કેસ નહોતો.

જોકે પ્રયાગનું કહેવું છે કે આ ચારેય દર્દીઓ ગંભીર કોરોના સંક્રમણથી પીડાતા હતા અને તે સમય દરમિયાન ન્યુમોનિયા અને અન્ય સંબંધિત જટિલતાઓની સારવાર માટે તેમને મોટા પાયે સ્ટીરોઇડ્સ આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોર્ટિકોસ્ટીરોઇડ્સનો લાંબા સમય સુધી ઉપયોગ અન્ય સંક્રમણનું જોખમ વધારે છે. જો કે, તે રોગની સારવાર અને ઉપયોગમાં લેવામાં આવતી અન્ય દવાઓ પર પણ આધાર રાખે છે. તેમણે કહ્યું કે, અમે હાલ ચારેય દર્દીઓની સારવાર કરી રહ્યા છીએ. તેમાંથી પ્રથમને ચાર મહિના પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે છેલ્લો દર્દી ઓક્ટોબરમાં જ આવ્યો છે.

એસ્પર્ગિલસ ઓસ્ટિયોમેલિટિસ શું હોય છે

  • આ હાડકામાં થનારા ખૂબ જ દુર્લભ પ્રકારની ખતરનાક ફુગ સંક્રમણ છે
  • તે નબળા ઈમ્યૂન સિસ્ટમ ધરાવતા દર્દીઓને પોતાનો ટાર્ગેટ બનાવે છે
  • કરોડરજ્જુની હાડકાની TB જેવા જ લક્ષણના કારણે ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે
  • તે સૌથી વધુ કરોડરજ્જુ, માંસપેશીઓ અને માથાના હાડકામાં અસર કરે છે
  • સામાન્ય સંજોગોમાં આને હટાવવા માટે સર્જરી કરાવી જ યોગ્ય વિકલ્પ છે
અન્ય સમાચારો પણ છે...