દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું પીક લેવલ ખૂબ જ નજીક છે. દેશના મહત્વના મહાનગરોમાં કોરોનાના નવા દર્દીની સંખ્યા ઘટવાની શરૂઆત થઈ ચુકી છે. દેશમાં સૌથી પહેલા 27 ડિસેમ્બરથી નવા કેસ મુંબઈમાં વધવાની શરૂઆત થઈ હતી. અહીં 7 જાન્યુઆરી બાદ દર્દી સતત ઘટી રહ્યા છે. આ પ્રકારનો માહોલ હવે દિલ્હી, કોલકાતા, બેંગ્લુરુ, ચેન્નઈ અને પુણેમાં જોવા મળે છે.
મુંબઈમાં પીક આવવામાં 12 દિવસનો સમય લાગ્યો છે, જ્યારે કોલકાતામાં પીક આવવામાં 14 દિવસનો સમય લાગ્યો. આ શહેરોમાં પોઝિટિવિટી રેટ પણ ઘટવાની શરૂઆત થઈ ચુકી છે. જો આ પ્રકારે આગળ ટ્રેન્ડ યથાવત રહેશે તો 26 જાન્યુઆરી સુધીમાં દેશભરમાં પીક આવી જશે.
મોટા શહેરોમાં શરૂ થઈ હતી ત્રીજી લહેર
નિષ્ણાતોના મતે ઓમિક્રોનને લીધે સૌથી પહેલા સંક્રમણની લહેર દક્ષિણ આફ્રિકામાં આવી હતી. અહીં 3 સપ્તાહ બાદ કેસ ઘટવાની શરૂઆત થઈ હતી. આ ટ્રેન્ડ બ્રિટનમાં પણ રહ્યો હતો. સ્પષ્ટ છે કે વિશ્વભરમાં જ્યાં પણ ઓમિક્રોન નવી લહેરનું કારણ હતું ત્યાં પણ લગભગ આ જ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો, જોકે, ભારતમાં મોટા શહેરોમાંથી ત્રીજી લહેરની શરૂઆત થયેલી, માટે દર્દીની સંખ્યા પણ સૌ પ્રથમ આ શહેરોથી જ ઘટવાની શરૂઆત થઈ છે. આ સ્થિતિને જોતા આગામી કેટલાક મહિનામાં ભારતમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ શકે છે.
લાખો લોકો ઘરે જ ટેસ્ટ કરાવી રહ્યા છે, માટે કેસ હવે ઓછા આવી રહ્યા છે
દેશમાં લાખો લોકો કોવિડ ટેસ્ટ કિટ્સ ખરીદી જાતે જ ટેસ્ટ કરાવી રહ્યા છે. આ આંકડા હજુ સુધી ક્યાંય નોંધાયા નથી. લાખો લોકો ટેસ્ટ કરાવી રહ્યા નથી. ટેસ્ટ કિટ ખરીદી જાતે જ તપાસ કરનારા એવા લોકો છે કે જેમનામાં લક્ષણ દેખાયા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે કોરોના સંક્રમિતો 90 ટકાથી વધારે લોકોમાં તો લક્ષણ જ હોતા નથી. આ દ્રષ્ટિએ દરરોજ સંક્રમિત થતા લોકોની સંખ્યા ઘણી વધારે છે.
વધારે વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ આવી ચુક્યો છે પીક
જો આટલી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે તો સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં પીક પણ આવી જશે. અત્યારે મહાનગરો અને વધારે વસ્તી ધરાવતા વિસ્તારોમાં પીક આવ્યો છે. જો 5-7 દિવસમાં ઓછી વસ્તીવાળા શહેરો અને રાજ્યોમાં પણ પીક આવી જશે, કારણ કે હવે ડેલ્ટાનું સ્થાન ઓમિક્રોન લઈ ચુક્યું છે, માટે જેટલી ઝડપથી કેસ વધ્યા છે, એટલી જ ઝડપથી કેસ ઘટી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.