• Gujarati News
  • National
  • The Government Is Not Considering Booster Doses, Which Require 72 Crore Doses To Complete 18+ Vaccinations

બાળકોના વેક્સિનેશન પર નિર્ણય નહીં:18+નું રસીકરણ પૂરું કરવા માટે હજી 72 કરોડ ડોઝની જરૂર, બૂસ્ટર ડોઝ પર હાલ સરકારની કોઈ વિચારણા નથી

નવી દિલ્હી4 દિવસ પહેલાલેખક: પવન કુમાર
  • બાળકોનું રસીકરણ તાત્કાલિક શરૂ કરવાની હાલ કોઈ વિચારણ નથીઃ આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા

બાળકોના વેક્સિનેશનને લઈને સરકાર હાલ કોઈપણ નિર્ણય કરી શકી નથી. આ સિવાય વેક્સિનેટ થઈ ચૂકેલા લોકોને બૂસ્ટર ડોઝ લગાવવાને લઈને પણ કોઈ રણનીતિ બનાવવામાં આવી નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે હાલ આ અંગે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી.

વિશ્વના ઘણા અગ્રણી દેશ બૂસ્ટર ડોઝ લગાવવાનું શરૂ કરી ચૂક્યા છે, જોકે ભારતમાં પરિસ્થિતિ હાલ અલગ છે. ભારતમાં અમેરિકા-બ્રિટનની જેમ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આ સિવાય બાળકોમાં સંક્રમણને લઈને ખતરો છે. દેશના 18 કરોડ વયસ્ક એટલે કે 18+ એવા છે, જેમને રસીનો પ્રથમ ડોઝ પણ લાગ્યો નથી. તેમને રસી લાગ્યા પછી જ બૂસ્ટર ડોઝ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

આધાર ડેટા મુજબ, દેશમાં 95 કરોડ લોકો 18 વર્ષથી વધુ ઉંમરના છે, તેમાંથી 77 કરોડ લોકોને પ્રથમ ડોઝ લાગી ચૂક્યો છે, જ્યારે બીજો ડોઝ લગાવનારા લગભગ 41 કરોડ છે, એટલે કે 18 કરોડ લોકો એવા છે, જેમને હાલ પ્રથમ ડોઝ પણ લાગ્યો નથી. એવામાં તેમને રસી આપવી એ સરકારની પ્રાથમિકતા છે. બૂસ્ટર ડોઝ પર નિર્ણય લેવા માટે હાલ કોઈપણ ઠોસ આધાર નથી.

બાળકોનું રસીકરણ હાલ શરૂ થશે નહિઃ આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા
આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ બાળકોના વેક્સિનેશન અંગે કહ્યું હતું કે બાળકોનું વેક્સિનેશન કરવા અંગે શું નિર્ણય કરવો એ માટે અમે એક્સપર્ટનો અભિપ્રાય માગ્યો છે અને આ અભિપ્રાય મુજબ જ અમે આગળનો નિર્ણય કરીશું. બાળકોનું રસીકરણ તાત્કાલિક શરૂ કરવાની હાલ કોઈ વિચારણા નથી.

બાળકોને રસી હાલ શા માટે નહિ?
બ્રિટન સહિત વિશ્વના અગ્રણી દેશોમાં સરેરાશ દર 10 લાખ સંક્રમિત બાળકોમાંથી માત્ર 2 બાળકોનાં મૃત્યુ થયાં છે. એટલે કે બાળકોમાં કોરોનાના પગલે મૃત્યુ થવાનું પ્રમાણ ન હોવા સમાન છે.

બૂસ્ટર ડોઝ હાલ શા માટે નહી?
ભારતમાં 18 કરોડ વયસ્કોને હાલ પ્રથમ ડોઝ પણ લાગ્યો નથી. બીજી તરફ કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. આ કારણે હાલ એક્સપર્ટને બૂસ્ટર ડોઝ જરૂરી લાગી રહ્યો નથી.

શું ભારતમાં બૂસ્ટર ડોઝ આપવાની જરૂર છે?
મહામારી એક્સપર્ટ ડોક્ટર ચંદ્રકાંત લહારિયાના જણાવ્યા મુજબ

  • ભારતમાં મોટા ભાગનું વેક્સિનેશન છેલ્લા કેટલાક મહિનામાં થયું છે. એટલા માટે હાલ બૂસ્ટર ડોઝની જરૂર નથી, કારણ કે વેક્સિનથી 10થી 12 મહિના સુધી રક્ષણ મળે છે. ભારત જેવા દેશમાં બૂસ્ટર ડોઝની જરૂર છે એવો કોઈ વૈજ્ઞાનિક આધાર પણ નથી.
  • શરીરમાં એન્ટિબોડી ન હોવી અને ઓછી હોવી બન્ને અલગ અલગ વસ્તુ છે. તમારા શરીરમાં એન્ટિબોડીની સંખ્યા સમયની સાથે ભલે ઓછી હોય, પરંતુ શરીરના મેમરીસેલ વાઇરસ સ્ટ્રક્ચરને સ્ટોર કરી લે છે. તમારા શરીરમાં જેવો વાઈરસ આવે ત્યારે આ સેલ્સ વાઈરસને ઓળખીને એન્ટિબોડીને કામે લગાડી દે છે.
  • ભારતની મોટા ભાગની વસતિને હજુ સિંગલ ડોઝ વેક્સિન જ મળી છે. ભારતનું ફોકસ હાલ બૂસ્ટર ડોઝના બદલે બન્ને ડોઝ પૂરા કરવા પર હોવું જોઈએ.
  • એકવાર વધારેમાં વધારે લોકોને વેક્સિન અપાયા પછી બૂસ્ટર ડોઝ પર કોઈ નિર્ણય લેવાની શક્યતા છે.

70 ટકા બાળકોમાં એન્ટિબોડી
બ્રિટિશ વીકલી સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, બ્રિટનમાં સરેરાશ દર 10 લાખ સંક્રમિત બાળકોમાંથી માત્ર 2ને જ બચાવી શકાયાં નથી. આવો ટ્રેન્ડ યુરોપના બીજા દેશોમાં છે. બીજી તરફ ભારતમાં થોડા દિવસો પહેલાં થયેલા સીરો સર્વેમાં એ વાત પ્રકાશમાં આવી છે કે 70 ટકા બાળકોમાં એન્ટિબોડી છે, એટલે કે એક વખત સંક્રમિત થઈ ચૂક્યા છે, એટલે કે તેમને હમણાં થોડા મહિના સુધી કોઈ ખતરો નથી, એટલે કે બાળકોનું વેક્સિનેશન ટાળી શકાય છે. જોકે જાયકોવ-ડી વેક્સિનને બાળકો માટે એપ્રૂવ કરવામાં આવી છે.

પોઝિટિવ રેટ 2 ટકાથી નીચે
બૂસ્ટર ડોઝ હાલ એટલા માટે પણ ટાળવામાં આવી રહ્યો છે, કારણ કે દેશમાં સંક્રમણનો સાપ્તાહિક દર 0.93 ટકા છે. એ 2 મહિનાથી 2 ટકા નીચે છે. WHOના જણાવ્યા અનુસાર, સંક્રમણનો દર 5 ટકાથી નીચે છે તો મહામારી નિયંત્રણમાં છે, તેમ માની શકાય છે. એક્સપર્ટનું માનવું છે કે જો હાલ વયસ્કોને રસી લાગી જાય છે તો મૃત્યુમાં ઘટાડો આવશે, કારણ કે કોરોનાથી થતાં 80 ટકાથી વધુ મૃત્યુ 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓનાં થઈ રહ્યાં છે.

હાલ ફોક્સ 18+ પર
હાલ ફોક્સમાં બે પ્રકારના લોકો છે. પહેલા એવા 18 કરોડ, જેમને હાલ એકપણ ડોઝ લાગ્યો નથી. તેમને 36 કરોડ ડોઝ લાગશે. બીજા એવા 36 કરોડ, જેમને માત્ર એક ડોઝ લાગ્યો છે, એટલે કે વયસ્કોને હાલ કુલ 72 કરોડ ડોઝ લાગશે. હાલ દર મહિને 25 કરોડથી વધુ ડોઝ લાગતા નથી. એવામાં આ લોકોને કવર કરવામાં 3 મહિના લાગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...