તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાવાઇરસ:નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને હોટસ્ટારની વ્યૂઅરશિપ 100% વધી

મુંબઇ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લૉકડાઉનને લીધે નેટફ્લિક્સ પાર્ટી નામે એક નવી એપ શરૂ કરાઈ

મનીષા ભલ્લા, મુંબઈ: દેશમાં લૉકડાઉન પિરિયડ 21 દિવસ માટે વધી ગયો છે. આખી દુનિયામાં વર્ક ફ્રોમ હોમ થઇ રહ્યું છે. સિનેમાહોલ પહેલાંથી જ બંધ છે અને ભારતીય ટેલિવિઝન પાસે 31 માર્ચથી વધુના કન્ટેન્ટ નથી. એવામાં ઓટીટી પ્લેટફોર્મની વ્યૂઅરશિપ વધી ગઈ છે. ઓટીટી પ્લેટફોર્મના ટ્રેડ એનાલિસ્ટ જણાવે છે કે ઘેર બેઠાં પુષ્કળ કન્ટેન્ટથી ભરપૂર ઓટીટી પ્લેટફોર્મની વ્યૂઅરશિપમાં 100 ટકા વધારો થયો છે. તેની સાથે સંકળાયેલા લોકોનો બિઝનેસ વધી ગયો છે. લૉકડાઉનને લીધે નેટફ્લિક્સ પાર્ટી નામે એક નવી એપ શરૂ કરાઈ છે.
ઓટીટી ટ્રેડ એનાલિસ્ટ અર્ચિત આંબેડકર કહે છે કે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટ સ્ટારની વ્યૂઅરશિપમાં 100 ટકાનો વધારો થયો છે. વૂટ અને એરોઝ નાઉના નવા રજિસ્ટ્રેશનમાં પણ ઝડપી વધારો થયો છે. એરોઝ નાઉના રજિસ્ટ્રેશનમાં પણ 100 ટકાનો વધારો થયો છે. બીજી બાજુ ઓટીટી પ્લેટફોર્મ અમુક વેબસિરીઝને જલદીથી જલદી લૉકડાઉન પીરિયડમાં પણ લોન્ચ કરવા ઈચ્છે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો