તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનસુખ હિરેનના મોતનો મામલો:NIAએ સચિન વઝેની સાતમી કાર નવી મુંબઈમાંથી જપ્ત કરી

મુંબઈએક મહિનો પહેલા
મિત્સુબિશી કંપનીની આ કારનો ઉપયોગ સચિન વઝેનો સહકર્મી API પ્રકાશ ઓવલ કરી રહ્યો હતો.
  • આ મિત્સુબિશી કંપનીની આઉટલેન્ડર કાર છે, એને 2011માં રજિસ્ટર્ડ કરાવવામાં આવી હતી

એન્ટિલિયાકેસમાં તપાસ કરી રહેલી NIAએ મંગળવારે નવી મુંબઈના કમોઠે ક્ષેત્રમાંથી એક નવી કાર જપ્ત કરી છે. આ કારનો ઉપયોગ સચિન વઝેના સહકર્મી API પ્રકાશ ઓવલ કરી રહ્યા હતા. NIAને શક છે કે આ કારમાં મનસુખ હિરેનની હત્યા કરવામાં આવી હતી. અત્યારસુધીમાં જપ્ત કરવામાં આવેલી 7 કાર્સ પૈકીની પ્રથમ કાર એવી છે, જે સચિન વઝેના નામે રજિસ્ટર્ડ છે. આ મિત્સુબિશી કંપનીની આઉટલેન્ડર કાર છે. એને 2011માં રજિસ્ટર્ડ કરાવવામાં આવી હતી.

આ પહેલાં રવિવારે ટીમે મુંબઈની મીઠી નદીમાંથી એક કમ્પ્યુટરની હાર્ડડિસ્ક, DVR, CD, એક ગાડીની બે નંબર પ્લેટ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોને જપ્ત કર્યાં. હવે આ નંબર પ્લેટને લઈને નવો ઘટસ્ફોટ થયો છે.

NIAને જાણવા મળ્યું છે કે આ નંબર પ્લેટ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગમાં ક્લર્ક તરીકે કાર્યરત જાલનાના રહેનારા વિનય નાડેની ચોરી થયેલી મારુતિ ઈકો કારની છે. આ કારની ચોરી ઔરંગાબાદમાંથી થઈ હતી અને એ ખોવાઈ હોવાનો રિપોર્ટ 20 નવેમ્બર 2020ના રોજ ઔરંગાબાદના સિટી ચોક પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. NIAને હવે એ વાત જાણવા મળી છે કે શું આ કારથી સચિન વઝે બીજી કોઈ અન્ય ષડયંત્ર રચવાના હતા કે પછી તે એનો ઉપયોગ આ મામલાને ભટકાવવા કે ફરાર થવામાં કરતો હતો.

કારમાલિકનું શું કહેવું છે
નંબર પ્લેટની તસવીર પ્રકાશમાં આવ્યા પછી વિનય પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને એની જાણકારી આપી. તેમણે જણાવ્યું હતું કે MH-20-FP-1539 T નંબરવાળી તેમની કાર 16 નવેમ્બર 2020ના રોજ ચોરાઈ હતી. તેમણે આ અંગેની FIR નોંધાઈ હતી. FIRની કોપી પણ તે સાથે લાવ્યા હતા.

રવિવારે ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં આ લેપટોપ મીઠી નદીમાંથી મળ્યું હતું.
રવિવારે ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં આ લેપટોપ મીઠી નદીમાંથી મળ્યું હતું.

નદીમાંથી મળેલું લેપટોપ સચિન વઝેનું નીકળ્યું
મીઠી નદીમાંથી રવિવારે મળેલા લેપટોપને લઈને ઘટસ્ફોટ થયા છે કે આ લેપટોપ સચિન વઝેનું છે અને તે ઓફિશિયલ કામોમાં એનો ઉપયોગ કરતો હતો. જોકે તેની અંદરનો તમામ ડેટા ડિલિટ છે અને તેની હાર્ડડિસ્કને પણ નષ્ટ કરવામાં આવી છે. NIAની સામે એક મોટો પડકાર એ હશે કે એનો ડેટા ફરીથી પ્રાપ્ત કઈ રીતે કરવો.

CFSL કરી રહી છે પુરાવાની તપાસ
મીઠી નદીમાંથી મળેલા પુરાવાની તપાસ પુણેની CFSL કરી રહી છે. NIAના અધિકારીઓ સસ્પેન્ડે કરવામાં આવેલા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વઝેની પૂછપરછ કરી રહ્યા છે. આ પૂછપરછ વઝેના સાથી કોન્સ્ટેબલ વિનાયક શિંદેને સામે બેસાડીને કરવામાં આવી રહી છે. આ પહેલાં NIA વઝેને બુકી નરેશ ગૌડ અને શિંદેને સામે બેસાડીની તેની બે વખત પૂછપરછ કરી ચૂકી છે. વઝે 3 એપ્રિલ સુધી NIAની કસ્ટડીમાં છે.

સંજય રાઉતે કહ્યું- વઝેને લઈને મેં ચેતવણી આપી હતી
શિવસેનાનેતા સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે જ્યારે સચિન વઝેને પોલીસમાં બહાલ કરવાની યોજના બનાવવામાં આવી રહી હતી, ત્યારે મેં કેટલાક નેતાઓને કહ્યું હતું કે તેમનો વ્યવહાર અને કામ કરવાની રીત સરકારની કામ કરવાની રીતમાં અડચણ સર્જી શકે છે. આ પૂછવા પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વઝેનું સમર્થન કર્યું હતું, રાઉતે કહ્યું હતું કે વઝેની બીજી ગતિવિધિઓ વિશે CMને પૂરતી માહિતી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો