તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Never Forget A Difficult Situation, Always Remember Where It Started ?: Dwayne Johnson

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્સ્પાયરિંગ:મુશ્કેલ સ્થિતિને ક્યારેય ન ભૂલશો, હંમેશા યાદ રાખો કે શરૂઆત ક્યાંથી કરી હતી?: ડ્વેઈન જોનસન

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુપરસ્ટાર એક્ટર ડ્વેઈન જોનસન - Divya Bhaskar
સુપરસ્ટાર એક્ટર ડ્વેઈન જોનસન
 • અમેરિકાના ટફ ઓફ ગાય ધ રોક એટલે કે ડ્વેઈન જોનસનનો આજે 49મો જન્મદિવસ છે
 • મારા માટે શરૂઆત જ ખાસ છે ભલે પછી તે દિવસની હોય કે કામની હોય. હું સવારે 4 વાગ્યે ઊઠી જઉં છું. ખરાબ સમય તો આવશે, તેને રોકવા માટે તમારે પ્રતિબદ્ધ થવું પડશે.

મારા માટે જે વાતે સૌથી વધુ કામ કર્યું છે તે મુશ્કેલ સ્થિતિને હંમેશા યાદ રાખો. ભલે મારી ફિલ્મી સફરની શરૂઆત હોય કે ડબ્લ્યૂડબ્લ્યૂઈ રેસલિંગમાં પગ મૂકવાની હોય, જ્યારે પણ મારી સાથે કંઇક સારું થયું તેનાથી પહેલાં મેં હંમેશા એક ક્ષણ થોભીને વિચાર્યું હતું... કે મને 14 વર્ષની વયે આઈલેન્ડથી કાઢી મુકાયો હતો, અમે હવાઈમાં રહી શકતા નહોતા, રહેવાની કોઈ જગ્યા નહોતી.

તે વાતો આજે કરી રહ્યો છું તો મને અહેસાસ છે કે આ જ તો એ સપનું હતું જે બાળપણમાં હું જોતો હતો અને હવે હું અહીં છું. મેં મારા જીવનમાં અનેક ખરાબ ઘટનાઓને ભૂલી નથી. ક્યારે મારાથી બાસ્કેટબોલમાં મારી પસંદગીની જગ્યા છીનવી લેવાઈ, ક્યારે મારા કોચે મારી સાથે ગેરવર્તણૂક કરી. મને બધું યાદ છે. આ બધી વાતોએ મારા માટે એ સમયે પણ કામ કર્યું અને આ ગુસ્સો હું મેદાનમાં બતાવતો હતો. હું ગુસ્સા સાથે મેચ રમતો હતો. આ ગુસ્સો હતો કે આખરે ક્યાં સુધી હું નંબર 1 નહીં બનું.

2006થી પહેલાં રેસલિંગ મેં ત્યારે છોડી દીધી હતી જ્યારે હું ટોપર હતો. હોલિવૂડમાં મારે મહાન બનવું હતું. લોકોનું મનોરંજન કરવા, ફિલ્મ બનાવવા પ્રતિબદ્ધ હતો. એટલા માટે હું રેસલિંગમાંથી ચૂપચાપ નિવૃત્ત થઈ ગયો. બે વર્ષ પછી હું વિચારી રહ્યો હતો કે મેં મારી કારકિર્દી સાથે આ શું કરી લીધું કેમ કે મારી ફિલ્મો સારી ચાલી રહી નહોતી. આ ખરાબ દોરથી હું ત્યારે નીકળી શક્યો જ્યારે મેં મારા સૌથી માઠા સમયને યાદ કર્યો. તેનાથી જ મને આવનારી મોટી ક્ષણોમાં કોઈ ડર વિના જ પ્રવેશ કરવાની મંજૂરી મળતી હતી.

મારા માટે શરૂઆત જ ખાસ છે પછી ભલે એ દિવસો કેમ ના હોય! હું સવારે ચાર વાગ્યે ઊઠું છું. ખરાબ સમય તો આવશે. તેને રોકવા માટે તમારે પ્રતિબદ્ધ થવું પડશે. ડબ્લ્યુડબ્લ્યુઈમાં મારી છેલ્લી મેચ જોન સિના સાથે હતી. તે આશરે 45 મિનિટ ચાલવાની હતી. તે સમય હતો જ્યારે હું રિંગમાં ઘણો ઓછો સમય પસાર કરતો હતો કેમ કે મારી ફિલ્મોનું શૂટિંગ સતત ચાલતું હતું. હું વધારે ટ્રાવેલ કરતો હતો. સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું. આશરે 85 હજાર લોકો ત્યાં હતા.

મેચ શરૂ થયાની અમુક જ મિનિટો થઈ હતી અને અમે બંને જ પડી ગયા હતા. હું મારા હાથ-પગ ચેક કરી રહ્યો હતો કે ક્યાંક કોઈ હાડકું તો ભાંગી ગયું નથી. મને અહેસાસ થઈ ગયો કે કંઇક તો ગરબડ છે. રેફરીએ પૂછ્યું તો કહી દીધું કે હું ઠીક છું પણ હું ઊભો થઈ શકી રહ્યો નહોતો. આ એ ક્ષણ હોય છે જે નિર્ણાયક હોય છે. મેં રેફરીને પૂછ્યું કે કેટલો સમય બાકી છે, તેણે કહ્યું 32 મિનિટ. જેમ તેમ મેચ પૂરી કર્યા પછી હું ફ્લોરિડા વિમાનમાં જઈ રહ્યો હતો. ત્યાં જઈ એમઆઈઆર કરાવ્યું તો ખબર પડી કે મારું અડક્ટર ભાંગી પડ્યું છે.

મને ગર્વ હતો કે હું મારા પગ પર ચાલીને મેચથી બહાર આવ્યો હતો. મારી સાથે જે થયું તે અસ્થાઈ ક્ષતિ હતી પણ જો હું મારું સંપૂર્ણ આપ્યા વિના બહાર આવ્યો હોત અને મેચ છોડી દીધી હોત તો તેનાથી ક્યારેય બહાર ન આવી શક્યો હોત. (લોસ એન્જેલસ રોકર્સના મંચ પર સુપરસ્ટાર એક્ટર ડ્વેઈન જોનસન)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો